બુરી નજરથી બચવા કરો માત્ર આ એક ઉપાય…
આપણે ત્યાં આવાર નવાર જયારે બાળકો બીમાર થાય છે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ કે એને નજર લાગી ગઈ છે. સામાન્ય રીતે આવા દોષ અને આ દોષમાંથી મુક્તિ માટે આપણા જુના લોકો દ્વારા વિશેષ પ્રકારના તોટકા પણ બતાવવામાં આવ્યા છે.
એમાંથી ઘણા તોટકા આપણે આપણા આસપાસ અવારનવાર જોતા હોઈએ છીએ જેમકે બાળકીની નજર ઉતારવા માટે માં મરચું અને મીઠું એના પર ફેરવતી હોય છે. ઘણીવાર દરવાજા અંદર બહાર પસાર કરવા જેવા અનેક તોટકા જોવા મળે છે. આજે અમે નજર દીશથી બચવા માટેના સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો કરવાથી નજર દોષમાંથી મુક્તિ મળે છે.
જો નજર લાગી હોય તો આ ઉપાય કરવાથી મળે છે મુક્તિ
જો કોઈ વ્યક્તિને નજર લાગી જાય છે તો એવા વ્યક્તિને શનિવારના દિવસે ઉભા રાખીને કાચું દૂધ પીડિત વ્યક્તિના ઉપરથી સાત વાર ફેરવીને કુતરાને પીવડાવી દેવું જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી લાગેની ખરાબ નજરનો પ્રભાવ આપોઆપ ઉતરી જાય છે.
જો કોઈ વ્યક્તિ પર નજર દોષનો પ્રભાવ જોવા મળે તો એના પર મીઠું, કાળા સરસવ, લસણ, ડુંગળીના સુકી છાલ અને લાલ મરચાને આગમાં નાખીને એ આગને સાત વાર ફેરવો. આમ કરવાથી નજર લાગી હોય તો એમાંથી મુક્તિ મળે છે.
તમારા જમણા હાથની મુઠ્ઠીમાં રાઈના કેટલાક દાણા, મીઠાની સાથ ચપટી અને સુકા લાલ મરચાના પાવડરને લઈને પીડિત વ્યક્તિને સુવડાવીને એના માથાથી લઈને પગ સુધી સાત વાર ફેરવીને ચૂલામાં નાખી દો. જો મરચાની સુગંધ આવે તો નજર નથી એમ સમજવું અને જો ન આવે તો સમજવું કે નજર લાગી છે.
જો તમને એવું લાગે છે કે ઘરના કોઈ વ્યક્તિને કોઈકની નજર લાગી ગઈ છે તો એના માથાથી લઈને પગ સુધી સાત વાર લીંબુને ફેરવી લઈને એના ચાર ટુકડા કરીને કોઈ ચાર રસ્તા પડતા હોય ત્યાં જઈને નાખી દો. આ કર્યા પછી ત્યાંથી ઘરે પાછા ફરતી વખતે ભૂલથી પણ પાછળ વાળીને જોશો નહિ.
આપણી માન્યતાઓ પ્રમાણે એવું માનવામાં આવે છે કે આપણે કઈક એવું કામ કરતા હોય અથવા ખાતા, સારા લાગતા કે સામે વાળાને ન ગમે અથવા એનાથી વધુ સારું કરતા કે જમતા હોઈએ ત્યારે એમની નકારાત્મક દ્રષ્ટિનો પ્રભાવ આપણા પર પડે છે. કહેવામાં આવે છે નકારાત્મક દ્રષ્ટિનો નકારાત્મક અસર આપણા જીવન પર પણ પડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બુરી નજરથી બચવા કરો માત્ર આ એક ઉપાય…"
ટિપ્પણી પોસ્ટ કરો