યે રિશ્તા ક્યા કહેલાતા હૈ…’ના આ ફેમસ એક્ટરે શોને કહી દીધું BYE-BYE, વાંચો શું લખી ઇમોશનલ પોસ્ટ
યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોમાંથી કાયરવે લીધી વિદાઈ – બાળકલાકારે શેર કરી ઇમોશનલ પોસ્ટ
ટીવીના જાણીતા શો યે રિશ્તા ક્યા કહલાતા હૈમાx કાયરવનું પાત્ર ભજવનાર બાળ કલાકાર તન્મય ઋષિએ શોને અલવિદા કહી દીધું છે. આ વાતની જાણકારી તેણે પોતે પોતાના ફેન્સને સોશયિલ મડિયા દ્વારા આપી છે. તેમણે એક ઇમોશનલ પોસ્ટમાં લખ્યું છે કે તે મોહસિન ખાન અને શિવાંગી જોશી સાથે શોની સંપૂર્ણ કાસ્ટને મિસ કરશે.
તન્મયે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે ‘જીવનમાં બે બાબત ખુબ મુશ્કેલ હોય છે. પહેલું કોઈને હેલ્લો કહેવું અને બીજું કોઈને છેલ્લીવાર ગુડબાય કહેવું. છેવટે બાય-બાય યે રિશ્તા ક્યા કહલાતા હૈ… આભાર રાજન સર. હું નાયરા દીદી અને કાર્તિક ભાઈ સાથે યે રિશ્તા ક્યા કહલાતા હૈ પરિવારના બધા જ ક્રૂ મેમ્બર્સને મિસ કરીદશ.’
કાયરવના પાત્રથી દર્શકોના હૃદયમાં બનાવી હતી જગ્યા
બાળ કલાકાર તન્મય શોમાં પોતાના પાત્ર કાયરવથી દર્શકોના હૃદયમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. એ જ કારણ છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર 80 હજાર જેટલા લોકો ફોલો કરે છે. તન્મયના સોશિયલ મિડિયા પ્લેટફોર્મને તેની માતા હેન્ડલ કરે છે.
જો કે કોરોના વાયરસની મહામારીના કારણે ટેલિવિઝન શોના શૂટિંગ લગભઘ 100 દિવસ કરતાં પણ વધારે સમય માટે થંભી ગયા હતા. અને ત્યાર બાદ જ્યારે સરકાર દ્વારા શૂટિંગની મંજૂરી આપવામા આવી ત્યારે સરકારી માર્ગ દર્શીકા પ્રમાણે નાના બાળકોને શૂટિંગમાં સમાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી શો યહ રિશ્તા ક્યા કહલાતા હૈમાં કાયરવ જોવા મળ્યો નહોતો. અને હવે છેવટે તેણે શોને અલવીદા કહી દીધું છે.
ટી.વી પર લાંબા સમયથી પ્રસારિત થતા શો માં એક ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં હાલન દિવસોમાં નાયરા એટલે કે શિવાંગી જોશી અને કાર્તિક એટલે કે મોહસિન ખાની જુદાઈનો ટ્રેક ચાલી રહ્યો છે. શોમાં આવનારા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સના કારણે આ શો ટોપ-10ની યાદીમાં હંમેશા જગ્યા બનાવેલી રાખે છે. આ ઉપરાંત મોહસિન ખાન અને શિવાંગી જોશીએ પોતાની કેમેસ્ટ્રીથી પણ દર્શકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે. તાજેતરમાં આ શોના કેટલાક કલાકારો કોરોના સંક્રમિત થયા હતા, જો કે સારી વાત એ છે કે બધા જ કોરોનાને માત આપી ચુક્યા છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈ વર્ષોથી સ્ટાર પ્લસ પર રાત્રીના 9.30 થી 10.00ના સ્ટોલમાં પ્રસારિત કરવામાં આવે છે.
તમને જણાવી દીએ કે ટીઆરપી લીસ્ટમાં ટોપ પર રહેનારો આ શો હાલ ટીઆરપીમાં સ્થાન મેળવવા માટે હવાતિયા મારી રહ્યો હતો. છેવટે શોની ટીમે શોને ટીઆરપી ચાર્ટમાં જાળવી રાખવા માટે તેમાં કેટલાક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવવાનું શરૂ કર્યુ છે. અને સ્થિતિ એટલી ખરાબ થઈ ચુકી હતી કે આ શો વર્ષના 22માં અઠવાડિયામાં ટીઆરપીના ટોપ 10ના લિસ્ટમાંથી ગાયબ થઈ ગયો હતો. હવે આવા સમયે નિર્માતાએ આ સિરિયલને ફરી લિસ્ટમાં લાવવા માટે ભરપુર પ્રયાસ શરૂ કર્યો છે. અને તે ઉદ્દેશથી શોના મુખ્ય પાત્ર નાયરાના જીવનમાં ઉથલ-પાથલ લાવીને તેને એક લીપ આપવામાં આવ્યો છે. અને અહેવાલ પ્રમાણે કાર્તિકના ગાયબ થયા બાદ નાયરા એકલી જ પોતાના બાળકને જન્મ આપશે અને તેની દેખરેખ રાખશે. જો કે હજુ પણ શોમાં ટ્વીસ્ટ આવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ…’ના આ ફેમસ એક્ટરે શોને કહી દીધું BYE-BYE, વાંચો શું લખી ઇમોશનલ પોસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો