સારા અલી ખાનના આ નજીકની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ, પરિવારના સભ્યો કોરોન્ટાઈન
બોલિવૂડમાં બચ્ચન પરિવાર પછી વધુ એક દિગ્ગજ પરિવારમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી દીધી છે. આ પરિવાર છે સેફ અલી ખાનનો.. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન એ વાતની પુષ્ટિ કરી છે કે તેના ડ્રાઇવરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજમાં સારા એ લખ્યું હતું કે તેના પરિવારનો ડ્રાઇવર કોરોના પોઝીટીવ છે. આ અંગે તેમણે બીએમસીને જાણ કરી દીધી છે અને ડ્રાઈવરને સારવાર અર્થે સેન્ટરમાં મોકલી દીધો છે.

આ સાથે જ સારા અલી ખાન એ લખ્યું છે કે ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે અને તેના પરિવાર સહિત ઘરમાં રહેલા અન્ય સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બધાજ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આ સાથે જ તેઓ આગામી કેટલાક દિવસ સુધી જરૂરી સાવચેતી પણ રાખશે તેણે બીએમસીએ આપેલા સહકાર બદલ આભાર પણ માન્યો હતો
.
જણાવી દઈએ કે અનલોક માં છૂટ મળ્યા બાદ અનેક વાર સારા બહાર ફરતી જોવા મળી છે. થોડા સમય પહેલાં જ તે પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે સાયકલિંગ કરતી જોવા મળી હતી. આ સિવાય તે એકવાર પોતાના પિતાને મળવા તેના ઘરે પણ જઈ ચૂકી છે.

સારા અલી ખાનની ફિલ્મોની વાત કરીએ તો તેની વરુણ ધવન સાથે ની ફિલ્મ કુલી નંબર વન મે મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ કરુણા વાયરસનું સંક્રમણ વધતા જાહેર થયેલા લોકડાઉનના કારણે આ ફિલ્મની રિલીઝ અટકી હતી.

હવે આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગી રે ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય છે.
જણાવી દઈએ કે બચ્ચન પરિવાર સિવાય કોરોના વાયરસ બોની કપૂર, કરન જોહર, આમિર ખાન, અનુપમ ખેર, રેખા સહિતના સ્ટાર્સ ના બંગલા ને સીલ કરાવી ચુક્યો છે. આ બધા જ બોલિવૂડ સિલેબ્સ ના સ્ટાફના સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીએમસીએ કાર્યવાહી કરી હતી. હવે સારા અલી ખાન ના ડ્રાઈવર નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સારા અલી ખાનના આ નજીકની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ, પરિવારના સભ્યો કોરોન્ટાઈન"
ટિપ્પણી પોસ્ટ કરો