ચંદ્ર પર અનેક વર્ષો સુધી અંતરિક્ષ યાત્રીઓના પગના નિશાન રહે છે એવાને એવા જ…શું તમે જાણો છો આ વિશે?
આપણે નાનકડા હતા ત્યારે ચંદ્રને ચાંદામામા કહેતા, યાદ છે તમને ? અને દાદી નાની પાસે ચાંદામામાની વાર્તાઓ પણ સાંભળતા. બાળપણમાં આપણને ચંદ્ર પર જવાના પણ સપનાઓ જોતા એવું વિચારતા કે ચંદ્ર પર કોઈક રહેતું પણ હશે.

ખેર, આપણે સૌ જાણીએ છીએ કે ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર તરીકેનો શ્રેય નીલ આર્મસ્ટ્રોંગને જાય છે જયારે અંતરિક્ષ યાત્રી યુજીન શેરનન સૌથી છેલ્લા વ્યક્તિ છે જેણે વર્ષ 1972 માં ચંદ્ર પર પોતાના પગના નિશાન છોડ્યા હતા. એ વાતને લઈને હવે લગભગ 47 વર્ષ જેવો સમય વીતી ચુક્યો છે પરંતુ યુજીનના પગના નિશાન હજુ પણ ચંદ્રની સપાટી પર એમને એમ જ હશે. અને તેના પાછળનું વ્યાજબી કારણ પણ છે. એ કારણ જાણ્યા પહેલા ચાલો ચંદ્ર વિષે થોડીક જાણવા જેવી માહિતી જોઈ લઈએ.

ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ગ્રહ છે અને વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આજથી લગભગ 450 કરોડ વર્ષો પહેલા એક ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો અને તેના કારણે પૃથ્વીનો થોડો ભાગ તૂટીને પૃથ્વીથી અલગ થઇ ગયો. અને સમય જતા એ ટુકડો ચંદ્ર તરીકે ઓળખાવા લાગ્યો.

વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે પૃથ્વી પરથી જે ચંદ્ર દેખાય છે તે અસલમાં 59 ટકા ચંદ્ર જ દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો અંતરિક્ષમાંથી ચંદ્ર ગાયબ થઇ જાય તો પૃથ્વી પરનો દિવસ માત્ર 6 કલાકનો જ થઇ જાય.

તમને એ જાણીને પણ નવાઈ લાહશે કે ચંદ્રનો જે ભાગ આપણને પ્રકાશિત લાગે છે ત્યાંનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જયારે બીજી બાજુના અંધકાર વાળા ભાગનું તાપમાન માઇનસ 153 ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. છે ને રોચક.

બીબીસીના એક અહેવાલ મુજબ એરિઝોના સ્ટેટ યુનિવર્સીટીના પ્રોફેસર માર્ક રોબિન્સન કહે છે કે ચંદ્ર માટીની મોટી શિલાઓ અને ધૂળના એક પડ નીચે ઢંકાયેલો છે. સાથે જ માટીના કણો પણ આ પડમાં મિશ્ર થયેલા હોય છે જેના કારણે ચંદ્રની સપાટી પર પગ હટાવી લીધા બાદ પણ ત્યાં તેના નિશાન બની જાય છે.

માર્ક રોબિન્સન એમ પણ કહે છે કે ચંદ્ર પર રહેલા અંતરિક્ષ યાત્રીઓના પગના નિશાન લાખો વર્ષો સુધી એમને એમ જ રહેશે કારણ કે ચંદ્ર પર વાયુમંડળ જ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ચંદ્ર પર અનેક વર્ષો સુધી અંતરિક્ષ યાત્રીઓના પગના નિશાન રહે છે એવાને એવા જ…શું તમે જાણો છો આ વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો