રનવે પરથી લપસી જવાના કારણે સર્જાયો અકસ્માત, જોખમી ઉતરણ અને ઉદ્દયન ધરાવતા એરપોર્ટનો ટેબલટૉપ રન-વે ઢાંચો દુર્ઘટના માટે જવાબદાર

કેરળમાં ઘટેલી ઘટનામાં હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સમજાઈ રહ્યું નથી. ત્યારે આ દુર્ઘટના કોઝીકોડ એરપોર્ટ પર ઘટી છે, આ એરપોર્ટ એ ટેબલટૉપ પ્રકારનું છે. કહેવાય છે કે એરપોર્ટની બનાવટના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાન ખીણમાં ખડકાતા આગળના ભાગના ૨ ટુકડા થઇ ગયા છે. કેરળનું કોઝીકોડ એરપોર્ટ ભૌગોલિક પ્રકારે જોખમી છે. આ એરપોર્ટનો ભૌગોલિક ઢાંચો ટેબલટૉપ પ્રકારનો હોવાથી અહી વિમાનનું લેન્ડીંગ એ ખતરનાક માનવામાં આવે છે.

૧૮૪ જેટલા યાત્રી તેમજ ૬ ક્રુ મેમ્બર હાજર હતા

image source

આ ઘટનાના પગલે તપાસમાં આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે જીડીસીએના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયા એક્સપ્રેસ AXB 1344, એટલે કે બોઈંગ 737 દુબઈથી કોઝીકોડ માટે વંદે ભારત મિશન અંતર્ગત આવ્યું હતું. જો કે વિમાને જ્યારે રનવે પર લેન્ડીંગ કર્યું ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો હતો પરિણામે ભરાયેલા પાણીના કારણે વિમાન લપસી ગયું હતું અને ખીણમાં પટકાયું હતું. જો કે વિમાન ખીણમાં પડતા જ બે ભાગોમાં તુટી ગયું હતું. જો કે આ દુર્ઘટના ઘટી ત્યારે પ્લેનમાં ૧૯૦ લોકો સવાર હતા. એમાં ૧૮૪ જેટલા યાત્રી તેમજ ૬ ક્રુ મેમ્બર હાજર હતા. જો કે કુલ યાત્રીઓમાં ૧૦ જેટલા બાળકો પણ હતા.

દુર્ઘટના માટે જવાબદાર ટેબલટૉપ રન-વે

image source

ઉલ્લેખનીય છે કે શરૂઆતી સમયમાં આ ઘટના માટે એરપોર્ટના ભૌગોલિક ઢાંચાને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ દુર્ઘટનાનું કારણ ટેબલટૉપ પ્રકારનો રન વે છે. ભૌગોલિક પ્રકારે કોઝીકોડનું એરપોર્ટ ટેબલટૉપ પ્રકારનું છે, જેનો અર્થ કે અહી રનવેની આસપાસ ખાઈ હોય છે. ટેબલટૉપ ઢાંચો પૂર્ણ થયા પછી અહી આગળ જગ્યા હોતી નથી. પરિણામે કોઝિકોડ દુર્ઘટના મુજબ પ્લેન રન વે પર લપસ્યા પછી વિમાન સીધું જ ખાઈમાં જઈને ખાબક્યું હતું અને બે ભાગમાં વહેચાઈ ગયું હતું.

ટેબલટૉપ રન-વેમાં રહે છે વધારે જોખમ

image source

ટેબલટૉપ પ્રકારના રનવેમાં ખતરો રહે જ છે. કારણ કે આ પ્રકારના રન-વેની એક તરફ અથવા બંને તરફ ખાઈ હોવાના કારણે ટેબલટૉપ રન-વેને જોખમી માનવામાં આવે છે. અહી લેન્ડીંગ અને ટેકઓફ બંને સમયે સાવધાની રાખવાની જરૂર પડે છે. આવા રનવે પર ઉતરતા અને ઉડતા સમયે પાયલોટની કુશળતા જ કામ આવે છે. જો કે મોટાભાગે આ પ્રકારના ટેબલટૉપ રન-વે પઠાર કે પહાડના ટોચ પર બનાવવામાં આવે છે. ભારતમાં આવા ત્રણ એરપોર્ટ છે. જેમાં કર્ણાટક મેંગ્લુરું, કેરળ અને મિઝોરમમાં આ પ્રકારના રનવે છે.

કોઝીકોટનો રન-વે લગભગ 9300 ફીટ

image source

આ ઘટનાને પગલે પૂર્વ ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રેડ્ડીએ જણાવ્યું હતું કે કેરળના આ એરપોર્ટ પરનો રન-વે લગભગ 9300 ફીટ છે. સામાન્ય રીતે શૂન્ય રન વેથી જોઈએ તો ઉતરવા માટે આ રન વે લગભગ આઠ-સવા આઠ હજાર ફીટનો છે. આવા સમયે જો વરસાદ ચાલુ હોય તો આ એરપોર્ટ પરનો રન-વે ભીનો હોય છે. આવા સમયે ભીના રનવે પર બ્રેકીંગ કરવામાં આવે છે જો કે એ હાઈએસ્ટ બ્રેકિંગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "રનવે પરથી લપસી જવાના કારણે સર્જાયો અકસ્માત, જોખમી ઉતરણ અને ઉદ્દયન ધરાવતા એરપોર્ટનો ટેબલટૉપ રન-વે ઢાંચો દુર્ઘટના માટે જવાબદાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel