11 દિવસથી શ્રેય હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહ્યાં હતાં લીલાવતીબહેન, અંતે આગમાં થયુ કરુણ મોત
-લીલાવતી બેન શાહને ૧૨ દિવસ પહેલા જ કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો.
-૧૧ દિવસથી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં જે આગ લાગી હતી તેમાં ૮ દર્દીઓનું દુઃખદ મૃત્યુ થયું છે. શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં નવરંગપુરા વિસ્તારના જ રહેવાસી એવા લીલાવતી બેન શાહ પણ આ આગનો ભોગ બનવા પામ્યા છે. લીલાવતી બેન શાહનો ૧૨ દિવસ પહેલા જ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ ટેસ્ટના પરિણામ પોઝેટીવ આવતા લીલાવતી બેન શાહને પહેલા SMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાર પછી લીલાવતી બેન શાહને કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા.
લીલાવતી બેન શાહ છેલ્લા ૧૧ દિવસથી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. મૃતક લીલાવતી બેનના પરિવારના સભ્યો જણાવે છે કે, રાતના સમયે ૧૦ વાગ્યાની આસપાસ લીલાવતી બેન શાહએ પોતાના દીકરા રાજુભાઈ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન લીલાવતી બેન શાહે પોતાના પુત્ર રાજુભાઈ સાથે વાત કરતા કહી રહ્યા હતા કે, મારે ઘરે આવવું છે, મારે ક્યારે ઘરે આવવાનું છે ?
લીલાવતી બેનના આ પ્રશ્નનો જવાબ આપતા રાજુભાઈએ કહ્યું હતું કે, આવતી કાલે તમને પહેલા માળ પર આવેલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યાર પછી રજા આપવામાં આવી શકે છે. પણ રાત્રિ દરમિયાન જ આગની દુર્ઘટના બની ગઈ અને તેમાં લીલાવતી બેન શાહનું મૃત્યુ થઈ ગયું હતું
ત્રણ દિવસ પહેલા જ તેમના પતિને રજા આપવામાં આવી હતી.:
લીલાવતી બેન શાહને શ્રેય હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા તેની પહેલા જ લીલાવતી બેનના પતિ ચન્દ્રકાંત શાહને પણ શ્રેય હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા હતા. અને ચંદ્રકાંત શાહને ત્રણ દિવસ પહેલા જ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. ચંદ્રકાંત શાહની સારવાર પેટે તેમણે હોસ્પિટલમાં ૬.૫૦ લાખ રૂપિયા પણ ભરી દેવામાં આવ્યા હતા.
મૃતક લીલાવતી બેન શાહની દૌહીત્રી પ્રિયાંશી શેઠ વધુ જણાવતા કહે છે કે, અમને બધાને સવારે સમયે મીડિયા દ્વારા શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની જાણકારી મળી હતી. અમે જયારે હોસ્પિટલ આવ્યા ત્યારે અમને ખબર પડી કે, નાનાને પણ અને આ જ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા, નાનાનું કહેવું હતું કે, હોસ્પિટલમાં તેમની સાથે અછૂત હોય તેવું વર્તન રાખવામાં આવતું હતું અને યોગ્ય રીતે નહી રાખવાના કારણે નાના પણ આવું કહેતા હતા કે, તેઓને પણ ઘરે આવવું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "11 દિવસથી શ્રેય હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર લઈ રહ્યાં હતાં લીલાવતીબહેન, અંતે આગમાં થયુ કરુણ મોત"
ટિપ્પણી પોસ્ટ કરો