કોરોના કાળમાં ભૂલથી પણ ના થવા દો શરદી-ઉધરસ-કફ, અપનાવો આ ધરેલુ ઉપાયો અને બચો ફ્લુથી

શું તમે ચોમાસામાં જલદી બીમાર પડી જાઓ છો ! તમને વારંવાર શરદી, ઉધરસ ફ્લૂ તેમજ વાયરલ તાવની ફરિયાદ રહે છે તો આ ઘરેલુ ઉપાય તમને તેમાંથી બચાવશે.

ઉનાળો પુરો થયા બાદ હવે ચોમાસાની સીઝન લગભગ સમગ્ર ભારતમાં બેસી ગઈ છે. તેવામાં સિઝન બદલાવાથી શરદી, ઉધરસ, કફ, અને વાયરલ, ફ્લૂનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં હંમેશા લોકો બીમાર પડવા લાગે છે. લોકોને તાવ, ઉધરસ, શરદી તેમજ ફ્લુ જેવી બિમારીઓ થવા લાગે છે. ચોમાસું કેટલાએ પ્રકારના જીવાણુઓ લઈને આવે છે. તેવામાં સૌથી મોટો પડકાર તેનાથી બચવાનો હોય છે. એવું કહેવાય છે કે ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે બીમારીઓ શરીરમાં જલદી જ ઘર કરી લે છે. આ સીઝનમાં આપણે ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આ સીઝનમાં બાળકો તેમજ ઘરના વડીલોની ખાસ સંભાળ લેવી પડે છે.

IMAGE SOURCE

લોકો શરદી-ઉધરસ માટે ઘરેલુ ઉપાય પણ અજમાવતા જ હોય છે. પણ ઘણા લોકોને તે ખબર નથી હોતી કે મોનસૂનમાં કેવી રીતે બીમારીઓથી દૂર રહી શકાય છે. તો આજે જાણો ચોમાસાની સિઝનમાં શરદી, ઉધરસ, તેમજ ફ્લૂથી બચવાના ઘરગથ્થુ ઉપાયો વિષે.

સૌ પ્રથમ તો તમારે ફ્લૂ તેમજ વાયરલના લક્ષણો જાણી લેવા જોઈએ

લક્ષણોઃ

IMAGE SOURCE

માથામાં દુખાવો થવો

માંસપેશીઓમાં તાણ ઉભી થવી કે પછી કળતર આવવું

નાક બંધ થવું

ઉધરસ થવી.

તાવ આવવો,

ગળામાં ખરાશ આવવી

આવા જ લક્ષણો કોરોના વાયરસના પણ હોય છે, માટે બન્નેમાં ફરક કરવો થોડો અઘરો છે. માટે સારું એ રહેશે કે જો તમારા આ લક્ષણો વધારે સમય દેખાય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે તેના આયુર્વેદિક ઉપાયો વિષે જાણી લઈએ.

મધ, લીંબુ અને ઇલાઈચીનું મિશ્રણ

IMAGE SOURCE

આ ત્રણ વસ્તુઓએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ ત્રણે વસ્તુનું મિશ્રણ તમારા સ્વાસ્થ્યને ખૂબ લાભ આપે છે. અરધી ચમચી મધમાં એક ચપટી ઇલાઈચી અને લીંબુનો રસ ભેળવીને તેનું સેવન કરવાથી તમારી ઉધરસ તેમજ શરદીમાં ખૂબ રાહત મળશે. સાથે સાથે વયારલ તાવ અને બીમાર પડવાથી પણ બચી શકાય છે.

દૂધમાં હળદર નાખીને પીવું

IMAGE SOURCE

છેલ્લા ઘણા સમયથી ઇમ્યુનિટિ વધારવા માટે એક ડ્રિંકનું સેવન કરવાની ભલામણ કરવામાં આવી રહી છે. હળદરવાળા દૂધની. હળદરમાં એન્ટિ વાયરલ ગુણ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે જે હાલની સિઝનમાં શરદી-ઉધરસ તેમજ વાયરલ તાવથી બચાવવામાં મદદ કરી શકે છે. દૂધ તો પોતે જ પોષણની ખાણ છે. તેવામાં હળદરને દૂધમાં ઉમેરીને તેનું સેવન કરવાથી દૂધની શક્તિને વધારી શકાય છે. રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હુંફાળા દૂધમાં હળદર મિક્સ કરીને પી લેવી જોઈએ. તેનાથી તમને ઉંઘ પણ સારી આવશે.

ગરમ પાણીનો નાસ લેવો

IMAGE SOURCE

શરદી તેમજે ઉધરસમાં ગરમ પાણીનો નાસ તમને ખૂબ લાભ આપી શકે છે. ખાસ કરીને આ સીઝનમાં કીટાણુઓ તેમજ જીવાણુઓ ઉત્પન્ન થવાથી બીમાર પડવાનું જોખમ વધારે રહે છે. જો તમને શરદી ઉધરસની સમસ્યા હોય તો તમારે નાસ લેવો જોઈએ તે એક ઉત્તમ ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે. તેનાથી બંધ નાકની સમસ્યામાં પણ રાહત મળે છે. સાથે સાથે છાતીમાં પણ તાણ જેવું લાગતું હોય તો તેમાં પણ આરામ મળે છે. તમે સાદા પાણીનો પણ નાસ લઈ શકો છો અથવા તો ગરમ પાણીમાં ફુદીના, નીલગીરી, તેમજ અજમો ઉમેરીને તેની વરાળ પણ લઈ શકો છો.

આદુ અને લસણ

IMAGE SOURCE

આદુ અને લસણ બન્નેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિ ઓક્સીડન્ટ્સ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. ખાસ કરીને મોનસૂનમાં આ બન્નેનું સેવન કરવાની સલાહ આપવામા આવે છે. આ બન્નેનો તમારે તમારા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. તમારે આદુનો નાનો ટુકડો કાપીને તેમાં મીઠુ ઉમેરીને તેનું પણ સેવન કરવું જોઈએ. લસણને તમારે ઘીમાં શેકીને તેને ગરમ ગરમ જ ચાવી જવું જોઈએ તેનાથી ખૂબ લાભ થાય છે. આ બન્ને સ્વાસ્થ્ય માટે ગરમ હોય છે તેવામાં તમારે તમારા ડીહાઇડ્રેશનનું પણ ધ્યાન રાખવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "કોરોના કાળમાં ભૂલથી પણ ના થવા દો શરદી-ઉધરસ-કફ, અપનાવો આ ધરેલુ ઉપાયો અને બચો ફ્લુથી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel