હવે ડાન્સ કરવાથી વધશે શરીરમાં સ્ફૂર્તિ અને રહેશો હંમેશા ફ્રેશ..
શા માટે નૃત્ય તમારા આરોગ્ય માટે સારૂ છે તે માટેના કારણો જાણો!
ડાન્સ ગ્રેસ સાથે પોતાને વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો નથી પણ તે તમારા શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે એક સરસ માર્ગ છે. નૃત્યના સ્વાસ્થ્ય લાભો પુષ્કળ છે અને ત્યાં વિવિધ પ્રકારનાં નૃત્ય છે જે તમે પસંદ કરી શકો છો. ડાન્સ એક કળા છે અને કેટલાય લોકોનો શોખ પણ છે. જ્યાં ડાન્સ કરવાથી મન ખુશ રહે છે. જો કે ડાન્સ કરવાનો બીજો એક ફાયદો પણ છે.
નિયમિત ડાન્સ કરવાથી શારીરિક રીતે તમે ફિટ રહી શકો છો. પછી તમે તણાવમાં હોવ, વજનની સમસ્યાથી દુખી હોવ અથવા તો કોઇ અન્ય શારીરિક, માનસિક સમસ્યા જ કેમ ન હોય, ડાન્સ તમારી કેટલીય સમસ્યાઓ માટેની એક સારવાર છે. ડાન્સ એક પ્રકારની મૂવમેન્ટ એક્સરસાઇઝ છે. તેનાથી માનસિક તણાવ ઓછું થાય છે અને ડાન્સ કરવાની આદત ભાવાનાત્મક રીતે પણ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
આજકાલ વજન વધવું એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યા સામે લડી રહ્યા છે. એવામાં ડાન્સ કરવો ફાયદાકારક સાબિત થાય છે. ડાન્સ એક પ્રકારની થેરાપી જ છે કારણ કે તેનાથી કેલરી ઝડપી બર્ન થવા લાગે છે. એટલે કે બોડીને શેપમાં રાખવા માટે ડાન્સ એક યોગ્ય વિકલ્પ છે.
જો નિયમિત રીતે ડાન્સ પોતાની દિનચર્યામાં સામેલ કરો છો તો તેનાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને તેના કારણે કેટલીય બિમારીઓથી બચી શકાય છે આ સાથે જ સ્કિનમાં નિખાર પણ આવે છે. આજકાલ એકલાપણું અને ડિપ્રેશનથી મોટાભાગના લોકો પીડિત છે. એવામાં ડાન્સ સારો વિકલ્પ છે. તેનાથી ડિપ્રેશન દૂર થાય છે. એટલા માટે જો તમે આ સમસ્યાઓથી પરેશાન છો તો ડાન્સ ચોક્કસપણે કરો.
જ્યારે તમે ડાન્સ કરો છો ત્યારે તેનાથી શરીરમાં થાક પેદા થાય છે અને ત્યારબાદ ઊંઘ સારી આવે છે. એવામાં જે લોકો અનિન્દ્રાની સમસ્યા સામે લડી રહ્યા છે ત્યારે તેમના માટે ડાન્સ એક શ્રેષ્ઠ ઑપ્શન છે. ડાન્સ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. જો તમે ખૂબ જ ઝડપી થાકનો અનુભવ કરવા લાગો છો ત્યારે ડાન્સ તમારા શરીરમાં સ્ટેમિનાને વધારવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ સાંધામાં દુખાવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે, કારણ કે જ્યારે તમે નિયમિત રીતે ડાન્સ કરો છો ત્યારે તેનાથી બોડી ફ્લેક્સિબલ થઇ જાય છે. એવામાં સાંધાના દુખાવાની સમસ્યાથી બચી શકાય છે.
ડાન્સ માટે ટિપ્સ
જો તમે ડાન્સ કરવાનું વિચારી રહ્યા હો તો આ તમારા માટે નીચેની ટિપ્સ છે.
- • જો તમારી તબીબી સ્થિતિ છે અથવા વધારે વજનવાળા હોય તો જાણવા માટે તમારા ડૉક્ટર સાથે તપાસ કરો.
- • નૃત્ય કરવાનું શરૂ કરતા પહેલા, હૂંફાળું ખેંચાતો કરો પોતાને ખૂબ ઝડપથી દબાવી નહી; ધીમે ધીમે આગળ વધો.
- • ડાન્સ સેશન્સ અને ડાન્સ વચ્ચે પાણી, પીવા, દરમ્યાન અને પછી, આરામ કરો.
- • યોગ્ય જૂતા પહેરો કે જે તમારી નૃત્ય શૈલી સાથે આવે છે. દૈનિક ધોરણે કસરત કરવાની મજબૂતી કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "હવે ડાન્સ કરવાથી વધશે શરીરમાં સ્ફૂર્તિ અને રહેશો હંમેશા ફ્રેશ.."
ટિપ્પણી પોસ્ટ કરો