શું તમે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગો છો, તો રોજ સવારે ઉઠીને કરો આ સાત કામ
શરીર તંદુરસ્ત રાખવા આજના સમયમાં કોણ નથી ઇચ્છતું પણ શરીરને સ્વસ્થ રાખવું એટલું સરળ નથી. જો તમે શરીરને સ્વસ્થ અને મજબુત બનાવવા માંગો છો તો તમારે સ્વાસ્થ્ય પૂર્ણ ડાયટ સાથે વર્કાઉટ પણ કરવું આવશ્યક છે. આ સાથે જ જો તમે રોગોથી મુક્ત રહેશો તો જ તમે ફીટ કહેવાશો. આપને જણાવી દઈએ કે સ્વસ્થ રહેવા માટે આપણે કેટ કેટલું નથી કરતા પણ આ બદલાતી જીવન શૈલીના કારણે એની કોઈ જ અસર આપણા શરીર પર જોવા મળતી નથી. કારણ કે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે સ્વસ્થ ડાયટ અને વર્કાઉટ સાથે સમય પર જમવું અને સુઈ જવું પણ જરૂરી છે. આ સાથે જ આપને જણાવી દઈએ કે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો સવારના ઉઠીને આ સાત નિયમ પ્રમાણે વર્તવાનું શરુ કરો, ઘણો લાભ મળશે. આવો આ સાત નિયમ કયા છે એ વિશે આપને જણાવીએ…
સવારે જલ્દી ઉઠવાની આદત કેળવો

જો તમે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગો છો તો રાત્રે જલ્દી સુઈને સવારે જલ્દી ઉઠવાની આદત કેળવો. આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો અને સાથે જ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ કે મુશ્કેલી રહેશે નહી. આ સાથે જ તમારું મગજ પણ એક્ટીવ રહેશે. તો બીજી તરફ સવારે વહેલા ઉઠવા સાથે જ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે તમે ૮ કલાકની પુરતી ઊંઘ લઇ રહ્યા છો.
સવારે ઉઠીને પાણી પીવાની ટેવ પાડો

સવારે ઉઠીને ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી જરૂર પીવાની આદત વિકસાવો. અનેક લોકો સવારે ઉઠીને ગરમ પાણી પીવાનું પસંદ કરે છે. ગરમ પાણી એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સિવાય આખો દિવસ પાણી પિતા રહેવાની કોશિશ કરો. આપને જણાવી દઈએ કે પાણી શરીરને ડીટોક્સ કરે છે અને અંદર રહેલા ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક સિદ્ધ થાય છે. બીજી તરફ રોજ સવારે ગરમ પાણી પીવાથી તમે પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકો છો.
નિયમિત રૂપે કસરત કરવી જોઈએ

સામાન્ય રીતે મજબુત અને સ્વસ્થ રહેવા માટે કસરત કરવાને પોતાના રોજીંદા જીવનમાં સામેલ કરવું જરૂરી છે. ૨૦ થી ૩૦ મિનીટ સુધીની કસરત તમને માત્ર ફીટ જ નહિ પણ અનેક બીમારીઓથી દુર રાખે છે. શારીરીક તેમજ માનસિક પ્રકારે સ્વસ્થ રહેવા માટે સતત કામ કરવું ઘણું જરૂરી છે.
નાસ્તો કરતા પહેલા બ્રશ જરૂર કરો

સામાન્ય રીતે અનેક લોકો બ્રશ કર્યા વગર જ નાસ્તો કરવા બેસી જતા હોય છે. આમ કરવાથી તામારા નાસ્તામાં રહેલા તત્વો દાંત પર જામેલા પ્લક સાથે રાસાયણિક ક્રિયાઓ કરીને અમ્લનું નિર્માણ કરે છે, જે દાંતોને નુકશાન પહોચાડી શકે છે. ત્યાં જ બીજી બાજુ બ્રશ કર્યા પછી નાસ્તો કરવાથી દાંત પર ફ્લોરાઈડની કોટિંગ જામી જાય છે, જે દાંતને લાંબો અમય સુરક્ષિત રાખે છે.
સવારે ઉઠીને નાસ્તો જરૂર કરો

સામાન્ય રીતે કામમાં વ્યસ્ત રહેવાના કારણે ઘણી વાર આપણે નાસ્તો કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. જો કે આ બાબતે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સવારે વધારે સમય સુધી ખાલી પેટ રહેવું સ્વાસ્થ્ય માટે સારું નથી. એમ કરવાથી મેદસ્વીતા સાથે અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે. એવામાં તંદુરસ્ત અને એક્ટીવ રહેવા માટે સવારના પહોરમાં નાસ્તો જરૂર કરો.
એક ફળ રોજ ખાવાનું શરુ કરો

ફાળો આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય છે. પ્રયત્ન કરો કે તમે રોજ ઓછામાં ઓછા એક ફળનું સેવન જરૂર કરો. આમ કરવાથી તમે માત્ર સ્વસ્થ રહેશો એટલું જ નહિ તમારા શરીરમાં શક્તિ પણ જળવાઈ રહેશે. શોધમાં જણાવ્યા પ્રમાણે ફળ ખાવાથી અનેક ગંભીર બીમારીઓના ડરને દુર કરી શકાય છે.
જમવામાં સલાડનો ઉપયોગ જરૂર કરો

સ્વસ્થ રહેવા માટે સલાડ સૌથી સારો વિકલ્પ છે. શક્ય હોય તો રોજ એક વાટકી સલાડ જમવામાં જરૂર સામેલ કરો. એમાં રહેલા તત્વો તમને સ્વસ્થ રાખવાની સાથે તમારા શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. આ સિવાય તમારી ઇમ્યુનિટી પણ મજબુત બનાવે છે. આ સાથે જ પ્રયત્ન જરૂર કરો કે સલાડમાં ફળો અને શાકભાજી બંનેનો ઉપયોગ થઇ શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગો છો, તો રોજ સવારે ઉઠીને કરો આ સાત કામ"
ટિપ્પણી પોસ્ટ કરો