5 સપ્ટેમ્બરથી આ રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી શકે છે, સરકાર બનાવી રહી છે આ યોજના

  • 25 માર્ચથી કોરોના વાયરસ અને લોકડાઉનને લીધે આપણા દેશની દરેક શાળા અને કોલેજ બંધ છે. હાલમાં મળતી માહિતી, આંધ્રપ્રદેશ સરકાર 5 સપ્ટેમ્બરથી શાળા શરૂ કરવાની યોજના બનાવી રહી હોય તેવી માહિતી મળી છે. 
  • આના માટેનો અંતિમ નિર્ણય 5 સપ્ટેમ્બરની આસપાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે.
  • હાલમાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ શૈક્ષણિક સંસ્થાઓ પર એક અગત્યની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી રાજ્યના શિક્ષણ અધિકારી સુરેશે મીડિયા સમક્ષ કહ્યું હતું કે સરકાર 5 સપ્ટેમ્બરથી શાળા ખોલવા અંગે યોજના બનાવી રહી છે. જો કે ફાઈનલ નિર્ણય બધી પરિસ્થિતિઓ ને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
  • તેમણે જણાવ્યુ હતું કે જ્યાં સુધી શાળા નહીં ખુલે ત્યાં સુધી મધ્યાહન ભોજનનું રેશન બાળકોના ઘરે લઈ જવામાં આવશે. આ ઉપરાંત, સરકારી શાળામાં એલકેજી અને યુકેજીની પણ શરૂઆત પણ કરવામાં આવી શકે છે. અને બાળકોને આઈઆઈટી જેઇઇ, એપી ઇએએમસીએટી માટે કોચિંગ પણ આપવામાં આવશે.
  • શિક્ષણમાં સુધારા કરવા માટે જિલ્લા કક્ષાએ એક સંયુક્ત નિયામક પદ ની ઘોષણા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએ બે ડિરેક્ટર પદ બનાવવાનું કહ્યું હતું.
  • જેના કારણે સરકારી શાળાઓ અંગ્રેજી માધ્યમ બની શકે. આ સાથે જ રાજ્યના દરેક અલગ અલગ વિભાગમાં જુનિયર સ્કૂલ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસને લીધી 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. 25 માર્ચથી લગભગ દેશભરમાં દરેક શાળાઓ બંધ છે. આ સાથે આ મહામારીના કારણે ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષા પણ બંધ રાખવી પડી હતી.
  • તમને જણાવી દઈએ કે આ વખતેસીબીએસઈની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. મોટા ભાગના રાજ્યોએ બાળકોના આગળના પ્રભાવના આધારે પરિણામો જાહેર કર્યા છે. હાલમાં વધી રહેલા આપણા દેશમાં કોરોના કેસોને ધ્યાનમાં રાખીને કોઈ શાળા ખોલવી શક્ય નથી.
  • મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માં ભારતમાં કોરોના વાયરસ ચેપના કેસો 11 લાખ 92 હજાર ને પાર થઈ ગયા છે. આ સાથે 7 લાખ 53 હજાર લોકો આ વાઇરસથી સાજા પણ થયા છે. અને 4 લાખ 11 હજાર લોકોની સારવાર ચાલી રહી છે.

Related Posts

0 Response to "5 સપ્ટેમ્બરથી આ રાજ્યમાં શાળાઓ ખોલવામાં આવી શકે છે, સરકાર બનાવી રહી છે આ યોજના"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel