ઓનલાઈન પ્રોસેસથી ફક્ત 20 રૂપિયામાં સરળતાથી બનાવો બાળકનું બર્થ સર્ટિફિકેટ, જાણો ડોક્યૂમેન્ટ્સની પ્રોસેસ
હવે આપણા દરેક માટે પછી તે નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ બર્થ સર્ટિફિકેટ દરેકને માટે જરૂરી છે. બર્થ સર્ટિફિકેટ બનાવવાનું સરળ બન્યું છે. તમે ઘરે બેસીને ઓનલાઇન સર્ટિફિકેટ બનાવડાવી શકો છો. બર્થ સર્ટિફિકેટ જન્મથી લઇને, સ્કૂલ એડમિશન અને પાસપોર્ટના કામમાં પણ આવે છે. આ સિવાય જો તમે તમારા બાળકનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કરાવ્યું નથી તો તમે આ પ્રોસેસ ફોલો કરી શકો છો અને સર્ટિફિકેટ બનાવડાવી શકો છો.
જન્મના 21 દિવસમાં કરાવી લો રજિસ્ટ્રેશન
જન્મના સમયે મોટાભાગની હોસ્પિટલ જન્મને લોકલ બોડી જેમકે નગર નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે રજિસ્ટર કરાવી દે છે. આમ ન કરાય તો હોસ્પિટલ પોતાના ડિસ્ચાર્જ સ્લિપ કે બર્થ સર્ટિફિકેટ બનાવી આપે છે. આવા કિસ્સામાં તમને હોસ્પિટલથી જ બર્થ સર્ટિફિકેટ ન મળે તો તમે નગર નિગમની સાઇટ પર જઇને બર્થ સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. નગર નિગમની સાઇટ પર જઇને 21 દિવસમાં કરાવી લો રજિસ્ટ્રેશન.
1 વર્ષ કે તેનાથી જૂના કિસ્સામાં એસએમડીથી લો પરવાનગી
મોટાભાગના રાજ્યોમાં બર્થ સર્ટિફિકેટ માટે જન્મના 21 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જો આ નક્કી દિવસોમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો 1 વર્ષમાં પણ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડર બાદ જ રજિસ્ટ્રેશન થઇ શકે છે. જો એસડીએમ સર્ટિફિકેટ આપે છે તો તમે બર્થ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પોતાની અને પિતાની ભરો જાણકારી
તમારું બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે રજિસ્ટ્રેશન ફોર્મ પર પોતાની અને પોતાના પિતાની જાણકારી ભરવાની રહેશે.
એસડીએમને મળવાનું રહેશે
1 વર્ષથી જૂના કિસ્સામાં તમારે તમારા એરિયાના સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પાસે જઇને સવારે 9.30થી સાંજે 6.00 વાગ્યા સુધીમાં મળવાનું રહેશે. તમે એરિયાના એસડીએમની જાણકારી માટે રાજ્ય કે નગર નિગમની સાઇટ પર જઇ શકો છો.
અહીં બની શકે છે ઓનલાઇન બર્થ સર્ટિફિકેટ
રાજ્યોમાં ઓનલાઇન બર્થ સર્ટિફિકેટ લોકલ નગર નિગમ અને રાજ્ય સરકારની સાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરીને જમા કરાવી શકાય છે. આ ફોર્મ તમે ડાઉનલોડ કરીને પણ ડોક્યૂમેન્ટની સાથે જમા કરી શકો છો.
ઓનલાઇન ભરો જાણકારી
નગર નિગમ કે રાજ્ય સરકારની વેબસાઇટ પર જઇને બર્થ સર્ટિફિકેટનો વિકલ્પ ક્લિક કરો. પોતાની અને બાળકની જાણકારી ભરો, આ ફોર્મની પ્રિંટ કોપી કાઢી લો. તમે તે કોપીની સાથે ડોક્યૂમેન્ટ નિગમ ઓફિસમાં લઇ જાઓ. બર્થ સર્ટિફિકેટ માટે નગર નિગમ કે રાજ્યની વેબસાઇટ પર જઇને ક્લિક કરો.
સર્ટિફિકેટ બનાવવા માટે આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
ડોક્યૂમેન્ટ્સ
બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર રહેશે.
– હોસ્પિટલના ડિસ્ચાર્જ સ્લિપ અને પેપર
– હોસ્પિટલનું આપેલું જન્મનું પ્રમાણપત્ર
– એડ્રેસ પ્રૂફ
1 વર્ષથી વધારે જૂના કિસ્સામાં આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે
– એપ્લિકેશન ફોર્મ
– બર્થનું પ્રૂફ
– રાશન કાર્ડની કોપી
આ રાજ્યોમાં ઓનલાઇન બનાવડાવી શકાશે બર્થ સર્ટિફિકેટ
દિલ્લી, યૂપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનલાઇન બર્થ સર્ટિફિકેટ બનાવી શકાય છે.
– બર્થ સર્ટિફિકેટની સિંગલ કોપી તમને ફ્રીમાં મળશે. વધારે કોપી માટે તમારે ફી આપવાની રહે છે.
ફી- બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે ઓછામાં ઓછી 20 રૂપિયાની ફી એક કોપી માટે લાગે છે.
ક્યાં સુધી મળશે બર્થ સર્ટિફિકેટ
– તમને 7 દિવસથી લઇને 21 દિવસમાં બર્થ સર્ટિફિકેટ મળી જશે.
– તમે આ બર્થ સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. નગર નિગમની ઓફિસ પરથી પણ કોપી મેળવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ઓનલાઈન પ્રોસેસથી ફક્ત 20 રૂપિયામાં સરળતાથી બનાવો બાળકનું બર્થ સર્ટિફિકેટ, જાણો ડોક્યૂમેન્ટ્સની પ્રોસેસ"
ટિપ્પણી પોસ્ટ કરો