કોરોના ઇફેક્ટ: સિદ્ધપુરનો કાત્યોકનો મેળો રદ્દ, આ લોકો નહિં જઇ શકે તર્પણવિધિ કરવા, જાણો બીજા નિયમો વિશે પણ
કોરોનાના કારણે દિવાળીના તહેવારો બાદ જે સ્થિતિ રાજ્યભરમાં સર્જાઈ છે તેના કારણે ફરીવાર રાજ્યમાં લોકડાઉન તો થશે નહીં પરંતુ ફરીવાર એવી સ્થિતિઓ સર્જાઈ છે કે જેમાં મેળા, ધાર્મિક પરંપરાઓ અને મંદિર બંધ રાખવાની ફરજ પડી છે. તેવામાં વધુ એક જાહેરાત શામળાજી મંદિર અને સિદ્ધપુરમાં ભરાતા કારતક મહિનાના મેળા અંગે કરવામાં આવી છે. દર વર્ષે સિદ્ધપુરમાં કારતક સુદ એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે તંત્રએ આ વર્ષે આ મેળાને મંજૂરી આપી નથી. તેથી આ વર્ષે સિદ્ધપુરમાં મેળો યોજાશે નહીં.
અહીં તર્પણ વિધિ કરવાને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. સિદ્ધપુરમાં રાજ્યમાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ કરવા આવે છે.
પરંતુ કોરોનાની સ્થિતિ વચ્ચે નક્કી ભીડ ન થાય અને સંક્રમણ ન ફેલાય તે માટે નિયમ કરવામાં આવ્યો છે કે તર્પણ વિધિમાં પરિવારના ફક્ત 3 જ વ્યક્તિ બેસી શકશે. આ ઉપરાંત અહીં વૃદ્ધો અને 10 વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ માટે જિલ્લા કલેકટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે જેમાં નોંધવામાં આવ્યું છે કે આ નિયમો 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. જાહેરનામા અનુસાર તર્પણ વિધિમાં ત્રણથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. માસ્ક વિના ઝડપાશે તેણે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. અહીં ઓટોમાં ફક્ત બે જ લોકોને બેસાડી શકાશે.
સિદ્ધપુરના પ્રસિદ્ધ માધુપાવડિયા ઘાટ આસપાસ અને સરસ્વતી નદીના કિનારાના 1 કિમી સુધીના વિસ્તારોમાં ચા, નાસ્તા, જમવાનું, રમકડાં જેવી લારીઓને ઊભા રાખવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જાણવા મળ્યાનુસાર વધતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સૌથી પહેલા અહીં 100થી વધુ ભૂદેવોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ સિવાય અન્ય એક સત્તાવાર જાહેરાત શામળાજી મંદિર તરફથી કરવામાં આવી છે. અહીં પણ કારતક માસની પૂનમે થતી ભીડને રોકવા માટે મંદિર ભક્તો માટે 4 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શામળાજી મંદિરમાં આગામી દિવસો સુધી ભગવાનની સેવા નિજ મંદિરમાં જ થશે. શામળાજી મંદિરમાં 30 નવેમ્બર સુધી ભક્તોને પ્રવેશ મળશે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના ઇફેક્ટ: સિદ્ધપુરનો કાત્યોકનો મેળો રદ્દ, આ લોકો નહિં જઇ શકે તર્પણવિધિ કરવા, જાણો બીજા નિયમો વિશે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો