ભારતના બાળકોમાં સક્રિય થયો કોરોના સિવાયનો બીજો જીવલેણ રોગ, આટલા લક્ષણો દેખાય તો ચેતી જજો…
૨૦૨૦નું વર્ષ લોકો માટે ખરેખર અભાગ્યું છે. હજુ તો એક મુસીબતમાંથી ઉગાર્યા ન હોય તો બીજી મુસીબત દરવાજે ટકોરા દેતી હોય. કોરોના આજે આખા વિશ્વને રાતા પાણીએ રોવડાવી રહ્યો છે ત્યારે હવે બીજો એક જીવલેણ રોગ આવી ચડ્યો છે. મોટી મુસીબત એ છે કે આ રોગ બાળકો માટે સૌથી વધુ હાનિકારક છે. કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એમાં પણ ભારત તો એક એક નંબર આગળ આવતું જ જાય છે. આ સમયે બાળકોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતો જીવલેણ સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે.
એક વસ્તુ સારી છે કે, બાળકોમાંબાળકોમાં કોરોનાના સામાન્ય સંક્રમણની સાથે મૃત્યુદર ઓછો છે. પરંતુ હવે સ્વીડન, અમેરિકા, સ્પેન અને બ્રિટન બાદ ભારતીય બાળકોમાં પણ એક બીજો જીવલેણ મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ જોવા મળી રહ્યો છે. તેને વિજ્ઞાનની ભાષામાં MIS-C પણ કહેવામાં આવે છે. બાળકો માટે આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા અનુસાર ભારતમાં 22 ઓગસ્ટ સુધી કોરોનાથી થયેલા મોતમાં 20 વર્ષથી નાની ઉંમરના યુવાઓ અને બાળકોની સંખ્યા 1.22 ટકા છે.
શું હોય છે MIS-Cના લક્ષણો:-
MIS-C માં દર્દીને તાવ, શરીરના અંગો સારી રીતે કામ ન કરવા, અંગોમાં વધારે સોજા દેખાવવા જેવી અનેક બીમારી થતી જોવા મળે છે. સાથે જ કાવાસાકીના લક્ષણો પણ બાળકોમાં વધારે માત્રામાં જોવા મળે છે. એ સિવાય ધમનીઓમાં સોજા આવવા, કાર્ડિયોવાસ્ક્યુલર શોક અને અનેક અંગ ખરાબ થવા લાગે છે.
કઈ રીતે ફેલાઈ છે આ જીવલેણ રોગ:-
જે બાળકોમાં રોગ દેખાઈ છે અને તેની શોધના આધારે એક તારણ બહાર આવ્યું છે. MIS-C અને કાવાસાકી બીમારીમાં ધમનીઓમાં થનારા નુકસાનથી જોડાયેલા થતા સોજા અને અન્ય લક્ષણો બીજા કરતા થોડા અલગ હોય છે. સ્વીડન અને ઈટલીના વિજ્ઞાનિકોએ સ્વાસ્થ બાળકોમાં પ્રતિરક્ષા કોશિકાઓ, સાઈટોકાઈન અને ઓટો એન્ટીબોડીના તંત્રનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં કોરોના પહેલા કાવાસાકી બીમારીથી ગ્રસ્ત બાળકો, કોરોના વાયરસથી ગ્રસિત બાળકો અને MIS-Cથી ગ્રસ્ત બાળકોમાં જોવા મળ્યું કે તેમાં મલ્ટીપલ ઓટોએન્ટીબોડીઝના કારણે MIS-C ફેલાય છે. તેમજ તંત્ર દ્વારા કેહવામા આવ્યું છે કે જો કોઈ જ લક્ષણ દેખાય તો તરત તપાસ કરવો.
કેટલાક અઠવાડિયા પેહલા રિપોર્ટ આવ્યો હતો કે, ભારત પાસે કેટલા બાળકો કોરોના સંક્રિમત છે તેનો સાચો આંકડો સરકાર પાસે છે જ નહીં. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અથવા તો કેન્દ્ર સરકાર પાસે પણ આવા કોઈ આંકડા ઉપલબ્ધ નથી. કારણ કે અત્યાર સુધી કોઇએ પણ વય અનુસાર આંકડા જાહેર કર્યા નથી. માત્ર એકજ વાર એપ્રિલમાં આંકડા જાહેર કર્યા હતા. કુલ આંકડો ૧૭ લાખ
પરંતુ ત્યાર પછીથી માત્ર મૃત્યના આંકડાઓ સિવાય અન્ય કોઇ જ વિગત જાહેર કરી નથી. આંકડાઓની જાણકારી રાખનાર સૂત્રો અનુસાર, ૧૮ વર્ષથી નીચેની વયના બાળકોનું પ્રમાણ જુલાઇના અંતે જ્યારે કુલ આંકડો ૧૭ લાખ હતો ત્યારે બાળકોનું પ્રમાણ આઠ ટકા હતું. પરંતુ કોઇ ચોક્કસ વિગતો ઉપલબ્ધ નોહતી. જ્યારે હવેનો આંકડો કહે છે કે ભારતમાં 22 ઓગસ્ટ સુધી કોરોનાથી થયેલા મોતમાં 20 વર્ષથી નાની ઉંમરના યુવાઓ અને બાળકોની સંખ્યા 1.22 ટકા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભારતના બાળકોમાં સક્રિય થયો કોરોના સિવાયનો બીજો જીવલેણ રોગ, આટલા લક્ષણો દેખાય તો ચેતી જજો…"
ટિપ્પણી પોસ્ટ કરો