આ જગ્યા પર ભૂલથી પણ ના કરો ઘરનું બાંધકામ, નહિં તો જીવનભર પડી શકે છે તકલીફો અને…
નવું ઘર ખરીદતી વખતે આપણે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે નવું ઘર લઈ રહ્યા છો તો અમુક બાબત વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય છે. ભવિષ્યપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે અમુક જગ્યા એવી હોય છે જ્યાં ભૂલથી પણ ઘર ન બનાવવું જોઈએ. નહિ તો તમેં બહુ બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.તમે જાણો છો એ કઈ જગ્યા છે જ્યાં ઘર ન બનાવવું જોઈએ.
ભવિષ્યપુરાણ અનુસાર કોઈપણ એવી જગ્યા પર ઘર ન બનાવવું જોઈએ જ્યાં ઘોંઘાટ થતો હોય. એટલા માટે ભવિષ્યપુરાણમાં ચોક પર ઘર બનાવવા માટે મનાઈ કરવામાં આવી છે. કારણ કે ત્યાં હંમેશા જ વાહનોની અવરજવર ચાલુ રહે છે. જેના કારણે હંમેશા જ ઘોંઘાટ રહે છે. એનાથી આખા ઘરની માનસિક શાંતિ ભંગ થઈ જાય છે. અને એવું માનવામાં આવે છે કે વધારે પડતા ઘોંઘાટનો અર્થ થાય છે કે જીવનમાં તકલીફો જ તકલીફો રહે છે.

ભવિષ્યપુરાણ કહે છે કે જે જગ્યા પર શહેર, ગામ કે કસ્બાની સરહદ પુરી થતી હોય એવી જગ્યા પર ઘર બનાવવું યોગ્ય નથી. કારણ કે એવી જગ્યા પર ઘર હોવાથી તમને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઉદભવે તો સરહદ પર હોવાના કારણે એ જગ્યા થોડી અલગ પડી જાય છે. જેના લીધે તાત્કાલિક સુવિધાઓ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરની બહાર હોવાને કારણે ચોરીનો ભય પણ રહે છે.

એવું કહેવામાં આવે છે કે જેવું ખાસો અન્ન એવું રહેશે મન એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ આપણું મન પણ એવું જ થઈ જાય છે. એટલે સાત્વિક ભોજન કરવું જોઈએ.તામસિક ભોજન કરવાથી મનમાં ઉત્તેજના વધે છે વ્યક્તિ ખોટા કામોના રવાડે ચડી શકે છે. એવી જ રીતે સંગીતની અસર પણ વ્યક્તિ પર ખૂબ જ જલ્દી પડે છે. આપણે જેવા વાતાવરણમાં રહીએ છીએ એવો જ વ્યવહાર કરીએ છીએ. એટલે ભવિષ્યપુરાણમાં કહેવામાં આવ્યું છે આવી જગ્યા પર ના રહેવું જોઈએ કે ના ઘર બનાવવું જોઈએ.

એવી જગ્યા પર ઘર ન બનાવવું જોઈએ જ્યાં મંદિર કે હવન યજ્ઞ કરવાની જગ્યા હોય, કારણ કે જ્યારે આપણે પૂજા પાઠની જગ્યા પર ઘર બનાવી લઈએ છે તો ત્યાં થતી પૂજામાં અડચણ આવી જાય છે કે પછી પૂજા બંધ થઈ જાય છે, જેના કારણે નકારાત્મકતા વધવા લાગે છે. સાથે સાથે એવી જગ્યા ખૂબ જ પવિત્ર હોય છે પણ જ્યારે આપણે એના પર ઘર બનાવી લઈએ છીએ તો ઘણા એવા કાર્યો થાય છે જેના કારણે આ જગ્યા દૂષિત થઈ જાય છે જેની સીધી અસર આપણા જીવન પર પડે છે.

ભવિષ્યપુરાણ અનુસાર ક્યારેય મંદિરના રસ્તા પર કે પછી જ્યાં યજ્ઞ હવનનું આયોજન થતું હોય ત્યાં ઘરનું નિર્માણ ન કરવું જોઈએ. નહિ તો તમને તકલીફ થઈ શકે છે. આ સંબંધમાં એ તર્ક આપવામાં આ એ છે કે યજ્ઞશાળામાં નિયમિત રીતે હવન પૂજન થાય છે પણ ઘર બન્યા પછી ત્યાં પૂજા પાઠ બંધ થઈ જાય છે. એના કારણે એ જગ્યા પર નકારાત્મક શક્તિઓ રહેવા લાગે છે જેની સીધી અસર આપના જીવન પર પડે છે.

એ જગ્યા પર ભૂલથી પણ ઘર ન બનાવવું જોઈએ જ્યાં માંસ-મદિરાની દુકાન હોય કે પછી ખરીદ વેચાણ થતું હોય, આવી જગ્યા પર નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. એવામાં જો તમે આવી જગ્યા પર મકાન બનાવો તો તમારે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તમે ઘર લેવા જાઓ ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ જગ્યા પર ભૂલથી પણ ના કરો ઘરનું બાંધકામ, નહિં તો જીવનભર પડી શકે છે તકલીફો અને…"
ટિપ્પણી પોસ્ટ કરો