શું તમે જાણો છો પહેલાના સમયમાં લોકો પોપકોર્નનો કેવી રીતે કરતા હતા ઉપયોગ?

બાળકો માટે પ્રિયા નાસ્તો એટલે કે પોપકોર્ન. પોપકોર્ન આમ તો દેશી મકાઈના દાણામાંથી જ બને છે પણ ઝડપથી તૈયાર થઇ જવાને કારણે બાળકોમાં તે પ્રિય છે. ફક્ત બાળકો જ નહિ પણ મોટેરાઓને પણ પોપકોર્ન શોખથી ખાતા હોય છે. ખાસ કરીને સિનેમાઘરમાં ફિલ્મ જોવા ગયા હોઈએ ત્યારે જો પોપકોર્ન ન મળે તો એમ જ લાગે જાણે ફિલ્મ અધૂરી રહી ગઈ હોય. ટૂંકમાં કહીએ તો પોપકોર્નએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન મેળવી લીધું છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે પોપકોર્ન વિષે રોચક માહિતી જાણીશું.

image source

તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ પોપકોર્ન આજથી લગભગ 4000 વર્ષ પહેલા ખાવાના ઉપયોગ માટે નહિ પણ શણગારના ઉપયોગમાં લેવાતી હતી અને તેના પાછળનું કારણ પણ રોચક છે.

image source

અસલમાં દુનિયામાં સૌપ્રથમ અમેરિકાના મૂળ નિવાસી લોકોએ પોપકોર્ન ખાવાનું શરુ કર્યું હતું અને બાદમાં ત્યાં રહેતા યુરોપિયન લોકોએ પણ અમેરિકનોને જોઈને પોપકોર્ન ખાવાનું શરુ કરી દીધું.

image source

વળી, વિશ્વની સૌપ્રથમ પોપકોર્ન બનાવી શકાય તેવું મશીન લગભગ 134 વર્ષ પહેલા એટલે કે લગભગ 1885 માં બનાવવામાં આવ્યું હતું અને તે મશીનના શોધક અમેરિકાના રહેવાસી એવા ચાર્લ્સ ક્રેટર હતા. જો કે એ સમયે તેણે એ મશીન મગફળી બાફવા માટે બનાવ્યું હતું અને પછી તેનો ઉપયોગ પોપકોર્ન બનાવવા માટે પણ થવા લાગ્યો.

image source

બ્રિટિશ સમાચાર સંસ્થા બીબીસીના એક અહેવાલ મુજબ ઇતિહાસકાર ઇન્ડ્ર સ્મિથ લખે છે કે ચાર્લ્સ ક્રેટર અને તેના સહાયક પોતાની શોધ એટલે કે પોપકોર્ન બનાવવાના મશીનને વર્ષ 1893 માં વર્લ્ડ ફેયરમાં લઈને ગયા હતા. ત્યાં બન્ને માણસોને બોલાવીને મશીનમાં તૈયાર કરેલી પોપકોર્ન ચખાડતા હતા અને મશીન સાથે એક બેગ પણ મફત આપવાની સ્કીમ આપતા હતા. આજના સમયે ચાર્લ્સ ક્રેટરની કંપની અમરિકામાં પોપકોર્ન મશીન બનાવતી સૌથી મોટી કંપની બની ગઈ છે.

image source

એવું પણ કહેવાય છે કે પોપકોર્નની શોધ લગભગ 4000 વર્ષ પહેલા મેક્સિકોમાં થઇ હતી. ત્યારે પોપકોર્ન ચામાચીડિયા રહેતા હતા એવી એક ગુફામાંથી મળ્યા હતા અને તે સમયે તેને ખાદ્યસામગ્રી પણ નહોતી માનવામાં આવતી. તેમજ તેનો ઉપયોગ શણગાર કરવા માટે કરવામાં આવતો અને લોકો તેના વડે ગળા અને માથાના ઘરેણાં બનાવતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું તમે જાણો છો પહેલાના સમયમાં લોકો પોપકોર્નનો કેવી રીતે કરતા હતા ઉપયોગ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel