ભૂલથી ડીલીટ કરેલા ટેક્સ્ટ મેસેજને કરવા છે રિકવર?તો અપનાવો આ સરળ ટ્રિક
હવે ભૂલથી ડીલીટ કરેલા ટેક્સ્ટ મેસેજને પણ કરી શકશો તમે રિકવર, અપનાવી જુઓ આ સરળ ટ્રિક.
વિચારો કે તમારા ફોનમાં તમારા અગત્યના મેસેજ પડેલા હોય અને એ તમારાથી જ કે પછી તમારા ઘરના અન્ય કોઈ સભ્યથી ભૂલમાં ડીલીટ થઈ જાય તો?. કદાચ તમારા માથે તો આભ જ તૂટી પડે. એમાં પણ જો એ બેંકના કે અન્ય અગત્યના મેસેજ હોય તો તો પછી પત્યું જ સમજો. પણ હવે તમારે ગભરાવવાની જરૂર નથી.

અમે તમારી આ ભૂલને સુધારવા માટે નો એક રસ્તો શોધી નાખ્યો છે. તમે તમારા આ ભૂલથી ડીલીટ થઈ ગયેલા મેસેજને રિસ્ટોર કરી શકો છો.તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે તમે એન્ડ્રોઇડ ફોનમાં ભૂલથી ડીલીટ થઈ ગયેલા જરૂરી SMS ને કઈ રીતે રિકવર કરશો, બસ અપનાવી જુઓ આ એકદમ સરળ ટ્રિક્સ..

ફેસબુક અને વોટ્સએપ જેવી એપના જમાનામાં આપણા બધાની વચ્ચે હવે SMSથી વાત કરવાનો ટ્રેન્ડ તો જાણે સાવ ગાયબ જ થઈ ગયો છે. એટલે હવે આપણા ઈનબોક્સમાં એવા ઢગલાબંધ મેસેજ પણ નથી હોતા પણ ઘણી વાર આપણા ઈનબોક્સમાં કેટલાક જરૂરી મેસેજ પડેલા હોય છે. અને ક્યારેક ફોન ખરાબ થઈ જવાને કારણે કે પછી ફોનમાં બીજી કોઈ તકલીફના કારણે આ અગત્યના મેસેજ ડીલીટ થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આ મેસેજનું પણ બેકઅપ લઈ શકો છો.
તમારા મેસેજનું બેકઅપ લેવા માટે તમારે તમારા લેપટોપમાં એન્ડ્રોઇડ ડેટા રિકવરી સોફ્ટવેર નાખવું પડશે. ધ્યાનમાં રાખવા જેવી બીજી એક વાત એ છે કે આ રસ્તાનો ઉપયોગ ફક્ત એન્ડ્રોઇડ ડિવાઇસ માટે જ કરી શકાય તેમ છે.

હવે યુએસબી કેબલની મદદથી તમે તમારા ફોનને તમારા લેપટોપ સાથે કનેક્ટ કરી દો. એ પછી તમારા લેપટોપમાં એન્ડ્રોઇડ ડેટા રિકવરી સોફ્ટવેર શરૂ કરી દો. સોફ્ટવેર શરૂ કર્યા પછી ફોનના ક્યાં ડેટાને રિકવર કરવા છે એનો ઓપશન આવશે.

એ મેનુમાં મેસેજનો ઓપશન પસંદ કરો, એ પછી Next પે ક્લિક કરો, એ પછી સોફ્ટવેર ડીલીટ થઈ ગયેલા મેસેજને સ્કેન કરશે, એ પછી તમારા ફોનમાં USBની મદદથી fonepaw એપ ઇન્સ્ટોલ કરી લો.

હવે એ fonepaw એપને તમેં તમારા ફોનના મેસેજ માટે Allow કરી દો, એ પછી Scan Authorized Files પર ક્લિક કરો અને એ પછી તમને ડીલીટ મેસેજ દેખાશે હવે તમે એ મેસેજને રિસ્ટોર કરી દો. એટલે તમને તમારા ડીલીટ થયેલા મેસેજ ફરીથી રિકવર થયેલા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભૂલથી ડીલીટ કરેલા ટેક્સ્ટ મેસેજને કરવા છે રિકવર?તો અપનાવો આ સરળ ટ્રિક"
ટિપ્પણી પોસ્ટ કરો