આ દેશમાં પ્રવાસીઓ ખાસ જોવા જાય છે લાકડાનું 24 માળનું આ ઘર, જાણો તેની પાછળ શું છે ખાસ કારણ
વિશ્વભરના માણસો પોતાના અને પોતાના પરિવાર માટે એક સલામત અને સુવિધાવાળું ઘર ઈચ્છે છે અને મોટાભાગના લોકો પાસે પોતપોતાની સ્થિતિ મુજબનું ઘર હોય છે. એ ઉપરાંત પ્રાચીન સમયથી અલગ અલગ સામગ્રી વડે ઘર બનાવાતા હતા જેમાં સમય અનુસાર ફેરફારો થતા ગયા. પહેલા માટી અને માટીના બનાવેલા બેલાથી ઘરો બનાવાતા, ક્યાંક વળી તેના લાકડાનો પણ ઉપયોગ થવા લાગ્યો ટૂંકમાં જેમ જેમ આધુનિક સામગ્રીઓ આવતી ગઈ તેમ તેમ ઘર બનાવવાના ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ બદલાતી ગઈ અને ઘરને વધુને વધુ મજબૂત તેમજ સલામત બનાવવામાં કાર્ય થયું.

હાલમાં તો ઘર બનાવવા માટે સિમેન્ટ, પથ્થર, રેતી, કપચી અને એવું કેટલીય સામગ્રી વપરાય છે પરંતુ વિશ્વમાં એક ઇમારત એવી પણ છે જેમાં ફક્ત તેના પાયાને બાદ કરતા આખું ઘર બનાવવામાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ આ ઘર કોઈ એક કે બે માળનું નહિ પણ 24 માળનું છે અને તેની ઊંચાઈ 99.9 મીટર છે. લાકડાના ઉપયોગ કરીને આટલી ઊંચાઈ વાળું ઘર બનાવવું આપણા માટે તો આશ્ચર્યની વાત જ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી એવા આ ઘરમાં 150 થી વધુ ઓરડાઓ પણ છે. ઘરની મજબૂતી પણ વજન સહન કરી શકે તેવી છે અને તેના માટે ઘરમાં દેવદાર પ્રકારના લાકડાનો ઉપયોગ થયો છે. ઘરની દીવાલથી માંડીને છત સુધી તમામ ભાગો લાકડા વડે જ બનાવેલા છે.

આ ઘર ચીનના ગુઈઝોઈ પ્રાંતમાં આવેલા યિંગશાન શહેરમાં આવેલું છે અને હાલમાં આ ઘર ખાલી પડેલું છે. જો કે કોરોના વાયરસના આગમન પહેલા સુધી આ ઘરને જોવા માટે અહીં પ્રવાસીઓની ભારે ભીડ રહેતી અને અહીં દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હતા. સ્થાનિક ક્ષેત્રે પ્રવાસીઓ માટે આ ઘર ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ છે.

ઉલ્લેખનીય છે કે લાકડાના આ ઘરનું નિર્માણ આર્કિટેક્ટ સુઈ હેન્ગએ કર્યું છે. સુઈ હેન્ગના કહેવા મુજબ આ ઘર બનાવવા માટેની ડિઝાઇન તેણે ત્રણ વર્ષ પહેલા જ બનાવી લીધી હતી અને એક વર્ષથી વધુનો સમય તેની રૂપરેખા તૈયાર કરવામાં વીત્યું હતુ પરંતુ ઘર બનાવવા માટે તેને બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ દેશમાં પ્રવાસીઓ ખાસ જોવા જાય છે લાકડાનું 24 માળનું આ ઘર, જાણો તેની પાછળ શું છે ખાસ કારણ"
ટિપ્પણી પોસ્ટ કરો