ફેમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ની માધવી ભાભી રિયલ લાઈફમાં છે ગ્લેમરસ ક્વીન, એના ફોટા જોઇને રહી જશો દંગ
કોરોના વાયરસના ચેપને લીધે થયેલ 5 ચરણના લોકડાઉન પછી, દેશભરના લોકોને થઇ રહેલી અગવડતાઓને ધ્યાનમાં રાખીને શરતી અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક દિવસોથી બંધ ટીવી શો અને ફિલ્મનું શૂટિંગ પણ ફરી શરૂ કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં, દર્શકોને આગામી દિવસોમાં તેમના મનપસંદ ટીવી શોના નવા એપિસોડ જોવા મળશે. આ દરમિયાન સબ ટીવી પર પ્રસારિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની માધવી ભાભી ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
image source
શૂટિંગ દરમિયાન પ્રોડ્યૂસર દ્વારા શૉના દરેક કલાકારોની સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરેક સેલેબ્સ શૂટિંગ ફરી શરૂ થતાં ખૂબ જ ઉત્સાહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માા’માં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવીનો રોલ પ્લે કરનારી સોનાલિકા છેલ્લાં 12 વર્ષથી શૉ સાથે જોડાયેલી છે.
image source
શૉમાં પોતાની સાદગીથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રસ સોનાલિકા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. રિયલ લાઇફમાં પાપડ અને આચાર વેચવાની શોખીન સોનાલીકા ઇન્સ્ટાગ્રામ પર તેમના સુંદર અને બોલ્ડ અંદાજમાં ફોટો શેર કરતી રહે છે. અત્યારે સોનાલિકાનો એક સિગારટ પીતો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
image source
મહારાષ્ટ્રમાં સોનાલીકાનો જન્મ 5 જૂન, 1976માં થયો હતો. સોનાલીકાએ યુનિવર્સિટી ઓફ મુંબઈથી કોલેજ સ્ટડી કર્યું છે. સોનાલીકાએ તેમના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. ‘તારક મહેતા…’ સીરિયલમાં આત્મારામ ભિડેની પત્ની અને એક દીકરી સોનુની મા માધવી રીયલ જિંદગીમાં પણ પરિણીત છે. રિપોર્ટ્સ મુજબ, સોનાલિકાએ 5 એપ્રિલ, 2004માં સમીર જોષી સાથે લગ્ન કર્યાં હતાં. સોનાલિકા અને સમીરને એક દીકરી છે, જેનું નામ આર્ય જોષી છે.
image source
‘તારક મહેતા…’ સીરિયલમાં અલગ-અલગ સાડીઓમાં જોવાં મળતી સોનાલિકા તેમની સાદગી અને બોલવાની લઢણથી ઓડિયન્સમાં ખૂબ જ પોપ્યુલર છે. એક રિપોર્ટ મુજબ આ શૉ માટે સોનાલિકા એક દિવસના 25000 રૂપિયા ચાર્જ કરે છે. શૉની સ્ટાર કાસ્ટ માધવી ભાભી એટલે કે, સોનાલિકા જોષી. અલગ-અલગ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવવાનો શોખ રાખનારી સોનાલિકાને કારનો પણ શોખ છે. થોડાં સમય પહેલાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે તેમની નવી કાર સાથે જોવા મળી હતી.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ફેમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ની માધવી ભાભી રિયલ લાઈફમાં છે ગ્લેમરસ ક્વીન, એના ફોટા જોઇને રહી જશો દંગ"
ટિપ્પણી પોસ્ટ કરો