કોરોના : ભૂખ્યા લોકોને છેલ્લા ૧૫૦ દિવસોથી ખવડાવી રહ્યો છે આ ખેડૂત પરિવાર, ૧ કિમી દુરથી લાવે છે પાણી
કોરોના વાયરસની માર હજી સુધી દેશ સહન કરી રહ્યો છે. ખાસ તો ગરીબ વર્ગ પર એની સૌથી વધારે અસર થઇ છે. ઘણા લોકોની નોકરી ચાલી ગઈ છે તો ઘણા લોકોને બે સમયની નોકરી પણ નસીબ નથી થતી. ખાસ તો જયારે દેશમાં લોકડાઉન થયું હતું ત્યારે ગરીબ લોકો ઘણી સમસ્યાનો સામનો કરતા હતા. એવામાં ત્યારથી લઈને અત્યાર સુધી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં રહેવાવાળો એક પરિવાર આ ગરીબ અને ભૂખ્યા લોકોનો સહારો બન્યો છે. આ પરિવાર છેલ્લા ૧૫૦ દિવસોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવી રહ્યો છે. નવાઈ વાત એ છે કે આ પરિવાર પોતે પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી પર આધારિત છે. એટલે કે એ પણ અમારી અને તમારી જેમ એક સામાન્ય પરિવાર જેવા જ છે.
૧ કિલોમીટર દુરથી લઇ આવે છે પાણી
આ પરિવારે આ નેક કામ કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં શરુ કર્યું હતું. આ પરિવાર વાવીલાવાલ્સામાં આવેલ પોતાના ગામમાં ભૂખ્યા લોકોને ભરપેટ ખાવાનું ખવડાવે છે. સુધા રાની અને એમનો પરિવાર રોજ જરૂરીયાતમંદ લોકો માટે રસોઈ બનાવે છે. એમના એઠાં વાસણ ધોવે છે. એટલુજ નહિ, અહિયાં પાણીની તંગી હોવા છતાં પણ લોકો એક કિલોમીટર દુર જઈને કુવાથી પાણી ભરીને લાવે છે.
પતિ પાસેથી મળી પ્રેરણા
રાનીના પતિ પલુરું સિદ્ધાર્થ એક સામાન્ય ખેડૂત છે. એમને સમાજ સેવા કરવી ખુબ જ પસંદ છે. એ છેલ્લા કેટલાક વર્ષોથી આવી સમાજસેવા કરે છે. રાનીને પણ એમની પાસેથી જ પ્રેરણા મળી અને એમણે ભૂખ્યા ગરીબ લોકોનું પેટ ભરવાનું નક્કી કર્યું. ગરીબ કોરોના વાયરસને કારણે આર્થિક તંગીનો માર સહન કરી રહ્યા છે. આ નેક કાર્યમાં રાની સાથે એમના પતિ, નણદોઈ અને સસરા પણ મદદ કરે છે. તેઓ ગરીબોને ખવડાવે છે એને ૧૫૦ થી વધારે દિવસ થઇ ગયા છે.
ફક્ત ખેતી પર નિર્ભર છે પરિવાર
રાનીને આટલું સારું કામ કરતા જોઇને બીજા લોકોને પણ પ્રેરણા મળી છે. રાનીના પતિનું કહેવું છે કે અત્યારે ઘરમાં પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. એટલે મારી પત્ની એક કિલોમીટર દુરથી પાણી ભરીને લાવે છે. જો જીલ્લા પ્રશાસન અમને પાણીની સગવડ કરાવી દે તો ઘણી મદદ મળી જશે. એકબીજી વાત જણાવી દઈએ કે આ પરિવાર પાસે ત્રણ એકમ જમીન છે. આ લોકો પટ્ટા પર ૧૫ એકરની જમીન પર ખેતી પણ કરે છે.
જો બીજા લોકો પણ આમની પાસેથી પ્રેરણા લઈને જરૂરતમંદ લોકોની મદદ કરવા લાગે તો આ દુનિયા સ્વર્ગ બની જશે.
0 Response to "કોરોના : ભૂખ્યા લોકોને છેલ્લા ૧૫૦ દિવસોથી ખવડાવી રહ્યો છે આ ખેડૂત પરિવાર, ૧ કિમી દુરથી લાવે છે પાણી"
ટિપ્પણી પોસ્ટ કરો