કરિનાએ પહેલી વાર બીજા દીકરાનો ચહેરો બતાવ્યો, તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો Soo Cute..

બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાન ફેબ્રુઆરી મહિનામાં બીજીવાર માતા પિતા બન્યા હતા. કરીનાએ દીકરાને જન્મ આપ્યો હતો અને એ સમયે એમના ફેન્સ છોટે નવાબને જોવા માટે આતુર હતા. પણ હવે ફેન્સની આતુરતાનો અંત આવી ચુક્યો છે. કરીના કપૂર ખાને પોતાના નાના દીકરાનો સુંદર ફોટો શેર કર્યો છે.

કરીના કપૂર ખાને મધર્સ ડેના અવસર પર પોતાના નાના દીકરાનો પહેલો ફોટો શેર કર્યો છે. કરીનાએ નાના દીકરાનો જે ફોટો શેર કર્યો છે એમાં મોટા ભાઈ તૈમુર નાના ભાઈને ખોળામાં લઈને બેઠેલા દેખાય છે. ફોટામાં તૈમુર કેમેરા તરફ જોઈને હસી રહ્યા છે જ્યારે કરીનાના નાના દીકરાએ ચહેરા પર હાથ રાખેલો છે. આ ફોટામાં કરીના કપૂરના દીકરાનો ચહેરો ચોખ્ખો દેખાઈ નથી રહ્યો. આ ફોટો શેર કરતા કરીના કપૂરે કેપ્સનમાં લખ્યું છે કે આજે આશા પર આખી દુનિયા ટકેલી છે. એક સારી કાલ માટે આશા, તમને બધાને મધર્સ ડેની હાર્દિક શુભકામનાઓ, શક્તિશાળી માતાઓ, વિશ્વાસ રાખો.

આ પહેલાં કરીનાએ 16 એપ્રિલના રોજ પતિ સૈફ તથા બંને દીકરાઓની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ નાના દીકરાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. તસવીરમાં તૈમુર પોતાના નાના ભાઈ સાથે રમતો હતો તમને જણાવી દઈએ કે કરીનાએ 21 ફેબ્રુઆરી 2021ના રોજ પોતાના દીકરાને જન્મ આપ્યો છે. જન્મ પછી સૈફ અલી ખાને માતા અને બાળકના સ્વસ્થ હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કરીના કપૂરના પિતા રણધીર કપૂર, દીકરો તૈમુર અને બહેન કરિશ્મા કપૂર બધા જ કરિનાની ડિલિવરી પછી એમને મળવા હોસ્પિટલ ગયા હતા.

image source

ચાહકોએ કરીના કપૂર ખાનના બાળકના નામ અંગે અટકળો લગાવી હતી. માનવામાં આવે છે કે કરીના કપૂર એના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરનો જન્મ થયો ત્યારે સૈફે આ નામ સજેસ્ટ કર્યું હતું, પણ એ વખતે કરીનાએ ના પાડી હતી.

image source

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી 20 ડિસેમ્બર 2016માં કરીના કપૂર ખાને દીકરા તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો. એ પછી વર્ષ 2021માં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ફરી એકવાર માતા પિતા બન્યા છે. કરીના કપૂર ખાને નાના દીકરાનો ફોટો જોઈ એમના ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related Posts

0 Response to "કરિનાએ પહેલી વાર બીજા દીકરાનો ચહેરો બતાવ્યો, તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો Soo Cute.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel