નોકરી જતાં તારક મહેતા…ના પોપટલાલ હસતા મોઢે નીકળ્યા શાકભાજી વેચવા, પણ ઈચ્છા એવી છે કે….
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રની પોતાની એક અલગ કહાની છે અને અલગ જ ફેન ફોલોઈંગ છે. આ દિવસોમાં તમે શોમાં જોશો કે પોપટલાલ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પોપટલાલ કે જે બીજાઓની ઉંઘ હરામ કરી દેતા હતા હવે તેની ઉંઘ હરામ થઈ ગઈ છે. બન્યું એવું કે કોરોના લોકડાઉનની અસર પોપટલાલના જીવન પર પણ પડી છે. તૂફાન એક્સપ્રેસમાંથી તેણે નોકરી ગુમાવી દીધી છે. હવે તે પત્રકાર નથી રહ્યો.
હવે પોપટલાલ સામે મોટું સંકડ છે કે તેમને શું કરવું અને કઈ રીતે રોજીરોટી ચલાવવી. આવી સ્થિતિમાં પોપટલાલે કાર રિપેરિંગનું કામ શીખવાનું શરૂ કર્યું છે. તે શીખવા માટે તે સખત મહેનત કરે છે, પરંતુ ગેરેજમાં કામ કરતી વખતે તેને ઘણી મુશ્કેલીઓ આવે છે. હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યારે પોપટલાલ કારના ટાયરનો સ્ક્રુ ખોલવાનો પ્રયત્ન કરે છે પણ તેનો હાથ એ કરી શકતો નથી અને હથોડો હવામાં ઉછળે છે.
આ જોઈને આજુબાજુના લોકોના હોશ ઉડી જાય છે કારણ કે તમે ફક્ત કલ્પના કરી શકો છો કે જો ઉડતો હથોડો કોઈના માથા પર પડે તો શું થાય. આ ઘટના પછી પોપટલાલ સમજી ગયા કે મિકેનિકનું કામ તેમના માટે લાયક નથી અને તે બીજા કેટલાક કામની શોધમાં નીકળી ગયો. પોપટલાલ નવા કામ વિશે વિચારે છે, પછી તેની નજર વસાહતમાં શાકભાજી ખરીદતી મહિલાઓ પર પડે છે.
તેમને આ કામ બરાબર લાગે છે. કારણ કે આ કામ કરવાના લીધે એક તીરથી બે લક્ષ્યો સાધી શકે છે. એક તો તે શાકભાજી વેચીને પૈસા મેળવી શકે છે અને તે જ સમયે તેઓ તેમના જીવનસાથીની શોધ પણ પુરી કરી શકશે. બીજું, જ્યારે પુરુષો શાકભાજી ઓછા લેવા આવે છે અને સ્ત્રીઓ વધારે આવે છે, ત્યારે પોપટલાલ માટે જીવનસાથી મેળવવાની ઇચ્છા પણ પુરી કરી શકે છે અને તેને ઓપ્શન પણ મળે છે. હવે જોવાનું કે પોપટલાલ ખરેખર શાકભાજી વેચેશે અને શું તેને જીવનસાથી મળી શકશે?
ઉલ્લેખનીય છે કે, અનલૉક બાદથી દેશમાં 24 જૂનથી મોટાભાગની સિરિયલના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. હવે ચેનલ પાસે પણ એપિસોડ બેંક બની ગઈ છે. આથી જ 13 જુલાઈથી નવા એપિસોડ ટેલિકાસ્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી શરૂ થયા હતા.
‘તારક મહેતા’ના શોની કાસ્ટ તથા ટીમ મોટી છે. પ્રોડ્યૂસર્સ તથા ડાયરેક્ટર્સ કલાકારો તથા ક્રૂની સલામતીને લઈ ચિંતામાં હતાં. આથી જ શૂટિંગ શરૂ કર્યાં પહેલાં શોના ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ એક મૉક ટેસ્ટ પણ કરી હતી. 115 દિવસ બાદ આ સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નોકરી જતાં તારક મહેતા…ના પોપટલાલ હસતા મોઢે નીકળ્યા શાકભાજી વેચવા, પણ ઈચ્છા એવી છે કે…."
ટિપ્પણી પોસ્ટ કરો