સાત દિવસમાં છુપાયેલું છે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનું રહસ્ય, આ આખી સ્ટોરી જાણીને તમે પણ ચોંકી જશો
વર્તમાન સમયમાં જ્યારે આખાય વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે આ લોકડાઉન વચ્ચે સુશાંત સિંહના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આ આત્મહત્યાના કારણે અનેક સવાલો ઉભા થયા હતા. અનેક લોકોએ CBI તપાસની પણ માંગ ઉઠી હતી અને બોલીવુડમાં ઘણો ઉહાપોહ થયો હતો. આવા સમયે હવે સાત દિવસમાં છુપાયેલા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુને લઈને ચર્ચાઓ વધી રહી છે, ત્યારે અમે આપને જણાવી રહ્યા છીએ એ તમામ વાતો જેની ચર્ચાઓ વર્તમાન સમયે ચાલી રહી છે.

ઘટના ક્રમની શરૂઆત થઇ હતી ૭ જુનના દિવસથી
કોરોના વાયરસના કારણે મુંબઈમાં પણ લોકડાઉન હતું. મુબઈમાં ચાલતા લોકડાઉન દરમિયાન શુટિંગ પણ બંધ હતી અને ઘરથી બહાર આવવા જવાનું પણ બંધ હતું. આમ છતાં સાત જુનના દિવસ સુધી બધું જ ઠીકઠાક હતું. સુશાંત પોતાની ગર્લફ્રેન્ડ રિયા સાથે એક જ ઘરમાં રહી રહ્યા હતા. રિયાને સાથે રહેતા ત્યાર સુધી ત્રણ મહિના થઇ ચુક્યા હતા. ત્યારબાદ અચાનક જ એવા સમાચાર સામે આવ્યા કે સુશાંત અચાનક પરેશાન થઇ જાય છે અને સુશાંત તેમજ રિયા વચ્ચે ઝગડો થઇ જાય છે. ત્યારબાદ રિયા પોતાનો બધો જ સમાન લઈને ઘરેથી નીકળી જાય છે.
પહેલો દિવસ – ૭ જુન ૨૦૨૦

એ રાત સુધી બધું જ સામાન્ય હતું. સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ઘરે સાવ એકલા અને સામાન્ય હતા. એમની ગર્લફ્રેન્ડ રિયા માર્ચ મહિનામાં શરુ થયેલા લોકડાઉન સમયથી જ એમની સાથે રહેતી હતી. લોકડાઉનના ચાલતા શુટિંગ બંધ હતી અને બહાર આવવા જવાનું પણ બંધ હતું. સુશાંતના ત્રણેય નોકર અને એમના મિત્ર ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, અને સુશાંત તેમજ રિયા ઘરના ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા.
બીજો દિવસ – ૮ જુન ૨૦૨૦
૮ જુનના દિવસે સવારના પહોરમાં જ સુશાંતને ખબર મળી કે એમની પૂર્વ સેક્રેટરી દિશા સાલીયાને મલાડના જન કલ્યાણ નગર સોસાયટીના ૧૪માં માળ પરથી કુદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ઉલ્લેખનીય છે કે દિશાને સુશાંત અને રિયા બંને બહુ સારી રીતે જાણતા હતા. જો કે દિશાને સુશાંત સાથે મળાવનાર જ રિયા પોતે હતી. ઉલ્લેખનીય છે કે દિશાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે એનો મંગેતર એની સાથે હતો. આ આત્મહત્યાના સમાચાર સાભળીને સુશાંત સિંહ ઘણા પરેશાન થયા હતા.

દિશાની મૃત્યુના સમાચાર મળતાની સાથે જ સુશાંતના ઘરનું વાતાવરણ સાવ બદલાઈ જાય છે. અચાનક જ રિયા અને સુશાંત વચ્ચે ઝગડો થઇ જાય છે. અચાનક જ બપોર પડતા પડતા ત્રણ મહિનાથી સાથે રહેતી રિયા પોતાનો સામાન લઈને ઘર છોડી દે છે. આ દરમિયાન એ સુશાંતને કહીને જાય છે કે હવે એ ક્યારેય પાછી નહિ આવે. એટલું જ નહિ ઘરેથી નીકળતા જ એ સુશાંતના નંબરને પણ બ્લોક કરી દે છે. એક તરફ દિશાનો આપઘાત અને બીજી તરફ રીયાનું આમ અચાનક ઘરેથી જતા રહેવું સુશાંતને પરેશાન કરે છે. સુશાંત મુંબઈમાં રહેતી પોતાની બહેન મિતુને ફોન કરીને આ બધું જણાવે છે, ત્યારે મીતુ સુશાંતને સમજાવે છે અને ફોન પર જ ભાઈને આ આઘાતમાંથી બહાર કાઢવાની કોશિશ પણ કરે છે.
ત્રીજો દિવસ – ૯ જુન ૨૦૨૦
સવારે ન્યુઝ પેપરમાં સુશાંતની પૂર્વ સેક્રેટરીની આત્મહત્યાના સમાચાર પણ છપાઈ ચુક્યા હતા. આ ખબરમાં સુશાંત સિંહનું નામ પણ હતું. સુશાંત આ જાણીને વધારે પરેશાન થઇ જાય છે. આ જોઇને સુશાંત ફરીથી બહેન મિતુને ફોન કરે છે. ભાઈને પરેશાન જોઇને મીતુ સીધા સુશાંતના ઘરે પહોચી જાય છે. આ દરમિયાન સુશાંત મિતુને પણ રિયા સાથે થયેલા ઝગડા વિશે બધી જ વાતો જણાવી દે છે. એટલે કે દિશાનો આપઘાત અને રીયાનું એને છોડીને જવું એ સુશાંતને ઘણું પરેશાન કરી મુકે છે.

સુશાંતને આમ પરેશાન જોઇને મીતુ પોતાની અમેરિકામાં રહેવા વાળી બહેન શ્વેતા સાથે વાત કરે છે. મીતુ પોતાની બહેન શ્વેતાને દિશાની આત્મહત્યા અને રિયા સાથે થયેલા ભાઈના ઝગડા વિશે વાત કરે છે. આ બધું જાણ્યા પછી શ્વેતા અમેરિકાથી ૯ જુનના દિવસે રાત્રે સુશાંતના વોટ્સએપમાં મેસેજ કરે છે. અને સુશાંતને જણાવે છે કે થોડાક દિવસ એ અમેરિકા આવી જાય. જો કે શ્વેતાના આ વોટ્સએપ મેસેજનો જવાબ સુશાંત ૧૦ જુનના દિવસે સવારે એમ કહીને આપે છે કે, ‘મન તો મારું પણ બહુ કરે છે દીદી’. આ ચેટનો સ્ક્રીનશોટ પણ ખુદ શ્વેતાએ શેર કર્યો છે.
છઠ્ઠો દિવસ – ૧૨ જુન ૨૦૨૦
ત્રણ દિવસ ભાઈ સાથે રહ્યા પછી મીતુ પોતાના ભાઈને સમજાવીને ફરી પોતાના ઘરે જતી રહે છે. જો કે મિતુને પણ નાના બાળકો છે, એટલે એમનું ઘરે જવું પણ જરૂરી હતું. જો કે મિતુએ ત્રણ દિવસ સુશાંત સાથે રહ્યા હોવા છતાં જતા પહેલા પણ એને બરાબર સારી રીતે સજાવ્યો હતો.

આઠમો અને સુશાંતના જીવનનો અંતિમ દિવસ – ૧૪ જુન ૨૦૨૦
૧૨ જુનના દિવસે બહેન મીતુના ગયા પછી ૧૪ જુનના દિવસે બપોરના સમયે સુશાંત સિંહની લાશ એમના જ ઘરના બેડરૂમમાંથી પંખા પર લટકતી હાલતમાં મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના નોકરે રૂમનો દરવાજો કોઈ અંદરથી ન ખોલતું હોવા પર સૌથી પહેલા બહેન મિતુને ફોન કર્યો હતો. મીતુ જલ્દી જ દોડીને સુશાંતના ઘરે પહોચી ગઈ હતી અને મીતુના સામે જ તાળા ખોલવા વાળાએ દરવાજો ખોલ્યો હતો.
સુશાંતના મૃત્યુનું રહસ્ય આ સાત દિવસ વચ્ચે – ૮ જુનથી ૧૪ જુન ૨૦૨૦
ઉપર મુજબના ઘટના ક્રમને જોતા એટલું સ્પષ્ટ છે કે સુશાંત સિંહના મૃત્યુનું રહસ્ય ૮ જુનથી ૧૪ જુન સુધીના આ સાત દિવસોના વચ્ચે જ છુપાયેલું છે. આ ઘટના ક્રમની શરૂઆત સુશાંતની પૂર્વ સેક્રેટરી દિશાના આત્મહત્યાના સમાચાર દ્વારા થઇ હતી. આ જોતા સવાલ ઉભો થાય કે શું દિશાની આત્મહત્યા જ સુશાંતની મૃત્યુનું કારણ બની છે? કે પછી આ સમાચાર સાંભળીને ઘર છોડી ગયેલી રીયાના કારણે? આ આખી વાતને સમજવા માટે ફરીથી ૮ જુનના દિવસે થયેલ દિશાની આત્મહત્યાના દિવસની પૂરી સ્ટોરી સમજવું જરૂરી છે.

આપને જણાવી દઈએ કે દિશા એ સુશાંતની પૂર્વ સેક્રેટરી હતી. એ એક એવી કંપનીમાં કામ કરતી હતી જે સેલેબ્રેટીનાં કામ જોતી હતી. રિયાના સુચનથી જ આ કંપનીએ દિશાને સુશાંતની મેનેજર બનાવીને મોકલી હતી. જો કે પછીથી કોઈ કારણો સર દિશાએ એ કંપની છોડી દીધી હતી. કંપની છોડતાની સાથે જ દિશા સાથેનો કોન્ટ્રેક્ટ પણ જાતે જ પૂરો થઇ ગયો હતો. હવે દિશાને સુશાંત સાથે કોઈ પ્રકારનો કોઈ જ લેવા દેવા રહ્યો ન હતો.
૮ જુનના દિવસની આ વાતને સમજવા સુશાંતના પિતાજી દ્વારા પટનામાં લખાવવામાં આવેલી એફઆઇઆરની આ લાઈનો વાંચવી અને સમજવી ખુબ જ જરૂરી છે. વાસ્તવમાં આ એફઆઇઆર ભલે એમના પિતાએ લખાવી હોય પણ આ એફઆઈઆરમાં ૮ જુનના દિવસની વાત મિતુએ પિતાને જણાવી દીધી હતી. આ દરમિયાન જ્યારે ૯ જુનથી ૧૨ જુન સુધી મીતુ સુશાંત સાથે રહી હતી, ત્યારે સુશાંતે એમને અનેક વાર કહ્યું હતું કે એમને ડર છે કે દિશાની આત્મહત્યામાં ક્યાંક રિયા એમને ફસાવી ન દે. આ જ વાતથી સુશાંત સૌથી વધારે પરેશાન રહેતા હતા.

હવે આ બધાને જોતા પ્રશ્ન એ ઉભો થાય કે રિયા ચક્રવર્તી એ દિશાના આપઘાતના કેસમાં સુશાંતને શા માટે ફસાવવા માંગતી હતી. જો કે મુંબઈ પોલીસની રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દિશાની ખુદખુશીના મામલામાં દિશાના પરિવારના લોકોએ ક્યારેય કોઈ પર શંકા દર્શાવી નથી. પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં જે સામે આવ્યું હતું એ બસ એમ હતું કે એમની કંપનીએ કેટલાક સેલેબ્રેટી પાસે શૂટ માટે એડવાન્સ લીધેલું હતું. એ પૈસા એમણે પાછા ચૂકવવાના હતા. જો કે દિશા આ પૈસા ચુકવવામાં અસમર્થ હતી, અને આ જ કારણે દિશા પરેશાન હતી. પોલીસનું માનવું છે કે દિશાના આપઘાત પાછળ પણ આ જ કારણ જવાબદાર હોઈ શકે છે.
હવે આ બધાને સમજતા એમ થાય કે તો પછી દિશાના આપઘાતમાં ફસાઈ જવાનો ડર સુશાંતને શા માટે હતો? સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ડર સુશાંતના દિલમાં બેસાડવામાં આવ્યો હતો. વાસ્તવમાં લોકડાઉન દરમિયાન એ લોકો ત્રણ મહિના સાથે રહ્યા, ત્યારે એમના વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયા હતા, પણ આ ઝઘડા પછી જાતે જ સોલ્વ થઇ જતા હતા. પણ ૮ જુનના દિવસે દિશાના આપઘાતના સમાચાર પછી આ ઝઘડો વધી ગયો હતો. ત્યારબાદ રિયા પોતાનો બધો જ સામાન લઈને ત્યાંથી ચાલી ગઈ હતી. સુશાંતના ઘરવાળાના આરોપ પ્રમાણે એમાં સુશાંત સિંહના ઇલાજના કાગળો પણ હતા. આ કાગળોના આધારે રિયા એને ધમકી આપી રહી હતી કે આ કાગળો મીડિયામાં આપીને એ સુશાંતને પાગલ સાબિત કરી દેશે. ત્યારબાદ એને કોઈ પણ ફિલ્મોમાં કામ આપશે નહિ.

સુશાંત રિયાને લગભગ સાત વર્ષથી જાણતા હતા, એમની પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૧૩ દરમિયાન એક સ્ટુડીયોમાં થઇ હતી. આ સમયે સુશાંત સિંહ યશરાજ ફિલ્મની શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મ માટે શુટિંગ કરી રહ્યા હતા. બરાબર આ જ સમયે રિયા ચક્રવર્તી પણ પોતાની ફિલ્મ મેરે ડેડ કી મારુતિ માટે શુટિંગ કરી રહી હતી. ત્યાર પછી એમની મુલાકાત કેટલીક ફિલ્મ પાર્ટીઓમાં થઇ હતી. પણ, એ સમયે સુશાંત અંકિતા લોખંડે સાથે લીવ ઈનમાં રહી રહ્યા હતા.
અંકિતા સાથેના બ્રેક્પ પછી ૨૦૧૮માં આખરે સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તીના નજીક આવે છે. ત્યાર પછીથી એમની એક સાથેની તસ્વીરો સામે આવવા લાગે છે. એટલે કે સુશાંત અને રિયાનો સબંધ એ દોઢ વર્ષ જુનો જ છે. જો કે વિચિત્ર વાત તો એ છે કે રિયાના સુશાંતના જીવનમાં આવતાની સાથે જ કેટલાક મહિનાઓમાં જ ૨૦૧૯ દરમિયાન સુશાંતનો ફિલ્મી ગ્રાફ નીચો જવા લાગ્યો હતો. રિયાના આવ્યા પછી મોટા બજેટ અને મોટા બેનરની ફિલ્મો એમના હાથમાંથી એક એક કરીને જવા લાગી હતી. આ એ જ સમય હતો, જ્યારે સારા એવા સ્વસ્થ રહેતા સુશાંત સિંહ પહેલી વાર રિયાના આવ્યા પછી મનોચિકિત્સક પાસે ઉપચાર માટે ગયા હતા.

વાસ્તવમાં રિયા એકલી જ સુશાંતના જીવનમાં આવી છે એવું નથી. રિયાની સાથે જ રિયાની મા સંધ્યા ચક્રવર્તી, પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને ભાઈ સૌવિક ચક્રવર્તી અને રિયાની ખાસ દોસ્ત એવી સૈમીયલ મીરંડા પણ સતત સુશાંતની આસપાસ રહેતા હતા. એટલે સુધી કે ૨૦૧૯માં સુશાંત દ્વારા એક કંપની શરુ કરવામાં આવી હતી આ કંપનીમાં પણ રિયા અને એનો ભાઈ ડાયરેક્ટર તરીકે જોડાયેલો હતો.
મળતી માહિતી પ્રમાણે સુશાંત અને રિયા આ વર્ષે લગ્ન કરવાના હતા. પણ કોરોના વાયરસના કારણે આ લગ્ન ટાળી દેવામાં આવ્યા હતા. જો કે ખુદ સુશાંતના પિતાએ જણાવ્યું હતું કે છેલ્લે જ્યારે એમની વાત થઇ હતી ત્યારે સુશાંતે કહ્યું હતું કે એ આગળના વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં લગ્ન કરશે. હવે પ્રશ્ન અહી એ ઉભો થાય છે કે જો આ વાત છે લગ્ન કરવા સુધી આવી ગઈ હતી. તો પછી રિયા અને સુશાંત વચ્ચે એવું શું થયું કે જેના કારણે આજે રિયા પર ધરપકડ સુધીની તલવાર લટકી રહી છે.

સુશાંતના પિતા અને બહેનના આરોપ પ્રમાણે રિયા માત્ર અને માત્ર પૈસા અને પોતાના ફિલ્મી કેરિયરને આગળ વધારવા માટે જ સુશાંતના જીવનમાં આવી હતી. એના આવતા જ એક જ વર્ષની અંદર સુશાંત ડીપ્રેશનનો શિકાર પણ થઇ ગયા હતા. સુશાંતનું બેંક બેલેન્સ પણ લગભગ પૂરું થઇ ચુક્યું હતું. પણ એક બીજી વાત પણ હતી જેના કારણે રિયાને સતત ડર લાગતો હતો.
માર્ચ મહિના પહેલા સુધી સુશાંત અને રિયાની સ્ટોરી બરાબર ચાલી રહી હતી. પણ માર્ચ મહિનાથી લઈને ૮ જુન સુધી બંને જણા સાથે જ રહી રહ્યા હતા, અને ઝગડો પણ ત્યાંથી જ શરુ થયો હતો. આ દરમિયાન સુશાંત પોતાની જૂની ગર્લફ્રેન્ડ અંકિતા સાથે ફરીથી વાત કરવા લાગ્યા હતા. આ વાત દરમિયાન એમણે પોતાની મુશ્કેલી વિશે પણ અંકિતાને વાત કરી હતી. સુશાંત અને અંકિતા વચ્ચેની આ વાતચીતની જાણકારી સાથે રહેતા સમયે રિયાને પણ થઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વાતચીત બંધ કરાવવા માટે રીયાએ જ સુશાંતના અનેક મોબાઈલ નંબર બદલાવી નાખ્યા હતા.

આ બધા વચ્ચે રિયા સુશાંત પર એવો દબાવ બનાવવામાં લાગી હતી કે પોતાની દરેક ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે એને જ સાઈન કરવામાં આવે. જો આમ ન થઇ શકે તો ફિલ્મ કરવાથી જ એ નાં પાડી દે. સુશાંતને કંપની ખોલવા અને એમાં પૈસા લગાડવા માટે પણ રીયાએ જ દબાણ કર્યું હતું. પણ સુશાંત આ બધાથી અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને ઓર્ગેનિક ખેતીના વ્યવસાયમાં ઉતરવા ઈચ્છતો હતો. સુશાંતની આ ઈચ્છા પણ રિયાને જરાય પસંદ ન હતી. તો બીજી તરફ રિયાને આ વાતનો ડર પણ સતાવતો હતો કે સુશાંત ક્યાંક ફરીથી અંકિતા પાસે ન જતો રહે. આ બધી વસ્તુઓ દ્વારા એ બંને વચ્ચેના સબંધો બહુ અસહનીય બનતા જઈ રહ્યા હતા. એટલા ખરાબ કે ૮ જુનના દિવસે રિયા સુશાંતને છોડીને હમેશા હમેશા માટે જતી રહી. અને રિયાના સુશાંતને છોડયાના બરાબર છ દિવસ પછી સુશાંત સિંહ આ દુનિયાને જ અલવિદા કહી ગયા હતા.
Source: Aaj Tak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સાત દિવસમાં છુપાયેલું છે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુનું રહસ્ય, આ આખી સ્ટોરી જાણીને તમે પણ ચોંકી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો