જાણો નાગ પંચમી સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કાળથી ચાલી આવતી લોકકથાઓ…
નાગ પંચમીનું છે, ધાર્મિક માન્યતાઓમાં ખૂબ જ મહત્વ; આ દિવસે ખાસ પૂજા કરાવવાથી કાળસર્પ યોગ થાય દૂર… જાણો નાગ પંચમી સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કાળથી ચાલી આવતી લોકકથાઓ…
આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં નાગને માત્ર એક જનાવર નથી માનવામાં આવતું. સર્પને આપણે દેવતાઓની સમકક્ષ માનીએ છીએ. સાપનું આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પણ છે. સર્પને આપણે દેવોની જેમ પૂજીએ છીએ સાથે, નાદ દેવતાને રિઝવવા માટે આપણાં ધર્મમાં ખાસ તહેવાર પણ છે. નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણી પાછળ પર્યાવરણીય તર્ક એ છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, અને ઉંદરોને કારણે કૃષિમાં ઘણું નુકસાન થઈ જતું હોય છે.
સાપ ઉંદરને ખાઈ જઈને પાકની સુરક્ષા કરીને પ્રકૃતિને સંતુલિત કરે છે. પશુ સંરક્ષણની વાતને મહત્વ અપાય છે, નાગ દેવતાનું પૂજન કરીને. આવા વ્યવહારિક કારણે ચોમાસા દરમિયાન જ શ્રાવણ માસમાં નાગ પંચમીનો તહેવાર ઉજવાય છે. એમાંય જો સોમવારે જો નાગ પંચમી અને સોમવારનો સંયોગ બને છે તો તે ખૂબ જ ઉત્તમ કહેવાય છે. જેને લીધે તેનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ દિવસે કાળસર્પ યોગ નિવારણની પૂજા કરાવવાથી ખૂબ સારો લાભ થાય છે.
શ્રાવણ માસની શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની પંચમીએ નાગ પંચમી ઉજવાય છે. હિન્દુ માન્યતા અનુસાર નાગને પાતાળ લોક કે નાગ લોકનો સ્વામિ માનવામાં આવે છે. જમીન સાથે જોડાયેલા આ પ્રાણીનું દેવીય મહત્વ પણ છે. તેની સાથે જોડાયેલ અનેક કથાઓ પ્રચલિત છે.
નાગ પંચમીએ નાગલાનું દોરાય છે ચિત્ર…
નાગ પંચમીએ નાગની માટીની મૂર્તિ બનાવીને અથવા ચિત્રો બનાવીને નાગા પંચમી પર નાગાની પૂજા કરવી જોઈએ. નાગ પંચમીની પૂજામાં બાળક, તેનું ઘોડિયું, માટાલાંનું ઉતરડ, ઘંટી અને સાંભેલું જેવી વસ્તુઓ દોરાય છે તેમજ સાપોલિયાં પણ દોરવામાં આવે છે. આ ચિત્રની ઉપર જ દીવો અગરબત્તી કરીને પૂજા કરવામાં આવે છે. આ દિવસે કાળસર્પ દોષો પર શિવની પૂજા કરવાથી પિતૃદોષનું પણ સરળતાથી નિવારણ લાવી શકાય છે.
આ દિવસે વ્રત – ઉપવાસ કરાય છે, તેમજ વ્રત કરનાર વ્યક્તિ પોતાની પથારીએ નહીં પરંતુ જમીન ઉપર સૂએ છે અને નિયમ – સંયમ પાળે છે. એક પ્રકારે પૃથ્વી ઉપર જીવનને શક્ય બનતી અવસ્થાનો આભાર માનવાની પણ આ એક રીત હોઈ શકે એવું માનવામાં આવે છે. પુરાણોમાં સાપની નવ જાતિઓ દર્શાવી છે. જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ સોમવાર સાથે નાગ પંચમીના સંયોગ પર રૂદ્રાભિષેક સહિત નાગ પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નાગની પૂજા બાદ દૂધ પીવરાવવામાં આવે તો તે વ્યક્તિ કાલસર્પ દોષથી છુટકારો મેળવી શકે છે.
નાગનું મહત્વ પૌરાણિક કથાઓમાં છે ખાસ…
પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો, ત્યારે તેમની સાથે શેષનાગ પણ અવતર્યા હતા અને તેમની સાથે રહેવાના આશયથી. રામાવતારમાં લક્ષ્મણ જેવા નાના ભાઈ અને કૃણાવતારમાં બલારમ જેવા મોટા ભાઈ સ્વરૂપે પડછાયાની જેમ ભગવાનની સાથે રહ્યા છે. તેથી તેમનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. આવી અનેક દંતકથાઓ આપણાં શાસ્ત્રોમાંથી લોકકથાઓમાં વણી લેવાઈ છે.
નાગ પંચમીએ માણસા દેવીના મંદિરનું છે મહત્વ…
નાગ પંચમીના વિશેષ પ્રસંગે માણસા દેવીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં હિમાલયના શિવાલિક પર્વત પર માણસા દેવીનું એક મોટું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી માણસાનો ઉદ્ભવ ભગવાન શિવના અંશમાંથી થયો છે. તેઓને નાગ સમુદાયના નાગ વાસુકીની બહેનો પણ માનવામાં આવે છે. નાગ પંચમીના દિવસે લોકો સાપને દૂધ અર્પણ કરે છે અને ઇચ્છિત વરદાન માંગે છે. ભારત ઉપરાંત આ તહેવાર નેપાળમાં પણ ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ ચતુર્થીમાં પણ સર્પની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે શેષનાગની કથા…
પુરાણો અનુસાર, એકવાર કાળા શેષ નાગે આખી યમુના નદીને તેના ઝેરથી ઝેરી બનાવી દીધી હતી. ત્યાંના રહેવાસીઓ માટે નદીનું પાણી પીવાલાયક નહોતું રહ્યું તે ઝેરીલું બની ગયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુના અવતાર, બાળ ગોપાલે બ્રિજવાસીઓની સમસ્યાનું સમાધાન કરવાની યુક્તિ કરી. એક દિવસ, તે દડીથી રમતા હતા તેમના ગોપ સખાઓ સાથે અને નદીમાં નાખી દીધો દડો. તે શોધવાના બહાને યમુનામાં કૂદી પડ્યા અને યુદ્ધમાં કાલિયા નાગને લલકાર્યો, તેની સાથે બાથ ભીડિને નાગને પરાજિત કર્યો. આદિ કવિ શ્રી નરસિંહ મેહતા રચિત જળ કમળ છાંડી જાને બાળા… પ્રચલિત ભજનમાં આ પ્રસંગ ખૂબ જ રસપ્રદ રીતે વર્ણવાયેલો છે.
યુદ્ધમાં હાર બાદ, કાળિયો નાગ નદીમાં પાછો ફર્યો અને તેનું સંપૂર્ણ ઝેર પાછું ખેંચી લીધું. તે દિવસે સાવનની પાંચમી તારીખ હતી. બદલામાં ભગવાન શ્રીકૃષ્ણે તેમને વરદાન આપ્યું કે જે કોઈપણ પંચમીના દિવસે નાગ દેવની પૂજા કરશે અને દૂધ ચડાવશે તેના જીવનના બધા દુ:ખ ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં દૂર કરશે. તેથી નાગ પંચમીનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "જાણો નાગ પંચમી સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કાળથી ચાલી આવતી લોકકથાઓ…"
ટિપ્પણી પોસ્ટ કરો