બોલીવુડ અભિનેત્રી રેખાએ નેહા કક્કરને આપી ખાસ ગિફ્ટ, અને એવુ કહ્યુ કે…..
ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલના નવા એપિસોડમાં ફરી એકવાર મહેમાન તરીકે બોલિવૂડની સુંદર અભિનેત્રી રેખાની એન્ટ્રી થવા જઈ રહી છે.
રેખા આ સમય દરમિયાન તેમની હાજરીથી ઇન્ડિયન આઇડોલના આખા સેટ અને સ્પર્ધકોની સાથે ત્રણેય જજ હિમેશ રેશમિયા, વિશાલ દદલાની અને નેહા કક્કરને પણ મોહિત કરશે.
છેલ્લા દિવસોમાં નેહા કક્કરને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નીતુ કપૂર તરફથી એક ખાસ ગિફ્ટ મળી હતી, જ્યારે હવે રેખા નેહા કક્કરને ખાસ ગિફ્ટ આપવા જઈ રહી છે.
ખરેખર તાજેતરમાં સોશિયલ મીડિયા પર નેહા અને રેખાના ઇન્ડિયન આઇડોલ 12 ના સેટની કેટલીક તસવીરો વાયરલ થઈ છે અને સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ આવી રહી છે.
રેખાએ નેહાને ગિફ્ટમાં આપી કાંજીવરામ સાડી:
ખરેખર ઇન્ડિયન આઇડોલ 12 ના સેટ પરથી રેખા અને નેહાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે અને તેમાં જોઈ શકાય છે કે રેખાએ નેહા કક્કરને કાંઝીવરમ સાડી ગિફ્ટ કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે નેહા કક્કર દુલ્હન બની છે અને આવી સ્થિતિમાં રેખાએ તેને સાડી ગિફ્ટ કરી હતી. તમે જોઈ શકો છો કે રેખાએ નેહાને માત્ર સાડી ગિફ્ટમાં આપી જ નહીં, પરંતુ તેને પહેરવામાં પણ મદદ કરી.
સાડીને નેહાએ જણાવી આશીર્વાદ:
નેહા કક્કરે રેખા દ્વારા આપેલી સાડીની ગિફ્ટ પર કહ્યું કે, ‘હું કેટલી ખુશ છું, હું શબ્દોમાં તેનું વર્ણન કરી શકતી નથી. આ સાડી એક આશીર્વાદ છે જે મને રેખા મેમ તરફથી મળી છે અને તે મારા માટે હંમેશા ખૂબ ખાસ રહેશે. દરેક લોકો રેખા મેમથી ડરે છે અને હું તેમાંની એક છું. તેમને મળવું અને ગિફ્ટ મેળવવી મારા માટે ખૂબ જ ખાસ છે.’
આ સાથે જ અભિનેત્રી રેખાએ કહ્યું કે, ‘એવું હંમેશાં કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ ન્યૂ મેરિડ કપલને મળો ત્યારે તેમને પોતાના આશીર્વાદ આપવા જોઈએ.
મારું માનવું છે કે સાડી એક સૌથી સુંદર ડ્રેસ છે જેને કોઈપણ પહેરી શકે છે, તેથી મેં નેહાને ગિફ્ટ તરીકે સાડી આપવાનું નક્કી કર્યું.’
નોંધપાત્ર વાત એ છે કે ઓક્ટોબર 2020 માં નેહા કક્કરે પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. કોરોના રોગચાળાને કારણે, ઘણા મહેમાનો લગ્નમાં શામેલ થઈ શક્યા ન હતા.
રેખાએ નેહાને કહ્યું, ‘હું રોહનપ્રીત સિંહને મળી ચુકી છું. પહેલા તમે મને તમારા લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું. ત્યારે તેના પર નેહા કહે છે કે, જો મને ખબર હોત કે તમે મને જાણો છો, તો મે તમને મારા લગ્નમાં જરૂર આમંત્રણ આપ્યું હોત.
ડાન્સનો તડકો પણ લગાવશે રેખા:
રેખા તેના સમયની ટોપ અભિનેત્રી રહી ચુકી છે. તેણે પોતાની સ્ટાઈલ અને સુંદરતાની સાથે ચાહકોને પોતાના ડાંસથી પણ દિવાના બનાવ્યા છે. ઇન્ડિયન આઇડોલમાં પણ રેખાના બેસ્ટ ડાન્સનો સીન જોવા મળશે.
સોની ટીવીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઘણા વિડિઓઝ શેર કર્યા છે. તેમાંથી એક વીડિયોમાં રેખા ‘નિગાહિં મિલાને કો જી ચાહતા હૈ’ ગીત પર ડાન્સ કરી રહી છે. દરેક વ્યક્તિ તેમના ડાંસને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે. આ સાથે જ તે શોમાં ઢોલક વગાડતી પણ જોવા મળી રહી છે
0 Response to "બોલીવુડ અભિનેત્રી રેખાએ નેહા કક્કરને આપી ખાસ ગિફ્ટ, અને એવુ કહ્યુ કે….."
ટિપ્પણી પોસ્ટ કરો