માં ને થયો કોરોના, બેબસ દીકરો રોજ હોસ્પીટલની બારી પર ચડી જોતો રહ્યો, ફોટા જોઇને જ રડી પડશો

માં અને દીકરાનો સંબંધ દુનિયાનો સૌથી મજબુત સંબંધ હોય છે. એક માં નો પોતાના દીકરા સાથે જેટલો લગાવ હોય છે એટલો જ એક દીકરો પણ પોતાની માં ને ચાહે છે. જેમ જેમ માં ની ઉંમર વધતી જાય છે દીકરાને એને ખોવાનો ડર પણ વધી જાય છે. માં જરાક બીમાર થઇ જાય તો દીકરો તરત જ એની સેવામાં હાજીર થઇ જાય છે. પણ આ કોરોના વાયરસ એક એવી બલા છે જેના કારણે તમારે સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખવું પડે છે. તમે ચાહીને પણ તમારા નજીકના લોકોની આસપાસ દેખભાળ માટે નથી રોકાઈ શકતા. જો એમની હાલત વધારે ખરાબ થઇ જાય તો સાથે છેલ્લી ક્ષણો વિતાવવી પણ અશકય બની જાય છે. જરા વિચારો માં તડપી રહી છે અને દીકરો એને દુરથી જોયા સિવાય કાઈ ના કરી શકતો નથી. સાચે જ આ દુનિયાનો સૌથી ખરાબ અનુભવ હશે.

માં ને થયો કોરોના


દુર્ભાગ્યવશ ફિલીસ્તીનના બેઈટ એવા માં રહેવાવાળા ૩૦ વર્ષના જીહાદ અલ સુવૈતી ને પણ આ બધું દેખવું પડ્યું. એમની ૭૩ વર્ષીય માતા રસ્મી સુવૈતીને કોરોના થઇ ગયો હતો. એ સાથે જ એ લ્યુકેમિયા(બ્લડ કેન્સર)થી પણ પીડિત હતી. ઈલાજ માટે એમને હેબ્રન સ્ટેટ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. માં ને કોરોના થઇ ગયો હતો એટલે એના દીકરાને એને મળવાની અનુમતિ ન હતી. એવામાં માં ના દર્શન કરવા માટે રોજ હોસ્પિટલના રૂમની બારી પર ચડી જતો હતો.

બેબસ દીકરો એમ જ જોતો રહ્યો


દીકરો બેબસીથી માં ને એક નજરે જોઈ રહેતો હતો. ગયા ગુરુવારે જ નું નિધન થઇ ગયું.ડોક્ટર્સ એમને ના બચાવી શકયા. દીકરો ૧૫ વર્ષ પહેલા પિતાને ખોઈ ચુક્યો છે. હવે માં નો હાથ પણ એના માથેથી ચાલ્યો ગયો છે. એવું જણાવાઈ રહ્યું છે કે બધા બાળકોમાં જીહાદ માં ની એકદમ વધારે નજીક હતો. આ ઘટનાને સોશ્યલ મીડિયા પર @mhdksafa નામના એક ટ્વીટર યુજરે શેર કરી છે. ઘટનાનો ફોટો શેર કરતા એ કેપ્શનમાં લખે છે , કોરોના પોઝીટીવ એક ફિલીસ્તીની મહિલા હોસ્પીટલમાં દાખલ હતી. એમનો દીકરો એને જોવા માટે રોજ રાત્રે હોસ્પીટલની બારી પર ચડીને બેસી જતો હતો. એ એવું ત્યાં સુધી કરતો રહ્યો જ્યાં સુધી એનું માં નું નિધન ના થઇ ગયું.


આ ખબર હવે સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જેણે પણ આ ઘટના વિષે સાંભળ્યું તો એનું દિલ રોવા લાગ્યું. દીકરા જીહાદને સ્થાનીય મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે એની છેલ્લી ક્ષણોમાં પણ હું બેબસ થઈને આઈસીયુની બારી બહાર બેસી એને જોતો રહી ગયો.

જણાવી દઈએ કે આ સમયે આખી દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૧ લાખ ઉપર પહોચી ગયો છે. એટલે બની શકે એટલું ઘરમાં રહો અને સુરક્ષિત રહો. ઘરના મોટા વડીલોનું ખાસ ધ્યાન રાખો.

Related Posts

0 Response to "માં ને થયો કોરોના, બેબસ દીકરો રોજ હોસ્પીટલની બારી પર ચડી જોતો રહ્યો, ફોટા જોઇને જ રડી પડશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel