જો તમને હજુ સુધી ના મળ્યુ હોય ઇન્કમ ટેક્સ રિફંડ, તો આજે જ આ રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ
જો તમને હજુ સુધી ઇન્કમ ટેક્સ રિફંડ ન મળ્યુ હોય – તો રિફંડ સ્ટેટસ ચેક કરવા આમ કરો
ઇન્કમ ટેક્સ બાબતે સામાન્ય લોકો વધારે માહિતગાર નથી હોતા. તેમાં તેઓ ઘણીવાર ગુંચવાઈ પણ જતા હોય છે. ઘણા લોકો રૂપિયા તો કમાઈ જાણે છે પણ આ બધી આંટી ઘૂંટી તેમની સમજમાં નથી આવતી. તાજેતરમાં ઇન્કમ ટેક્સ દ્વારા ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. જો તમે તે વિષે માહિતી ન ધરાવતા હોવ તો આ લેખ વાંચી લો.
ગયા અઠવાડિયે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે એટલે કે ચાલુ નણાકિય વર્ષમાં લગભઘ 24 લાખ કરતાં પણ વધુ કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું છે. મળેલી માહિતી પ્રમાણે 88,652 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. પણ કેટલાક એવા કરદાતાઓ પણ છે જેમને હજુ સુધી રિફંડ મળી શક્યું નતી. જો તમે પણ તેમાંના એક હોવ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે ઘરે બેઠા જ તમારું ઇન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ જાણી શકો છો. તમે ઓનલાઈ જ તેને ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઓનલાઈન ઇન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ જાણવાની રીત વિષે
સૌ પ્રથમ તમારે https://ift.tt/3aSv52I ની સાઇટ પર જવાનું રહેશે.
ત્યાર બાદ તમારે અહીં તમારા પાન નંબરની ડીટેલ એડ કરવાની રહેશે અને સાથેસાથે તમે જે વર્ષનું રિફંડ બાકી હોય તે વર્ષને ફીલ કરવાનું રહેશે.
આ બન્ને વિગતો ભરાઈ ગયા બાદ તેની નીચે આપેલો કેપ્ચા કોડ તમારે નાખવાનો રહેશે.
ત્યાર બાદ નીચે proceed નું બટન હશે તેના પર તમારે ક્લીક કરવાની રહેશે. આમ કરતાની સાથે જ તમારું સ્ટેટસ આવી જશે.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઇટ પર આ રીતે ચેક કરો સ્ટેટસ
તેના માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્સની સાઇટ પર જવાનું રહેશે જે છે https://ift.tt/1dxxFKf
આ સાઇટ પર જઈને તમારે તમારો પાન નં, પાસવર્ડ નાખવાના રહેશે ત્યાર બાદ કેપ્ચા કોડ એન્ટર કરવો પડશે આમ કરીને તમે તમારા એકાઉન્ટમાં લોગઇન થશો. ત્યાર બાદ તમારે અહીં દર્શાવવામાં આવેલા રિવ્યૂ રિટર્ન/ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે.
અહીં તમે ડ્રો ડાઉ મેનુ દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન પર જઈને ક્લિક કરો. હવે તમે જે એસેસમેન્ટ યરનું ઇન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ તપાસવા માગતા હોવ તે વર્ષ પર ક્લીક કરો.
આટલું કર્યા બાદ તમારે સ્ક્રીન પર આવેલા એકનોલેજમેન્ટ નંબર એટલે કે હાઇપર લિંક પર ક્લિક કરવાનું રહેશે.
આમ કરવાથી એક પોપઅપ મેનું તમારા સ્ક્રીન પર દેખાશે જે રિટર્ન ફાઇલિંગ ટાઇમ લાઇ તમને જણાવશે.
જેમાં તમે ITR ક્યારે ફાઈલ કર્યું ક્યારે તે વેરિફાઈ કર્યું, પ્રોસેસિંગ પૂર્ણ થયાની તારિખ, તેમજ રિફંડ ઇશ્યુ થવાની તારિખ વિગેરેની માહિતી હશે.
જાણો છું છે ઇન્કમ ટેક્સ રિફંડ ?
જો તમને ખ્યાલ ન હોય કે ઇન્કમ ટેક્સ રિફંડ શું છે તો તમને જણાવી દીએ કે કંપનીઓ પોતાના કર્મચારીઓના આખા વર્ષના પગારમાંથી ટેક્સનો અંદાજીત ભાગ કાપતી હોય છે જેને તે પહેલેથી જ સરકારના ખાતામાં જમા કરાવી દે છે. હવે જ્યારે કર્મચારી વર્ષના અંતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે ત્યારે તે બતાવે છે કે ટેક્સ તરીકે તેના તરફથી કેટલી ચૂકવણી વર્ષ દરમિયાન કરવામાં આવી છે. જો તમે કરેલી ટેક્સની ચૂકવણી તમને લાગતા ટેક્સ કરતા વધારે હોય તો બાકીની રકમ તમને રિફંડ તરીકે પાછી મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જો તમને હજુ સુધી ના મળ્યુ હોય ઇન્કમ ટેક્સ રિફંડ, તો આજે જ આ રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ"
ટિપ્પણી પોસ્ટ કરો