ઘરે બ્લીચ કરતી વખતે ખાસ રાખો આ બાબતોનુ ધ્યાન, નહિં તો પસ્તાશો
હોમ બ્લીચ
મોટાભાગે મહિલાઓ પોતાના ચહેરાને ક્લીન એન્ડ ક્લીયર રાખવા માટે બ્લીચને એક સારા વિકલ્પ તરીકે માનવામાં આવે છે. બ્લીચની મદદથી ચહેરા પર રહેલ અણગમતા વાળના રંગને આછા કરી દે છે કે પછી ચહેરાના રંગ જેવા કરી દે છે જેથી કરીને આપના ચહેરા પર રહેલ વાળને કોઈ જોઈ શકે નહી. ઉપરાંત આપના ચહેરા પર નિખાર પણ વધારી દે છે. બ્લીચીંગ એક એવી પદ્ધતિ છે જેમાં ચહેરાની સ્કીનને નુકસાન પહોચાડ્યા વિના ચહેરા પર રહેલ અણગમતા વાળને છુપાવી શકવા સક્ષમ છે. બ્લીચીંગ કરીને ચહેરા પરના ટેનિંગને હટાવી શકાય છે. તેમ છતાં આપે આપના ચહેરા પર બ્લીચ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેના લીધે આપ આપની સ્કીનને નુકસાન થતા બચાવી શકો છો આ સાથે જ આપને બ્લીચના વધુ સારા પરિણામ પણ મેળવી શકશો. ચલો જાણીએ બ્લીચ વિષે વધુ માહિતી.

-સૌપ્રથમ આપે બ્લીચ કરતા પહેલા બ્લીચનો પેચ ટેસ્ટ કરવાનો રહેશે. આ પેચ ટેસ્ટ આપ આપના કાનની પાછળની બાજુ કે પછી હાથની ત્વચા પર બ્લીચ લગાવીને કરી શકો છો. જો આપને આ પેચ ટેસ્ટ દરમિયાન કોઇપણ પ્રકારની બળતરા થાય છે કે પછી અસહ્ય ખંજવાળ આવી રહી હોય તો આપે આ બ્લીચ કરવું જોઈએ નહી. પણ જો આપને કોઇપણ પ્રકારની સમસ્યા નથી જોવા મળતી તો ત્યાર પછી જ આપ બ્લીચને આપના ચહેરા પર અપ્લાઈ કરી શકો છો.

-જો આપને ચહેરા પર બ્લીચ લગાવી લીધા પછી ખુબ જ બળતરા થવા લાગે છે તો આપે તાત્કાલિક જ બ્લીચને ચહેરા પરથી હટાવી દેવું જોઈએ અને ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લેવો જોઈએ. જો આપ તાત્કાલિક બ્લીચને ત્વચા પરથી દુર નહી કરો તો આપની સ્કીન પર રેશીઝ કે પછી રેડનેસની તકલીફનો સામનો કરવો પડી શકે છે.

-આપ જયારે બ્લીચને ચહેરા પર લગાવી રહ્યા હોવ ત્યારે આ બ્લીચ ભૂલથી પણ આપના ચહેરાની ત્વચા સિવાયના અંગો જેવા કે, આંખ, હોઠ, આઇબ્રો કે પછી વાળ પર લાગવું જોઈએ નહી. તેમ છતાં જો ભૂલથી લાગી જાય છે તો આપે બ્લીચને તરત જ ત્યાંથી બ્લીચ ક્રીમને ધોઈ લેવી જોઈએ.
-આપે હંમેશા સારી કંપનીનું જ આપને સ્કીનને સ્યુટેબલ બ્લીચનો જ પ્રયોગ કરવો જોઈએ.

-જો આપ બ્લીચનો ચહેરા પર વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છો તો એનાથી આપના ચહેરાની સ્કીનને નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે આપે શક્ય હોય તો એક એ બે મહિનામાં એકવાર બ્લીચનો પ્રયોગ કરવો જોઈએ.

-જો આપને ચહેરા પર બ્લીચ લગાવ્યા પછી એલર્જી થાય છે કે પછી ચહેરા પર લાલ રંગના દાણા ઉપસી આવે છે તો આપે તાત્કાલિક જ બ્લીચને ચહેરા પરથી હટાવી લેવું જોઈએ. અને ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લેવો કે પછી મુલાયમ કપડામાં બરફને લપેટીને લગાવવો.

-આપે બ્લીચ કરી લીધા પછી ક્યારેય સાબુ કે પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ નહી. બ્લીચ કરી લીધા પછી આપે હળવા હાથથી ચહેરાની મસાજ કરી શકો છો. આપે ધ્યાન રાખવું કે, આપે ચહેરા પર બ્લીચ કરી લીધા પછી તાપમાં બહાર જવું જોઈએ નહી.

-આપ જયારે ચહેરા પર બ્લીચ ક્રીમ લગાવી દો છો ત્યાર પછી આપે આપની આંખો પર ગુલાબ જળમાં ડુબાડેલ કોટન બોલ મુકવા જોઈએ. આમ કરવાથી આપની આંખોમાં બળતરા થશે નહી ઉપરાંત આપની આંખોને ઠંડકનો અનુભવ થશે. પણ જો આપને ચહેરા પર ક્યાંક ઘાવ પડી ગયો હોય તો આપે ઘાવ ના ભરાઈ જાય ત્યાં સુધી બ્લીચ કરવું જોઈએ નહી.

-જો આપની સ્કીન સેંસેટીવ છે તો આપે ચહેરા પર બ્લીચ કરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત અસ્થમાના દર્દીઓએ પણ બ્લીચ કરવાનું ટાળવું જોઈએ.
-આપે ચહેરા પર બ્લીચ અપ્લાઈ કરતા પહેલા ચહેરાને યોગ્ય રીતે સાફ કરી લેવો. આપ ચહેરાને સાફ કરવા માટે ક્લીન્ઝીંગ મિલ્ક કે પછી બરફના પાણીથી પણ આપ ચહેરાને સાફ કરી શકો છો. આવી રીતે ચહેરાને સાફ કરવાથી આપને બ્લીચના વધુ સારા પરિણામ મળી શકશે.

-જો આપ બહાર તાપ માંથી આવ્યા હોવ તો આપે તાત્કાલિક બ્લીચ કરવું જોઈએ નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઘરે બ્લીચ કરતી વખતે ખાસ રાખો આ બાબતોનુ ધ્યાન, નહિં તો પસ્તાશો"
ટિપ્પણી પોસ્ટ કરો