કોરોના સામે ની જંગ જીતી જશે ભારત…આ માહિતી પર થી ચોક્કસ છે આ વાત

પૂરી દુનિયા છેલ્લા ઘણા મહિનાથી કોરોના નામની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસે માત્ર કરોડો લોકોની જિંદગીને અસર પહોંચાડી છે એટલું જ નહિ દેશની અર્થવ્યવસ્થાને પણ માઠી અસર પહોંચાડી છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ છે અને તે છે અત્યારે કોવિડ-૧૯ મહામારીની હાલતમાં રિકવરીના કેટલાક સંકેતો મળ્યા છે. રિકવર થયેલ અને એકટીવ કેસ વચ્ચે જણાતો ગેપ આશાનું કિરણ દર્શાવે છે.

image source

રાત સુધીમાં, સમગ્ર ભારતમાં ચેપ લાગેલ 1,582,730 (64.4%) માંથી 1,019,297 લોકો આ રોગમાંથી સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 33,236 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસના 528,459 સક્રિય કેસ (કુલ કેસના 33.4%) છે. આજે વિશ્વની સાથે સાથે તમામ દેશવાસી પણ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એ જ સવાલ જાણવા ઇચ્છે છે કે કોરોના વાયરસનો ભારતમાં કયારે ખાત્મો થશે અને કયારે આપણે સામાન્ય જિંદગી તરફ પાછા આવશું?

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોના મૃત્યુદર CCFR વૈશ્વિક CFRના મુકાબલે ઘણો ઓછો છે. ૧૯ જુને તે ૩.૩ ટકા હતો જે બુધવારે ઘટીને ૨.૨૩ ટકા થયો. પ્રભાવી રણનિતી, આક્રમક તપાસ અને યોગ્ય મેનેજમેન્ટ ને પગલે ૬ દિવસથી રોજ ૩૦,૦૦૦ લોકો સાજા થઇ રહ્યા છે. દેશમાં ૬૪.૪ ટકા દર્દી સાજા થયા છે. વૈશ્વિક સરેરાશ ૬૧.૯ % થી વધુ છે. દિલ્હીમાં રિકવરી રેટ ૮૯ ટકા છે. મહારાષ્ટ્રમાં ૨,૩૯,૭૫૫ દર્દી તો તામિલનાડુમાં ૧૭૨૮૮૩ દર્દી સાજા થયા છે. આ ત્રણ રાજ્યોમાં જ ૫૩ ટકા રીકવરી રેટ છે.

image source

કોરોના વાયરસ સામે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ભારતમાં ૧૦ લાખ લોકોએ આ મહામારી સામે જંગ જીતી લીધો છે. ભારતમાં અત્યાર સુધી લગભગ ૧૫.૬૭ લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે. જેમાં ૧૦ લાખ લોકોનું સ્વસ્થ થવું રાહતભર્યા સમાચાર છે. દેશમાં કોરોનાના હાલ ૫.૨૫ લાખ એકિટવ કેસ છે.

દુનિયામાં અત્યાર સુધી ૧.૭૦ કરોડ લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂકયા છે. જેમાં ૧.૦૫ કરોડ લોકો બીમારીમાંથી રિકવર થઈ ગયા છે. આમ દુનિયાનો એવરેજ રિકવરી રેટ ૬૨%ની નજીક છે. ભારતમાં કોરોના સામે રિકવરી રેટ દુનિયાના એવરેજથી સારો છે. કોવિડ-૧૯ ઇન્ડિયાના મતે ભારતમાં બુધવારે રાત્રે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના કુલ ૧૫.૬૭ લાખ કેસ હતા. જેમાં ૧૦.૦૭ લાખ લોકો કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ગયા છે. જે પરથી લાગે છે કે ભારત કોરોના સામે જંગ જીતી જશે.

image source

દેશની વાત કરવામાં આવે તો દિલ્હી સહિત કેટલાક રાજયોમાં રિકવરી રેટ દ્યણો સારો છે.  દિલ્હીમાં ૧.૩૩ લાખ સંક્રમિતોમાંથી ૧.૧૮ લાખ લોકો ફરી સ્વસ્થ થઈ ગયા છે. દિલ્હીમાં રિકવરી રેટ ૮૯% છે. જોકે બધા રાજયોની સ્થિતિ આવી નથી. દેશમાં હાલના સમયે મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં એક લાખ કે તેનાથી વધારે કેસ છે. જેમાં કર્ણાટક (૪૪%)અને આંધ્ર પ્રદેશમાં (૪૬%)માં ૫૦%થી પણ ઓછો રિકવરી રેટ છે. મહારાષ્ટ્રમાં ૫૯%અને તમિલનાડુમાં ૭૩% રિકવરી રેટ છે.

અમેરિકામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. અહીં લગભગ ૨૨ લાખ લોકો આ મહામારીને હરાવી સ્વસ્થ થયા છે. અહીં રિકવરી રેટ ૫૦% થી ઓછા છે. બીજી તરફ કતારમાં ૯૭%, ચિલીમાં ૯૨% અને રશિયામાં ૭૩% રિકવરી રેટ છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "કોરોના સામે ની જંગ જીતી જશે ભારત…આ માહિતી પર થી ચોક્કસ છે આ વાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel