આ ઉદ્યોગપતિ બન્યા અમેરિકાના સૌથી મોટા ખેડૂત, 18 રાજ્યોમાં ખરીદી લાખો એકર જમીન
માઇક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પાયે ખેતીની જમીન ખરીદી છે. ડેઇલી મેઇલના અહેવાલો અનુસાર હવે બિલ ગેટ્સ પાસે અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકરમાં ખેતીલાયક જમીન છે.

આટલી જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકાની ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક બની ગયા છે. જોકે બિલ ગેટ્સે ફક્ત ખેતીલાયક જમીનમાં જ રોકાણ કર્યું નથી. બલકે તે કુલ 2,68,984 એકર જમીનના માલિક બની ગયા છે. આ જમીન અમેરિકાના 19 રાજ્યોની સ્થિત છે. તેમાં એરિઝોના સ્થિત જમીન શામેલ છે જેના પર સ્માર્ટ સિટી બનાવવાનું આયોજન છે.

નાના ખેડૂતોની મદદ કરી રહ્યું છે આ ફાઉન્ડેશન

તમને જણાવી દઈએ કે 65 વર્ષીય બિલ ગેટ્સે આટલી બધી ખેતી જમીન કેમ ખરીદી. જોકે એટલું જાણવા મળ્યું છે કે, આ જમીન તેમણે પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ટિટી કાસ્કેડ ફર્મ વતી ખરીદી છે. નોંધનિય છે કે બિલ ગેટ્સે વર્ષ 2018 માં તેમના વતન વોશિંગ્ટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી. તેમાં હોર્સ હેવન હિલ્સ વિસ્તારની 14,500 એકર જમીન પણ શામેલ છે, જેને તેમણે 1251 કરોડમાં ખરીદી હતી. તમને જણાવી દઈએ કે 2018માં તેમણે આ જમીન ખરીદી ત્યારે અમેરિકામાં આ જમીનોના ભાવ સૌથી ઊંચા હતા. તમને જણાવી દઈએ કે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને 2008માં એક મહત્ત્વની જાહેરાત કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે અમે આફ્રિકા અને દુનિયાના બીજા વિકાસશીલ દેશોમાં નાના ખેડૂતોની મદદ કરવા રૂ. 2238 કરોડની સહાય આપી રહ્યા છીએ, જેથી નાના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલીનો સામનો કરી રહ્યા છે તેમની મદદ કરી શકાય.
ગેટ્સે ગેટ્સ એગ વનની એક NGOની સ્થાપના કરી હતી

જે રાજ્યમાં બિલ ગેટ્સે જમીન ખરીદી છે તેની વાત કરીએ તો લ્યુસિયાના 69,071 એકર, આર્કાન્સસમાં 47,927 એકર, એરિઝોનામાં 25,750 એકર, વૉશિંગ્ટનમાં 16,097 એકર અને નેબ્રેસ્કામાં 20,588 એકર જમીનનો સમાવેશ થાય છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DFID) સાથે મળી વિકાસશીલ દેશોમાં નાના ખેડૂતો તેમની ઉપજ તથા આવકને વધારી શકે તે માટે કૃષિક્ષેત્રને લગતા સંશોધન પ્રોજેક્ટો પર પણ કામ કરી રહી છે.

નોંધનિય છે લગભગ એક વર્ષ અગાઉ ગેટ્સે ગેટ્સ એગ વનની એક NGOની સ્થાપના કરી હતી, જેના કેટલાક ઉદ્દેશો પૈકી વિકાસશીલ દેશોમાં કૃષિને સહાયક બનવાનો એક ઉદ્દેશ હતો. નોંધનિય છે કે બિલ ગેટ્સ દુનિયાભરમાં અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. તેમના ફાઉન્ડેશન દ્વારા ઘણા દેશોમાં લોકોની મદદ માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ ઉદ્યોગપતિ બન્યા અમેરિકાના સૌથી મોટા ખેડૂત, 18 રાજ્યોમાં ખરીદી લાખો એકર જમીન"
ટિપ્પણી પોસ્ટ કરો