ભારતના આ શહેરમાં કોરોના બન્યો માથાનો દુખાવો, મોતના આકડાંથી દર્દીઓમાં ફફડાટ, સરકારે કરી કલમ-144 લાગુ

સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના બેકાબુ બની ગયો છે. એમાં પણ અનુક રાજ્યમાં તો કોરોના કેસોનો ઢગલો થઈ રહ્યો છે. સામે મોત પણ એટલા જ થઈ રહ્યા છે. જો કે ખુશીના સમાચાર એ પણ છે કે ભારતમાં રિકવર રેટ ઘણો સારો છે અને હજારો લોકો સાજા થઈને ઘરે પણ જઈ રહ્યા છે.

image source

ત્યારે હવે એક તદ્દન નવા જ સમાચાર સામે આવી રહ્યા છે કે કોરોના વાઈરસના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે નવા પ્રતિબંધ લાદ્યા છે. લોકોની અવર-જવર તથા ભેગા થવા પર નિયંત્રણો મુકવા સાથે શહેરમાં CRPCની કલમ-144 મધ્યરાત્રીથી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે અને તે આગામી 30 સપ્ટેમ્બર સુધી અમલી બનશે.

image source

આ સાથે જ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ફક્ત ખૂબ જ જરૂરી કાર્ય તથા ઈમર્જન્સીની સ્થિતિમાં જ બહાર નિકળવાની છૂટ છે બાકી કોઈએ ઘર બહાર નીકળવાની પરમિશન નથી. આ અગાઉ એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની સ્થિતિ બાદ જૂન-જુલાઈમાં મુંબઈને મહામારીથી થોડી રાહત મળવાની શરૂઆત થઈ હતી.

image source

પણ ફરી કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 23 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. આ રીતે એક એક દિવસમાં 23 હજાર કેસ એ કેટલી ગંભીર પરિસ્તિથી કહી શકાય એ બધા જાણે જ છેચ કારણ કે ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.

image source

જો એકલા મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં 11 લાખથી વધારે કેસ આવી ચુક્યા છે. આ પૈકી આશરે આઠ લાખ લોકો સાજા થઈને ઘરે પણ ગયા છે. પણ આશરે 3 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 30,800 જેટલા દર્દીએ જીવ ગુમાવ્યા છે. મુંબઈમાં કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ચિંતાજનક સ્તરે છે. મુંબઈમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશથી ગણો વધારે છે. ત્યારે આવી સ્થિતિમાં સરકારનો નિર્ણય કરવો એ પણ લોકોને વ્યાજબી લાગી રહ્ય છે અને સમર્થન કરી રહ્યા છે.

ભારતમાં કોરોનાની હાલની સ્થિતિ

image source

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 52 લાખને વટાવી ગઈ છે. 24 કલાકમાં કોરોનાના 96 હજાર 424 દર્દીઓ આવ્યા. ગુરુવારે 1174 દર્દીઓ મૃત્યુ પામ્યા અને 87,778 લોકો સ્વસ્થ થયા. આ સાથે દર્દીઓની સંખ્યા વધીને 52 લાખ 14 હજાર 678 થઈ ગઈ છે. તે જ સમયે 41 લાખ 12 હજાર 552 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 84,372 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં તંદુરસ્ત દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા ચાર ગણી વધારે છે. હાલમાં દેશમાં 10 લાખ 17 હજાર 754 સક્રિય કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ભારતના આ શહેરમાં કોરોના બન્યો માથાનો દુખાવો, મોતના આકડાંથી દર્દીઓમાં ફફડાટ, સરકારે કરી કલમ-144 લાગુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel