હવે ઘરે બેઠા કેવી રીતે કરાવશો Whatsapp પર ગેસનું બુકિંગ, જાણો તમે પણ

હલમાં કોરોના મહામારીના કારણે લગભગ કામો ઘરે બેઠા થાય એવી વ્યવસ્થા પર સતત જોર આપવામાં આવ્યું છે. જો કે કોરોનાના સમયમાં પણ આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જ એકબીજા સાથે જોડાયેલા રહ્યા છીએ. સોશિયલ મીડિયાના આ સમયમાં હવે દરેકના ફોનમાં વોટ્સએપ એ કોમન થઇ ગયું છે.

image source

આવા સમયે વોટ્સએપ દ્વારા ઘણા કામ સરળતાથી થઇ જાય છે. જેમ કે હવે પેમેન્ટ કરવાના હોય કે પછી કોઈ સામાન ખરીદવાનો હોય અથવા બુકિંગ કરાવવા જેવા કામ પણ ફટાફટ થઈ જતા હોય છે. આ જ સરળ માર્ગે હવે તમે વોટ્સએપની મદદથી ગેસ સિલેન્ડર પણ બુક કરાવી શકો છો. ઇન્ડેન ગેસ કંપનીએ હવે ગ્રાહકો માટે શરુ કરી છે વોટ્સએપ બુકિંગ સુવિધા…

ગેસ કંપની તરફથી એક નંબર જાહેર કરવામાં આવ્યો

image source

ઇન્ડેન ગેસના ગ્રાહકો હવે ગેસના સીલીન્ડરને બુક કરાવવા માટે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે. આમ કરવા માટે ગ્રાહકે માત્ર રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર પરથી ફોન કરવાની પણ જરૂર નથી તમે માત્ર વોટ્સએપ દ્વારા એક મેસેજ કરશો તો પણ બુકિંગ થઇ શકશે. આ માટે તમામ ગેસ કંપની તરફથી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમારે REFILL લખીને માત્ર એ નંબર પર મોકલવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ દ્વારા તમે તેનું સ્ટેટ્સ પણ જાની શકશો.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કસ્ટમર માટે નંબર

image source

જો તમે પણ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ગ્રાહક છો તો તમારા ગેસનું સીલીન્ડર મંગાવવા માટે કંપનીએ નંબર જાહેર કર્યો છે. ગ્રાહકે ગેસ મંગાવવા માટે 7588888824 નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે. જો કે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધાનો લાભ લેવા માટે તમારે રિજસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ મેસેજ કરવાનો રહેશે.

બીજા નંબરથી મેસેજ કરશો તો કામ નહીં થાય

image source

ગેસ સીલીન્ડરને વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવવા માટે રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબર પરથી જ મેસેજ કરવાનો રહેશે. જો તમે પણ બીજા કોઈ ફોન નંબરથી મેસેજ કરશો તો તમારું કામ થઇ શકશે નહિ. આવા સમયે તમારે રજીસ્ટર મોબાઈલ નંબરથી જ મેસેજ કરવાનો રહેશે. રજીસ્ટર નંબરથી તમારે REFILL ટાઈપ કરીને 7588888824 નંબર પર વોટ્સઅપ મેસેજ કરવો પડશે.

જાણો કેવી રીતે જાણી શકાશે બાટલાનું સ્ટેટ્સ

image source

જો તમે વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવ્યું છે એ તમે તમારા બાટલાનું સ્ટેટ્સ જાણવા ઈચ્છતા હોય તો આ સુવિધા પણ વોટ્સએપ દ્વારા આપવામાં આવી છે. આ માટે રજીસ્ટર કરેલા મોબાઈલ નંબરથી ટાઈપ કરવું પડે છે. આ માટે STATUS# પછી ઓર્ડર નંબર જે બુકિંગ કર્યા પછી એ લખવાનો રહેશે. જો તમારો બુકિંગ નંબર 12345 છે, તો તમારે સ્ટેટ્સ જાણવા STATUS#12345 ટાઈપ કરવું પડશે અને 7588888824 નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને મોકલવો પડશે. આ વાતનું ધ્યાન રાખો કે STATUS# ઓર્ડર નંબરની વચ્ચે કોઇ જ પ્રકારની સ્પેસ નથી આપવાની.

મિસ કોલ કરીને પણ સીલીન્ડર બુક કરાવી શકે

image source

ગ્રાહકો દ્વારા આ નંબર પર મિસકોલ આપીને પણ તમે બુકિંગની સુવિધા મેળવી શકો છો. જો કે ઇન્ડેન ગેસના ગ્રાહકો માટે 9911554411 આ નંબર છે. આ નંબર પર મિસ કોલ કરીને પણ સમગ્ર દેશના ઇન્ડેન યુઝર ગેસ સીલીન્ડર બુક કરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "હવે ઘરે બેઠા કેવી રીતે કરાવશો Whatsapp પર ગેસનું બુકિંગ, જાણો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel