ગુરુવારના ધાતુના વાસણોનો કરો આ રીતે ઉપયોગ, ચમકી જશે ભાગ્ય, દુર થઇ જશે દરેક સમસ્યા

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિણે સમર્પિત હોય છે અને આ દિવસે બંનેની પૂજા કરવાથી લાભ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને વૈવાહિક જીવન, ભાગ્ય, વૃદ્ધી, જ્ઞાન અને સુખ સમૃધીના કારક માનવામાં આવે છે. આ ગ્રહની પૂજા કરવાથી જલ્દી લગ્ન થઇ જાય છે અને જીવનનું દરેક સુખ મળી જાય છે. તો આ દિવસે પીતળના વાસણનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, પીતળના વાસણોની મદદથી ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એટલે તમે પણ ગુરુવારના પીતળના વાસણો સાથે જોડાયેલા ટોટકા જરૂર કરો.

પીતળના વાસણના ટોટકા


ભાગ્ય ચમકાવે પીતળના વાસણ- જ્યોતિષ શાસ્ત્ર અનુસત ગુરુવારના દિવસે પીતળના વાસણનો પ્રયોગ કરવો ઉત્તમ હોય છે. એટલે તમે આ દિવસે પૂજાપાઠ કરતી વખતે પીતળના વાસણોનો જ પ્રયોગ કરો. બની શકે તો આ દિવસે પીતળના વાસણમાં જ ભોજન કરો. ગુરુવારના દિવસે પીતળના વાસણોનો ઉપયોગ કરીને ભાગ્ય ચમકી જાય છે. તો જો કોઈની પાસે પીતળના વાસણ ના હોય તો એ તાંબાના વાસણોનો પણ પ્રયોગ કરી શકે છે.

પાપ થાય નષ્ટ


પીતળના વાસણ સાથે જોડાયેલ આ ઉપાય હેઠા, આ ધાતુની વાડકીમાં રાત્રે ચણાની દાળ પલાળીને રાખો. ગુરુવાની સવારે આ દાળમાં ગોળ ઉમેરીને કોઈ ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી બધા પાપ નષ્ટ થઇ જશે.

આર્થિક તંગી થશે દુર


આર્થિક તંગીથી હેરાન લોકો ગુરુવારના આ ઉપાય કરો. આ ઉપાય અનુસાર કોઈ પીતળના વાસણમાં શુદ્ધદેશી ઘી ઉમેરો. પછી આ ઘી ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો.પછી ઘી ને પ્રસાદના રૂપમાં વિતરિત કરી દો. આ ઉપાય ડર ગુરુવારના કરો. એવું કરવાથી પૈસાની તંગી ખતમ થઈ જશે.

ધનની થશે વર્ષા


માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એટલે ગુરુવારે વિષ્ણુજી સાથે માં લક્ષ્મીની પૂજા પણ કરો. માં લક્ષ્મીની પૂજા કરતી વખતે એમને મીઠી વસ્તુનો ભોગ લગાવો અને ભોગ પીતળની ધાતુની વાડકીમાં જ રાખો.

તણાવ થશે દુર


તણાવ હોય તો આ ઉપાય કરો. પીતળની વાડકીમાં દહીં ભરીને તમારી પથારી નીચે રાખી દો. ગુરુવારની સવારે આ દહીંમાં પાણી ઉમેરી દો અને એણે કોઈ ઝાડના મૂળમાં ચડાવી દો. આ ટોટકા કરવાથી તનાવ ભાગી જશે.

મનોવાંછિત ફળ મળશે


મનોવાંછિત ફળ મેળવવા માટે પીતળના કળશમાં જળ ભરો અને આ જળને શ્રી હરિને અર્પિત કરો. જળ ચડાવતી વખતે નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરો. સાથેજ પોતાની ઈચ્છાને મન માં જ બોલતા રહો. સતત પાંચ ગુરુવાર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઇ જશે.

શ્રી હરિ મંત્ર


1 ॐ नमो भगवते वासुदेवाय

2 श्रीकृष्ण गोविन्द हरे मुरारे।

3 हे नाथ नारायण वासुदेवाय।।

4 ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

5 ॐ विष्णवे नम:

6 ॐ हूं विष्णवे नम:

7 ॐ नमो नारायण। श्री मन नारायण नारायण हरि हरि।

8. लक्ष्मी विनायक मंत्र

दन्ताभये चक्र दरो दधानं,
कराग्रगस्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जया लिंगितमब्धिपुत्रया
लक्ष्मी गणेशं कनकाभमीडे।।

9 धन-वैभव एवं संपन्नता का मंत्र

ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।

0 Response to "ગુરુવારના ધાતુના વાસણોનો કરો આ રીતે ઉપયોગ, ચમકી જશે ભાગ્ય, દુર થઇ જશે દરેક સમસ્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel