ફરાળી અપ્પમ – હવે ઉપવાસ માટે બનાવવામાં આવતી વાનગીના લિસ્ટમાં ઉમેરી દેજો આ વાનગી પણ…
કેમ છો ફ્રેંડસ…
આપણે બધા સાબુદાણા ના વડા બનાવતા જ હોઈ છે પણ તળવાના હોય એટલે ઘરના બધા અવોઇડ કરતા હોય છે..સાબુદાણા માં દહીં ઉમેરવાથી એકદમ સોફ્ટ બનશે.
આજે આપણે અપ્પમ પાત્ર માં વડાં બનાવી શું.તડયા વગર પણ એટલાજ ટેસ્ટી વડા બનશે. તો ફ્રેંડસ આજેજ બનાવી દો “સાબુદાણા અપ્પમ ઝીરો ઓઇલ વાળા વડા એકદમ ટેસ્ટી અને યમ્મી…😋😋
“ફરાળી અપ્પમ”
સામગ્રી :
- * 2 કપ – સાબુદાણા
- * 1 કપ – સીંગદાણા
- * 3 – લીલા મરચાં,
- * 1 કપ – દહીં
- * નાનો ટુકડો – આદુ
- * 1 ટી સ્પૂન – તજ-લવિંગ નો ભૂકો
- * 2 ટી સ્પૂન – ખાંડ
- * તેલ પ્રમાણસર
- * મીઠું પ્રમાણસર
રીત
સૌ પ્રથમ સાબુદાણા ને દહીં અને પાણી નાખી પલાળી રાખવા.
* સાબુદાણાને ધોઈને પાણી કાઢી કોરા કરવા.
* સીંગદાણા શેકી, ફોતરાં કાઢીને અધકચરા ખાંડી નાખવા.
* પછી સાબુદાણામાં સીંગદાણા અને બધો મસાલો નાખી ગોળા વાળી લેવા.
* હવે અપ્પમ પાત્ર માં થોડું તેલ થી ગ્રીસ કરી વડા પાત્ર માં મુકવા. 2-3 મિનિટ પછી વડા ને ઉથલાંવા.
હવે બીજી બાજુ વડા ને 2 મિનિટ થવા દેવા .
એકદમ ક્રિસ્પી વડા તૈયાર થશે…
હવે વડા ને ચટણી સાથે ગરમાગરમ પીરસવા.
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ફરાળી અપ્પમ – હવે ઉપવાસ માટે બનાવવામાં આવતી વાનગીના લિસ્ટમાં ઉમેરી દેજો આ વાનગી પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો