જાણો આ પ્રાણીઓ વિશે, જેમનુ કામ છે માત્ર ઊંઘવાનુ જ કારણકે…
માણસ કદાચ કઈં ખાય નહિ અને ભૂખ્યો રહે તો કદાચ અમુક દિવસો સુધી તે જીવિત રહી શકે પરંતુ ઊંઘ્યાં વિના આ શક્ય નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એક સામાન્ય માણસ પોતાના જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં જ વિતાવી દે છે. સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે. જો કે અમુક લોકો એથીય વધુ ઊંઘ ખેંચી લેતા હોય છે તો અમુક ફક્ત ચાર – પાંચ કલાક જ ઊંઘે છે. પરંતુ આવી આદતો ધરાવતા માણસોનું આયુષ્ય ઓછું હોવાનું વૈજ્ઞાનિકો કહે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને અમુક એવા જીવો વિષે જણાવવાના છીએ જેમાં અમુક જીવો થોડી તો અમુક જીવો મોટાભાગનો સમય ઘસઘસાટ ઊંઘવામાં જ કાઢે છે. તો ચાલો જાણીએ એવા જીવો વિષે.
આ છે નાઈટ મંકી. તેની આંખો ઘુવડ જેવી અને બાકીનું શરીર વાનર જેવું હોય છે. આ જ કારણ છે કે આ જીવ રાત્રી દરમિયાન પણ જોઈ શકવા સક્ષમ છે. નાઈટ મંકી મોટેભાગે પનામા અને ગરમ પ્રદેશો, દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. નાઈટ મંકી 24 કલાકમાં 17 કલાક ઊંઘવામાં વિતાવે છે.

વિશ્વભરમાં સાપોની લગભગ 2500 પ્રજાતિઓ જોવા મળે છે જેમાં સૌથી લાંબા અને સૌથી ખતરનાક સાપનો પણ સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાપ પ્રજાતિમાં આવતો અજગર 24 ક્લાકમાંથી 18 કલાક ઊંઘવામાં વિતાવે છે.

દક્ષિણ અમેરિકા અને ઉત્તરી આર્જેન્ટિનામાં જોવા મળતા વિશાળકાય જીવ આર્માડીલો ભારે ઊંઘણશી જીવ છે અને તેમ 24 કલાકમાં 18.1 કલાક ઊંઘ્યાં જ રહે છે.

આ છે ઉત્તરી અમેરિકામાં જોવા મળતા ભૂરા ચામાચીડિયા. તેની ઊંઘ 24 કલાકમાં 19.9 કલાકની હોય છે.

આ છે કોઆલા જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ એક પ્રકારનું રીંછ જ છે. જો કે ઊંઘવાના લિસ્ટમાં આ મહાશય સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે કારણ કે 24 કલાકમાં 22 કલાક તો ઊંઘતું જ રહે છે.

પ્રાણી સંગ્રહાલયમાં તમે જિરાફને તો જોયું જ હશે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ પ્રાણી ઊંઘવામાં ઘણું આળસુ છે એટલે કે એ ઘણું ઓછું ઊંઘે છે.

24 કલાકમાં તેની ઊંઘ માત્ર 30 મિનિટ જેટલી જ હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો આ પ્રાણીઓ વિશે, જેમનુ કામ છે માત્ર ઊંઘવાનુ જ કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો