કોરોનાને લઇને સ્ટડીમાં ઘરની વાતને લઇને કરવામાં આવ્યો આ મોટો દાવો, જેમાં જાણવા મળ્યું કે…

કોરોનાથી તમે તમારા ઘરમાં રહીને પણ સુરક્ષિત નથી – સ્ટડીમાં કરવામા આવ્યો આ દાવો

હવે તમે ઘરે બેઠા-બેઠા પણ કોરનાવાયરસ એટલે કે કેવિડ-19થી સંક્રમિત થઈ શકો છો. આ ખુલાસો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામા આવ્યો છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘરના સામાન તેમજ બહારથી આવનારા સામાન દ્વારા પણ કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે.

દક્ષિણ કોરિયાના આ અભ્યાસને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ 16મી જુલાઈએ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ 5706 જેટલા શરૂઆતના કોરોના દર્દીઓ અને તેમની બાદ સંક્રમિત થયેલા 59 હજાર લોકો પર આધારિત છે.

image source

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દર 100 કોરોના દર્દીઓમાં માત્ર 2 જ એવા દર્દી છે જેમને બિન-ઘરેલુ સંપર્કના કારણે કોરોના થયો હોય. એટલે કે ઘરની બહાર કોરોનાથી સંક્રમિત થયા હોય. જ્યારે, દર 10 દર્દીમાંથી 1 દર્દીને કોરોનાનું સંક્રમણ તેમના ઘરના સભ્યો દ્વારા જ થયું છે.

image source

ઉંમરની દ્રષ્ટિએ પણ કોરોના કોઈને પણ નથી છોડી રહ્યો. ઘરમાં હાજર નાની ઉંમરના કિશોરોથી લઈને 60- 70 વર્ષના વડીલોને પણ કોરોનાનું સંક્રમણ થાય છે. જે આપણા માટે નવું નથી.

image source

કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના નિર્દેશક જિયોંગ ઇયૂન કીયોંગે જણાવ્યુ કે કિશોર અને વડીલ આમ ઘરના બધા જ સભ્યો એકબીજાની નજીક રહે છે. માટે તેમનામાં સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે. તેવામાં આ બન્ને સમુહોએ ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.

હેલીમ યુનિવર્સિટિ કોલેજના પ્રોફેસર ડો. ચો યંગ જૂને જણાવ્યું કે 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સંક્રમિત થવાની શક્યતા ઘણી ઓછી હોય છે. બાળકો મોટેભાગે એસિમ્ટોપમેટિક હોય છે. એટલે કે તેમનામાં કોરનાના સંક્રમણના લક્ષણ દેખાતા નથી. માટે તેમનામાં કોરોનાની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે.

ડો. ચો યંગએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને છોડતો નથી. તે દરેકને પોતાનો શિકાર બનાવી દે છે. માત્ર ઘરમાં રહેવાથી જ તમે સુરક્ષિત નથી થઈ જતા. તમારે ઘરમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. અને તેનાથી બચવાનો હર સંભવ પ્રયાસ કરવા જોઈએ.

image source

હાલ કોરોનાનો આંકડો સમગ્ર દુનિયામાં હરણફાળ લઈને વધી રહ્યો છે. કોરોનાના વૈશ્વિક આંકડા પર એક નજર કરીએ તો હાલ. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી 1.51 કરોડ લોકો સંક્રમિત છે. અને 85.9 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા છે. જ્યારે 6.2 લાખ લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. ભારતની વાત કરીએ તો ભારતે 12 લાખનો આંકડો વટાવી લીધો છે.

image source

ભારતમાં સંક્રમિતોની સંખ્યા 12.4 લાખ છે. અને મૃત્યુઆંક 29861 છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો 51485 સુધી પહોંચી ગયો છે. અને ખુશીની વાત એ છે કે 37240 લોકોને કોરોના સંક્રમણમાંથી મુક્તિ મળી છે. જ્યારે 2229 લોકોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વની સંશોધન સંસ્થાઓ હાલ આ વાયરસને માત આપતી વેક્સિન શોધવામાં દીવસરાત એક કરી રહી છે.

image source

અને કેટલીક વેક્સિનને કેટલાક અંશે સફળતા પણ મળી છે. પણ હજુ કશું જ નક્કર મળી શક્યુ નથી. માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ પોતાની રોગપ્રતિકારક શક્તિ પર જ આધારિત રહેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોનાને લઇને સ્ટડીમાં ઘરની વાતને લઇને કરવામાં આવ્યો આ મોટો દાવો, જેમાં જાણવા મળ્યું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel