ગેસ સિલિન્ડરના ગ્રાહકો ખાસ વાંચી લો, શું ગેસ ઓછો મળવાની રહે છે તમને ફરિયાદ તો જાણો શું રાહત મેળવી શકો છો તમે?
ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે આવ્યા મોટા સમાચાર – શું ગેસ ઓછો મળવાની રહે છે તમને ફરિયાદ તો જાણો શું રાહત મેળવી શકો છો તમે
LPG સિલિન્ડર બાબતે ઘણા બધા ગ્રાહકોને એ ફરિયાદ હંમેશા રહેતી હોય છે કે તેમની ગેસની બોટલમાં ગેસ ઓછો આવતો હોય છે. અને ગેસ જેટલો ચાલવો જોઈએ તેટલો ચાલતો નથી. અને આ બાબતોની ફરિયાદ તમે ગેસ એજન્સીને કે પછી ગેસના સિલિન્ડરની ડીલીવરી આપવા આવતા ડિલિવરી મેનને કરતા હોવ છો પણ મોટા ભાગે તમારી આ ફિરયાદનો કોઈ નિકાલ નથી આવતો હોતો. તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હવે તમે તમારી આ ફરિયાદ અંગે ગ્રાહક સુરક્ષામાં જો તમારે ગેસ સમય પહેલા પુરો થઈ જાય તો તેની ફરિયાદ પણ નોંધાવી શકો છો. કેન્દ્ર સરકારે ઉપભોક્તા સંરક્ષણ એક્ટ 2019માં કહ્યું છે કે કોઈ પણ ગેસ વિતરક જો ગ્રાહકના અધિકાર ઝૂંટવે છે તો તેની સામે સખત પગલા લેવામાં આવશે.
એલપીજી સિલિન્ડર વાપરતા લોકો પોતાની ગેસની બોટલ કેટલા દિવસ સુધી ચાલી શકે છે તે સારી રીતે જાણતા હોય છે પણ કેટલીકવાર એવું બનતું હોય છે કે તે જેટલી ચાલવી જોઈએ તેટલી ચાલતી નથી અને બોટલમાંનો ગેસ વહેલો જ ખલાસ થઈ જાય છે. પણ તેમની ફરિયાદ કોઈ સાંભળતું નથી પણ હવે જો તમે આ ફરિયાદ તમારા ગેસ વિતરકને કરો અને તેના તરફથી કોઈ પગલાં લેવામાં ન આવે તો તમે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી આ ફરિયાદનો નિકાલ એક મહિનાની અંદર લાવી દેવામાં આવશે.
એલપીજી વિતરક દ્વારા કરવામાં આવતી આ બેદરકારી બદલ તેમના લાયસન્સ રદ કરવા સુધીની પણ કામગીરી થઈ શકે છે. 2019માં આ નિયમ અમલમાં આવ્યો છે. ઘણા બધા એલપીજી સિલન્ડર ગ્રાહકો એવા છે કે જેઓ બોટલની ડિલિવરી લેતી વખતે તેનું વજન કરતા નથી હોતા. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ડીલીવરી મેન પાસે વજન કાટો નથી હોતો. પણ સામાન્ય રીતે દરેક ગ્રાહકે બોટલની ડિલિવરી લેતી વખતે તેનું વજન કરાવી લેવું જોઈએ. જેથી કરીને ત્યારેને ત્યારે જ સમસ્યા દૂર થઈ શકે. તેમ છતાં તમે કોઈ કારણસર વજન ન કરાવી શકતા હોવ અને બોટલ વહેલી ખાલી થઈ જાય તો તમે વિતરકને ફરિયાદ કરી શકો છો અને ત્યાર બાદ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ પણ નોંધાવી શકો છો.
સરકાર દ્વારા આ નિયમ લાગુ પાડ્યા બાદ આશા રાખવામાં આવી રહી છે કે ગ્રાહકોની બોટલમાંથી જે ગેસ ચોરી કરવામાં આવતો હતો તે હવે ઘટી જશે. અને આ રીતે ગેસની કંપની તેમજ ગ્રાહકોને બન્નેને ફરિયાદ નહીં રહે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગેસ સિલિન્ડરના ગ્રાહકો ખાસ વાંચી લો, શું ગેસ ઓછો મળવાની રહે છે તમને ફરિયાદ તો જાણો શું રાહત મેળવી શકો છો તમે?"
ટિપ્પણી પોસ્ટ કરો