પહેલા અને બીજા ડોઝ બન્નેનું છે અલગ-અલગ કામ, જાણો કોરોના રસી આપણા શરીરમાં કઈ રીતે કરે છે અસર
કોરોના આવ્યો ત્યારથી આપણે વેક્સિનની રાહ જોતા હતા. આ સાથે જ હવે વેક્સિન આવી ગઈ છે તો ડોઝને લઈ અસમંજમાં છીએ. ત્યારે એક્સપર્ટ એવું કહે છે કે દરેક વ્યક્તિના શરીરમાં એન્ટિબોડી તૈયાર કરવાની જુદી જુદી ક્ષમતા હોય છે. આ એન્ટિબોડી સતત જુદા જુદા વાઇરસો સામે લડે છે. ઘણા કિસ્સામાં એન્ટિબોડી છતાં પણ વાઇરસ શરીર પર હાવી થાય છે. વેક્સિનના પ્રથમ ડોઝ કરતાં બીજો ડોઝ કોરોના સામેની એન્ટિબોડીને 10થી 25 ગણી વધારી શકે છે એવું પણ કહેવાય રહ્યું છે. પ્રથમ ડોઝ શરીરની ઈમ્યુન સિસ્ટમને લર્નિંગ ફેઝમાં મૂકે છે જ્યારે બીજો ડોઝ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે.

તો વળી એક વાત એ પણ સામે આવી છે કે એન્ટિબોડીનું પ્રમાણ જે તે વ્યક્તિ પ્રમાણે વધતું ઓછું હોઈ શકે છે પરંતુ કોરોનાથી બચવા વેક્સીનના બંને ડોઝ એકમાત્ર ઉપાય હોવાનું હાલમાં સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા 40થી 45 વયજૂથના 6 સ્ત્રી-પુરુષના બ્લડ સેમ્પલનો IgG એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં નક્કર પરિણામો ધ્યાને આવ્યાં હતાં અને પછી જ આ તારણો કાઢવામાં આવ્યા છે કે બન્ને ડોઝ લઈ તો એટલે તમને મોટું કવચ મળી જાય છે. જો આ ટેસ્ટ વિશે વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ ટેસ્ટમાં IgG સ્કોર 12 કરતાં નીચે હોય તેની ઇમ્યુનિટી ઓછી ગણાય, IgG સ્કોર 12થી 15 વચ્ચે હોય તેને સામાન્ય અને IgG સ્કોર 15 કરતાં વધારે હોય તેમની ઇમ્યુનિટી સારી ગણાય.

આ સંશોધનમાં બીજી પણ એક વાત બહાર આવી છે જે ખરેખર દરેક લોકોએ જાણવી જોઈએ. જેમાં બહાર આવ્યું છે કે જે વ્યક્તિને કોરોના નહોતો થયો અને એક વેક્સિન લીધી હતી તેને પ્રથમ ડોઝના 47 દિવસ બાદ IgG એન્ટિબોડી સ્કોર 38.1 હતો જ્યારે અન્ય વ્યક્તિ જેણે વેક્સિનના બંને ડોઝ લીધા હતા તેને બીજો ડોઝ લીધાના ફક્ત આઠ જ દિવસમાં IgG એન્ટિબોડી સ્કોર 400 આવ્યો હતો. હવે તમે જ ફરક જોઈ લો અને નક્કી કરી લો કે એક ડોઝ અને બન્ને ડોઝમાં કેટલો મોટો તફાવત છે.

આ જ રીતે એક બીજું સંશોધન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોરોના થયો હોય એવા લોકોમાં વેક્સિનની શું અસર છે એ જોવા મળ્યું હતું. જે વ્યક્તિને કોરોના થયો હતો અને એક વેક્સિન લીધી હતી તેનો પ્રથમ ડોઝના 9 દિવસ બાદ IgG એન્ટિબોડી સ્કોર 15.4 હતો જ્યારે અન્ય વ્યક્તિ જેણે વેક્સિનના બંને ડોઝ લીધા હતા તેને બીજો ડોઝ લીધાના 78 દિવસ બાદ પણ IgG એન્ટિબોડી સ્કોર 400 પર સ્થિર રહ્યો હતો. તો વળી નિષ્ણાતોએ એવું પણ કહ્યું છે કે પ્રથમ વેવમાં મહત્તમ ડૉક્ટર્સ, ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ કેર વર્કર્સને કોરોના થયો હતો.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જીટીયુ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીથી લઈને 15મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં.
0 Response to "પહેલા અને બીજા ડોઝ બન્નેનું છે અલગ-અલગ કામ, જાણો કોરોના રસી આપણા શરીરમાં કઈ રીતે કરે છે અસર"
ટિપ્પણી પોસ્ટ કરો