દેશના સૌથી ગંદા રાજ્યના નામ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી, જાણો આમાં ગુજરાતનો નંબર છે કે નહિં?
હેરાન કરનાર છે દેશના સૌથી ગંદા રાજ્યના નામ, વર્ષ ૨૦૨૦ના સર્વેમાં ખુલાસો.
ભારત દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છતા મિશન શરુ કરવામાં આવ્યું છે જેના ચાલતા આખા દેશમાં મોટાપાયે પ્રત્યેક વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં સ્વચ્છતાના પાયા પર શહેરોના અને રાજ્યોની રેંકિંગ જાહેર કરવામાં આવી. આ વર્ષે સ્વચ્છતા સીટી સર્વે ૨૦૨૦ માં ૧૦૦ થી ઓછા લોકલ અર્બન બોડીઝ વાળા રાજ્યોમાં સ્વચ્છતાની બાબતમાં ઝારખંડ રાજ્યએ બાજી મારી લીધી છે તો ત્યાં જ સૌથી ગંદા રાજ્ય તરીકે કેરળ રાજ્ય સાબિત થયું છે. આ કેટેગરીમાં સામેલ ૧૫ રાજ્યોમાં કેરળ રાજ્યનો સૌથી છેલ્લો રહ્યો છે.
સ્વચ્છતા સીટી સર્વે ૨૦૨૦ માં જ્યાં કેરળ રાજ્યનો સ્કોર ૬૬૧.૨૬ રહ્યો છે તો ત્યાં જ સૌથી સ્વચ્છ રાજ્ય ઝારખંડ રાજ્યનો સ્કોર ૨૩૨૫.૪૨ છે. આ રેંકિંગ ૧૦૦ થી ઓછા અર્બન લોકલ બોડીઝ વાળા રાજ્યોની છે.
આ કેટેગરીમાં ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, સિક્કિમ, અસમ, હિમાચલ પ્રદેશ, ગોવા, તેલંગાણા, નાગાલેંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય અને કેરળ રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યાં જ ૧૦૦ કરતા વધારે અર્બન લોકલ બોડીઝ વાળા રાજ્યોમાં છત્તીસગઢ રાજ્ય પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે, છત્તીસગઢ રાજ્યનો સ્કોર ૩૨૯૩.૫૬ છે. આ કેટેગરીમાં સૌથી ગંદા રાજ્યમાં બિહાર રાજ્ય રહ્યું છે જેનો સ્કોર ૭૬૦.૪૦ છે.
આ કેટેગરીમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડીશા, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક અને બિહાર રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ અને લદ્દાખ રાજ્યનો આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા નથી. દેશમાં આ સમયે કુલ ૨૮ રાજ્ય છે.
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયએ ગુરુવારના રોજ સ્વચ્છતા સિટી સર્વે રીપોર્ટ જાહેર કરી. ૧૦ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોમાં સતત ચોથા વર્ષે ઇન્દૌર, ઓવરઓલ દેશના સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. જયારે બીજા નંબર પર ગુજરાત રાજ્યનું સુરત શહેર અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર રાજ્યનું નવી મુંબઈ શહેર છે. ત્યાં જ ૧૦ લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોમાં દેશના સૌથી ગંદા શહેર બિહાર રાજ્યની રાજધાની પટના રહ્યું છે.
સ્વચ્છતા સિટી સર્વે ૨૦૨૦ માં ૪૨૪૨ જેટલા શહેરોનો કવર કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા સિટી સર્વે ૨૦૨૦ માં અંદાજીત ૧.૯ કરોડ લોકોના ફીડબેક લેવામાં આવ્યા હતા. એમાં ૫ લાખ કરતા વધારે અર્બન લોકલ બોડીઝના ડોક્યુમેન્ટ એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દેશના સૌથી ગંદા રાજ્યના નામ જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી, જાણો આમાં ગુજરાતનો નંબર છે કે નહિં?"
ટિપ્પણી પોસ્ટ કરો