છોકરીની નકલી પ્રોફાઈલ બનાવીને કરતો હતો ચેટ, અને પછી કર્યું કંઇક એવું કે…
વર્તમાન સમયમાં લોકો માટે સૌથી વધારે જરૂરી પૈસા બનતા જઈ રહ્યા છે, ત્યારે લોકો પૈસા માટે કાઈ પણ કરી બેસતા હોય છે. આવા જ પ્રકારની એક ઘટના યુપીના કાનપુરમાંથી સામે આવી છે. અહી દેવું ચુકવવા માટે પોતાના મિત્ર ધર્મકાંટાના મેનેજર એવા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એના ઘરના લોકો પાસેથી ૨૦ લાખ રૂપિયાની રકમ ખંડણી સ્વરૂપે માંગવામાં આવી હતી. જ્યારે માંગેલી રકમ ખંડણી સ્વરૂપે ન મળી તો નશીલું કોલ્ડ્રીંક પીવડાવીને એનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ત્યાર બાદ યુવકની લાશને મૃત્યુ પામતા જ કુવામાં ફેંકી દેવામાં આવી હતી.
પૈસાની લાલચમાં મિત્ર બન્યો મિત્રનો દુશ્મન

આ ઘટના ઘટ્યાના લગભગ ૧૩ દિવસ પછી મંગળવારના દિવસે પોલીસ સાથેની મુઠભેડમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, ત્યારબાદ આ આખીયે ઘટના સામે આવી હતી. જો કે પોલીસના જણાવ્યા પ્રમાણે જેણે આ યુવકનું અપહરણ કરીને એને મોતને ઘાટ ઉતારી દીધો હતો એ એનો જ મિત્ર હતો. આ યુવક પોતાના જ મિત્રને ફસાવવા માટે યુવતી બનીને એની સાથે વાત કરતો હતો. આ પ્રકારે હની ટ્રેપમાં એને ફસાવવામાં આવ્યો હતો અને પછી અડધી રાત્રે મળવા બોલાવીને આ ગુન્હાને અંજામ આપવામાં આવ્યો હતો.
રકમ ચુકવવા માટે પરિવારને પાંચ દિવસનો સમય

પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઇ હતી, ત્યારે તપાસમાં સામે આવેલ મળેલી માહિતી પ્રમાણે ભોગનીપુર પોલીસ સ્ટેશનના ગામ ચૌરાના નિવાસી શિવનાથ પાલના 24 વર્ષના દીકરા બૃજેશ પાલનું ભોગનીપુર ચાર રસ્તા પાસે સ્થિત નેશનલ ધર્મકાંટા પરથી જ 15 જુલાઈની મોડી રાત્રે અપહરણ થયું હતું. ત્યાર બાદ બીજા દિવસે એમના ઘરે ૨૦ લાખ રૂપિયા ખંડણી માટે ફોન કરવામાં આવ્યો હતો. આ સાથે જ આ રકમ ચુકવવા માટે પરિવારને પાંચ દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો.
બંને વચ્ચે ક્યારેય ફોન પર વાત થઇ ન હતી

પોલીસને આ વાતની શંકા આ વાતની માહિતી દ્વારા ગઈ કે બૃજેશ બે મોબાઈલ રાખતો હતો. જેમાંથી એકમાં વોટ્સએપ ચલાવતો હતો અને બીજાનો ઉપયોગ કોલ માટે કરતો હતો. જો કે અપહરણ થયું હતું ત્યારે તે વોટ્સએપ વાળો મોબાઈલ ઘરે જ ભૂલી ગયો હતો. મોબાઈલની તપાસમાં જાણવા મળ્યું હતું કે બૃજેશ સાક્ષી નામની યુવતી સાથે ઘણા દિવસથી વાત કરતો હતો. જો કે આ બંને વચ્ચે ક્યારેય ફોન પર વાત થઇ ન હતી. જો કે અપહરણ થયું એ પહેલા એટલે કે ૧૫ જુલાઈની મોદી રાત્રીએ પણ એમની વચ્ચે વાત થઇ હતી. જેમાં ચેટમાં જ સાક્ષીએ બૃજેશને પોતાના ઘરની બહાર મળવા આવવા કહ્યું હતું.
સીમકાર્ડ નકલી આઈડીથી લેવામાં આવ્યું હતું

પોલીસે વધારે તપાસ કરતા મળેલ મોબાઈલમાંથી ચેટને પણ રિકવર કરાવી હતી. જેમા સામે આવેલા એક ડઝન નંબર સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતા. આ નંબરમાંથી જાણવા મળ્યું હતું કે સાક્ષીનો નંબર ઘટનાની રાત્રીથી જ બંધ બતાવતો હતો. આ કારણે પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે આ નંબરની તપાસ શરુ કરી હતી. જો કે આ નંબરની વધારે વિગતો કઢાવતા ખબર પડી હતી કે આ સીમકાર્ડ નકલી આઈડીથી લેવામાં આવ્યું હતું. જો કે સર્વેલન્સની બી પાર્ટીની સીડીઆર કઢાવવામાં આવી હતી જેના દ્વારા પોલીસ સુબોધ સુધી પહોંચી હતી.
આરોપી લાશને ગામના કુવામાં નાખી આવ્યો હતો

આ કેસની તપાસ કરી રહેલા એસપીને થયેલી શંકાના આધારે પાડોશી ગામ કાન્હાખેડામાં રહેતા બૃજેશના મિત્ર સુબોધ સચાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે સુબોધે બે ટ્રક ફાયનાન્સ પર લીધા હતા, જેના પૈસા ચૂકવવાના બાકી હતા. આ ટ્રકમાંથી એક એ પોતે જ ચલાવતો હતો. કાંટા પર આવતા જતા એની ઓળખાણ બૃજેશ સાથે થઇ હતી. દેવું ચુકવવા માટે એણે જ ૧૫ જુલાઈની રાત્રે મેસેજ દ્વારા બૃજેશને મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ ખંડણીની રકમ માંગી હતી અને આ રકમ ન મળતા નશીલું પીણું પીવડાવીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પછી લાશને પોતાની કારમાં રાખીને ગામના કુવામાં નાખી આવ્યો હતો. આ માહિતી એના આપ્યા પછી જ ત્યાંથી બૃજેશના શબને કાઢવામાં આવ્યું હતું.
મોટાભાઈ રાજેશે કપડા દ્વારા ભાઈને ઓળખી લીધો

કેસની તપાસ કરી રહેલા એસપીના જણાવ્યા પ્રમાણે લાશ એટલી બગડી ગઈ હતી કે પિતા પણ દીકરાને ઓળખી નોહતા શકતા. મોટાભાઈ રાજેશે કપડા દ્વારા ભાઈને ઓળખી લીધો હતો. એસપીના જણાવ્યા પ્રમાણે સુબોધે એકલાએ જ આ હત્યા કરી હતી. અને હત્યા કર્યા પછી જ ખંડણી પણ માંગી હતી. જો કે હાલમાં એને પકડી લેવામાં આવ્યો છે, એના પગમાં ગોળી પણ વાગી છે.
સીએમ દ્વારા રસુકા લગાડવા નિર્દેશ, પરિવારને સહાય

આ ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા એમને પાંચ લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. આ સાથે જ આરોપી સામે સામે રાસુકા લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસની જવાબદારી પણ નક્કી કરવા કહ્યું છે. વધુમાં એમણે આ મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થાય એ અંગે જણાવ્યું છે, જેથી આરોપીને જલ્દી સજા અપાવી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "છોકરીની નકલી પ્રોફાઈલ બનાવીને કરતો હતો ચેટ, અને પછી કર્યું કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો