ગૃહ મંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હળવા તાવના કારણે 18મી ઓગસ્ટે કરાયા હતા દાખલ

ગૃહ મંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી અપાઈ રજા – હળવા તાવના કારણે 18મી ઓગસ્ટે દાખલ કરાયા હતા

હાલ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક જ દિવસમાં એક સાથે બીજા 80000 કરોના સંક્રમિતોના કેસ ભારતમાં નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણે કોઈને પણ બક્ષ્યા નથી. તેમાં સામાન્ય માણસથી લઈને રાજકારણીઓનો પણ સમાવેશ થઈ જાય છે.

image source

થોડા સમય પહેલાં દેશના ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા જ દિવસમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. પણ ત્યાર બાદ 18મી ઓગસ્ટે તેમને હળવા તાવની ફરિયાદ થતાં ફરી પાછા તેમને દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ હોસ્પિટલમાં એડમીટ હતા. સતત 12 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે.

image source

18મી ઓગસ્ટના રહોજ 55 વર્ષિય ગૃહ મંત્રી અમિત શાહને શરીરમાં દુઃખાવો, થાક તેમજ ચક્કર અને હળવા તાવની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને પોસ્ટ કોવિડ કેર માટે દીલ્લીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર હોસ્પિટલના ડીરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં કરવામાં આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે 2જી ઓગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને તાત્કાલિક અહીંની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. ત્યાર બાદ 12 દિવસ બાદ એટલે કે 14મી ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટન નેગેટિવ આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. થોડા દિવસ તબિયત સારી રહ્યા બાદ 18મી ઓગસ્ટે તેમને ફરી તબિયત નરમ થવાની ફરિયાદ ઉઠી હતી અને તેમને દીલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સતત 12 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે અને આજે એટલે કે 31મી ઓગસ્ટની સવારે 7 વાગે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આજે વહેલી સવારે તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યુ હતું. તેમણે ઓણમના પવિત્ર તહેવાર પર શુભેચ્છાઓ પાઠવી હતી. અને ‘હેપ્પી ઓણમ !’ લખ્યું હતું.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઘણા બધા ટોચના પોલીટીકલ લીડર્સ જેમાં ચીફ મિનિસ્ટર્સ, યુનિયમ મિનિસ્ટર્સનો પણ સમાવેશ થાય છે તેમા કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે. હરિયાણાના ચીફ મિનિસ્ટર એમએલ ખટ્ટર, મધ્ય પ્રદેશના ચીફ મિનિસ્ટર શિવરાજ સિંઘ ચૌહાણ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચૂક્યો છે. આ સિવાય ગુજરાતમાં પણ ઘણા બધા નાના-મોટા રાજકારણીઓને કોરોના વાયરસનુ સંક્રમણ લાગી ચૂક્યું છે. જેમાંના કેટલાક સાજા થઈ ગયા છે તો વળી કેટલાકની ટ્રીટમેન્ટ હજુ પણ ચાલુ છે.

image source

છેલ્લા ચોવિસ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોના 78761 નવા કેસ નોંધાયા છે. અને તે સાથે જ ભારતે વૈશ્વિક ધોરણે એક નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 64000 કરતાં પણ વધારે લોકો કોરોના વયારસના સંક્રમણથી માર્યા ગયા છે.

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 36 લાખ ઉપર પહોંચી ગયો છે. સમગ્ર વિશ્વનો કોરોના સંક્રમણનો આંકડો જોઈએ તો અત્યાર સુધીમાં 2.4 કરોડ લોકો કોરોના સંક્રમણ ગ્રસ્ત થઈ ચૂક્યા છે. અને દુઃખની વાત એ છે કે આ વાયરસના ચેપથી સમગ્ર વિશ્વમાં 8.4 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલનો આંકડો જોતા ભારત આજે અમેરિકા તેમજ બ્રાઝીલ બાદ દુનિયાનોં ત્રીજો એવો દેશ છે જે કોરોના વાયરસના સંક્રમણથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ગૃહ મંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી અપાઈ રજા, હળવા તાવના કારણે 18મી ઓગસ્ટે કરાયા હતા દાખલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel