ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ ની મોટી આગાહી, ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નહીં, પરંતુ આ દિવસે આવશે વરસાદ

ચોમાસું આવી ગયું છે છતાં પણ મધ્ય અને ઉત્તર ગુજરતમાં વરસાદ ના કોઈ અણસાર નહિ. કોઈ કોઈ જગ્યા માં વરસાદ છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવામાં છે. આમ સઘન ખેતી વિસ્તાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે કે રાજ્યમાં આવતા 10 દિવસ વરસાદ જોવા નહિ મળે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની અંદાજ પ્રમાણે, ગુજરાતમાં ચોટીલાના ભાગો, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ આવશે. તાપી નદી માં પાણી નો વધારો થશે એવું અંબાલાલ નું કહેવું છે.

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ચાલુ થતાં વરસાદ બંધ છે. જેના કારણે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદની ધારણા કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદની ધારણા કરવામાં આવી છે. તેવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે.

હાલમાં અરબી સમુદ્રનું વહન ચાલુ છે પરંતુ બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી. પેસિફિક મહાસાગરમાં જો વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ થાય અને બંગાળના ઉપસાગરમાં પણ સારી પરિસ્થિતિ બને તો બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સમેત રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે તેમ છે તા.24 જુલાઈ પછી બંગાળના ઉપસાગરનું વહન તેજ થઇ શકે છે.

તા.25, 26, 27માં આ વહનની સક્રિયતા રહે તો 30મી જુલાઈથી 8મી ઓગસ્ટ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણી જગ્યા માં સારો વરસાદ કે તેમજ વધુ વરસાદ આવી શકે છે. 30મી જુલાઈથી દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં પણ વહન સક્રિય થાય અને 30 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, ભરૂચ-નર્મદાના ભાગો, સાપુતારાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બેચરાજી, માંડલ, વિરમગામ, સાણંદ અને ધંધૂકા-ધોળકાના સારો વરસાદ આવી શકે છે.

0 Response to "ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ ની મોટી આગાહી, ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નહીં, પરંતુ આ દિવસે આવશે વરસાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel