શારીરિક કમીથી પીડાઈ રહ્યા છે આ ૫ કલાકારો, કોઈ બે અંગુઠાથી પરેશાન છે તો કોઈ ચહેરાના દાગથી
આપણા બધામાં કોઈ ને કોઈ કમી ચોક્કસ હોય છે. કોઈ પણ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી હોતું, પણ બોલીવુડ કલાકારો એમના લુક અને સ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે. જયારે પણ તમે એક બોલીવુડ કલાકાર વિષે વાત કરો છો તો તમારા દિમાગમાં એમની એક સુંદર અને આકર્ષક છવિ બની જતી હોય છે, પણ ઘણીવાર જેવું દેખાતું હોય છે એવું નથી હોતું. હંમેશા ખુબસુરત અને આકર્ષક દેખાતા આ કલાકારોમાં પણ કેટલીક કમીઓ હોઈ શકે છે. બસ એ જ કમીઓને કેટલાક કલાકારો ખુલ્લેઆમ જાહેર કરી દેતા હોય છે તો કેટલાક છુપાવીને રાખતા હોય છે. આજેની આ પોસ્ટમાં અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૫ એવા કલાકારો વિષે જણાવીશું જે કોઈ ને કોઈ શારીરિક કમીથી પીડાઈ રહ્યા છે પણ એની કમીઓ કેમેરા પર નથી દેખાતી. એમાંથી એક કલાકારની મોત પણ થઇ ગઈ છે.
હ્રીતિક રોશન

હ્રીતિક રોશન બોલીવુડના સૌથી હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે અથવા એમ કહો કે હ્રીતિક રોશન બોલીવુડના ટોમ ક્રૂજ છે. હ્રીતિક રોશન એક સુપરસ્ટાનું બહેતરીન ઉદાહરણ છે. એ ગુડ લુકિંગ તો છે જ તો સાથે જ એનો દમદાર અભિનય પણ દર્શકોને ઘણો પસંદ આવે છે. હ્રીતિક રોશન પડદા પર તો એકદમ પરફેક્ટ લાગે છે પણ શું તમે જાણો છો કે હ્રીતિકના એક હાથમાં બે અંગુઠા છે. કેમેરા પર ઘણી વાર એમના બે અંગુઠા જોવા મળે છે.
ઈલીયાના ડીક્રૂજ

સાઉથની અભિનેત્રી ઈલીયાના ડીક્રૂજ આજકાલ બોલીવુડમાં પણ છવાયેલી છે. ઈલીયાના પોતાની સુંદરતા સાથે સાથે પોતાના આકર્ષક ફિગર માટે પણ જાણીતી છે. હાલમાંજ ઈલીયાનાએ જણાવ્યું હતું કે એ એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીમાં શરીરનો નીચેનો ભાગ પોતાની જાતેજ વજનદાર થઇ જાય છે. એમણે જણાવ્યું હતું કે એમને આ સમસ્ય બાળપણથી જ છે. બાળપણમાં એ આ બીમારીને લઈને ડીપ્રેશનમાં રહેતી હતી, પણ હવે પોતે એનો સ્વીકાર કરી લીધો છે.
અર્જુન કપૂર

એક સમયે અર્જુન કપૂર ઘણા સ્થૂળ હતા. એમનું વજન એટલું વધુ હતું કે એ કેમેરા પર આવતા પણ બચતા હતા. પણ પોતાની કડી મહેનતથી એમણે સ્થૂળતાથી છુટકારો મેળવ્યો. આજે અર્જુન પહેલા કરતા ઘણા ફીટ અને હેન્ડસમ દેખાય છે.આજકાલ તો એ મલાઈકા સાથે પોતાના સંબંધને લઈને ઘણી ચર્ચામાં છે.
અર્શી ખાન

બીગ બોસમાં ચર્ચામાં આવેલી અર્શી ખાન પોતાના હોટ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એ અવારનવાર પોતાના સોશ્યલ મીડયા એકાઉન્ટ પર પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે. જો તમે અર્શી ખાનના ફેન છો અથવા તો જો એને ધ્યાનથી જોઈ હોય તો એમના વાળ હમેશા આગળ તરફ એની આંખો પર રહે છે. જણાવી દઈએ કે, અર્શી ખાનના ચહેરા પર કે કાળો દાગ છે, જેને છુપાવવા માટે એ વાળનો ઉપયોગ કરે છે.
રાજકુમાર

રાજુકમાર પોતાના સમયના પ્રખ્યાત અભિનેતા હતા. એમણે ‘નીલકમલ’, ‘તિરંગા’, ‘સૌદાગર’, જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રાજકુમારની દમદાર અવાજ અને ડાયલોગને લોકો આજે ઓન યાદ કરે છે. પણ તમને જાણાવી દઈએ કે રાજકુમારને ગળાનું કેન્સર હતું , અને એ નહતા ઇચ્છતા કે આ વાત ઇન્ડસ્ટ્રીમાં કોઈને ખબર પડે. એટલે એ ડાયલોગ બોલતી વખતે પોતાની ગરદનને હલાવતા રહેતા હતા કે જેથી ગરદનમાં દુઃખાવો ના થાય. કેન્સરને કારણે ૩ જુલાઈ ૧૯૯૬ એ રાજકુમારનું નિધન થઇ ગયું.
0 Response to "શારીરિક કમીથી પીડાઈ રહ્યા છે આ ૫ કલાકારો, કોઈ બે અંગુઠાથી પરેશાન છે તો કોઈ ચહેરાના દાગથી"
ટિપ્પણી પોસ્ટ કરો