ધોનીની ટીમમાં કોરોના, એક ભારતીય ખેલાડી સહિત આટલા બધા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં…
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમના ૧૩ સભ્યોના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા, એક સ્પીડ બોલર પર સામેલ છે.
ભારતીય ટીમના સીમિત ઓવરોના એક વર્તમાન ખિલાડી સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કેટલાક સ્ટાફ સભ્યોનો કોરોના વાયરસ રીપોર્ટ તપાસમાં પોઝેટીવ મળી આવ્યા છે. ત્યાર બાદ ફ્રેન્ચાઈઝીને ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની પહેલા ટીમના ક્વોરેન્ટાઇન સમયને વધારવા માટે મજબુર થઈ ગયા છે.
ઇન્ડીયન પ્રીમિયર લીગ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના બધી પોઝેટીવ તપાસના પરિણામે ટીમને અહિયાં પહોચવાના પહેલા દિવસ, ત્રીજા દિવસ અને છઠ્ઠા દિવસે આવશે.
ઈન્ડીયન પ્રીમિયર લીગના આવનાર સત્ર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી શરુ થઈ શકે છે. ઈન્ડીયન પ્રીમિયર લીગના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતા જાળવી રાખવાની શરત પર જણાવ્યું છે કે, ‘હા હાલમાં જ ભારત માટે રમનાર ડાબા હાથની મધ્યમ ગતિના એક સ્પીડ બોલર સિવાય ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા ટીમના ઓછામાં ઓછા બે સભ્ય પણ કોરોના વાયરસ સંક્રમણના શિકાર થઈ ગયા છે.’ ચેન્નઈ સુપર કિંગ્સની આ ઘટના પછી ટીમના ક્વોરેન્ટાઇન સમયને હવે તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી વધારી દેવામાં આવ્યો છે.
બીસીસીઆઈની માનદ સંચાલન પ્રક્રિયા (એસઓપી) માં જણાવ્યા મુજબ, જે પણ વ્યક્તિ કોરોના વાયરસ તપાસમાં પણ પોઝેટીવ મળી આવશે તેમને વધુમાં વધુ સાત દિવસો માટે ક્વોરેન્ટાઇનમાં રહેવાનું થશે. આ સમયગાળા પછી કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે અને જો તે વ્યક્તિનો રીપોર્ટ નેગેટીવ આવશે તો જ તે વ્યક્તિને શારીરિક રીતે સુરક્ષિત વાતાવરણમાં આવવાની મંજુરી આપવામાં આવશે.
દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર આખા દેશના બધા જ ક્ષેત્રોમાં જોવા મળી છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના કારણે દર વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાન આયોજિત કરવામાં આવતી ઈન્ડીયન પ્રીમિયર લીગને આ વર્ષે ઈન્ડીયન પ્રીમિયર લીગનું આયોજન તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજથી આવનાર સ્તર શરુ થઈ શકે છે.
ત્યારે આઈપીએલમાં સામેલ થનાર દરેક ટીમ અને આઈપીએલ સાથે જોડાયેલ દરેક સભ્યોના કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત મળી આવશે તો તેમને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવશે. જયારે આ સભ્યનો કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ આવશે ત્યારે જ તે સભ્યને આઈપીએલ માટે મોકલવામાં આવશે.
દેશમાં આજે પણ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર હજી ઓછી થઈ નથી અને દિવસેને દિવસે કોરોના વાયરસ સંક્રમણના કેસ વધતા જ જઈ રહ્યા છે. જેની અસરના પરિણામે હજી સુધી દેશને પુરેપુરો અનલોક કરવામાં આવ્યો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ધોનીની ટીમમાં કોરોના, એક ભારતીય ખેલાડી સહિત આટલા બધા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો