ન કરશો હવે વિઝા મેળવવાની ચિંતા – આ 16 દેશોમાં તમે ફરી શકશો વગર વિઝાએ
સામાન્ય રીતે તમારે તમારો દેશ છોડીને બીજા દેશમાં પ્રવેશ કરવો હોય તો તમારે તે દેશની એક કાયદેસરની પરવાનગીની જરૂર પડે છે જેને વિઝા કેહવામાં આવે છે. પણ કેટલાક દેશોના પાસપોર્ટ એટલા પાવરફુલ હોય છે કે તે પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ દુનિયાના ઘણા બધા દેશોનો પ્રવાસ વિઝા વગર જ કરી શકે છે. જોકે ભારતનો પાસપોર્ટ એટલો બધો પાવરફુલ નથી પણ તેમ છતાં તમે તમારા ભારતીય પાસપોર્ટ પર 16 દેશોની સફર વગર વિઝાએ કરી શકો છો.
તાજેતરમાં રાજ્યસભામાં મુરલિધરને જણાવ્યું હતું કે દુનિયાના લગભઘ 43 દેશ વિઝા ઓન અરાઇવલની સેવા આપે છે. એટલે કે તમે તે દેશના એરપોર્ટ પર પહોંચો ત્યાર બાદ તે દેશ તમને વિઝા આપે છે તેના માટે અગાઉથી વિઝા લેવાની જરૂર પડતી નથી. તો વળી 36 જેટલા દેશો ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઇ-વીઝાની સેવા આપે છે. એટલે કે તમારે આ 36 દેશના વિઝા મેળવવા માટે તેમની ભારત ખાતેની ઓફિસમાં નથી જવું પડતું પણ તમે ઓનલાઇન પ્રોસેસ કરીને પણ તેના વિઝા મેળવી શકો છો.
તો વળી ભારતના પાસપોર્ટ પર તમે 16 જેટલા દેશોમાં વગર વિઝાએ પ્રવાસ કરી શકો છો. માટે જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય પણ વિઝાની ઝંઝટમાં ન પડવું હોય તો તમે આ 16 દેશની મુલાકાત તમારા ભારતીય પાસપોર્ટ પર કરી શકો છો. આ 16 દેશોમાં ભૂટાન, હેતી, ગ્રેનાડ, બારબાડોસ, મોરેશિયસ, નીયુ દ્વીપ, સેનેગલ, ટોબેગા, સર્બિયા, સેંટ વિંસેંટ, ગ્રેનેડાઇંસ, ત્રિનિદાદ, સમોઆ, નેપાળ, માલદીવ્સ, હેતી, હોંગકોંગ SAR, ડોમેનિકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે ઇરાન,ઇન્ડોનેશિયા તેમજ મ્યાનમાર ઉપરાંત બીજા કેટલાક દેશો વીઝા ઓન અરાઇવલની સુવિધા ભારતીય પાસપોર્ટ ધારકને આપે છે.
તેમજ શ્રીલંકા, ન્યુઝિલેન્ડ તેમજ મલેશિયા ઉપરાંત બીજા 26 દેશો છે જેઓ ઇ-વિઝાની સુવિધા ભારતીય પાસપોર્ટ ધારકને આપે છે. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ભારતીય નાગરીકો માટે આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવા માટે વીઝા મુક્ત યાત્રા, વિઝા ઓન અરાઈવલ તેમજ ઇ વિઝાની સુવિધા આપનારા દેશની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જાણો દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટ વિષે
થોડા સમય પહેલાં દુનિયાના 10 પાવરફુલ પાસપોર્ટની યાદી બહાર પાડવામા આવી હતી. જે તે પાસપોર્ટ ધારક કેટલા દેશની મુલાકાત વગર વિઝાએ લઈ શકે છે તેના પરથી બનાવવામાં આવી હતી.
જાપાન 2018 અને 2019ના પાવરફુલ પાસપોર્ટની યાદીમાં પ્રથમ આવ્યું હતું. જોકે 2019માં જાપાનની સાથે સાથે આ સ્થાન સીંગાપુરના પાસપોર્ટને પણ મળ્યું હતું. આ બન્ને દેશના પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ દુનિયાના 189 દેશોની મુલાકાત વિઝા વગર જ લઈ શકે છે.
ટોપ ટેન પાવરફુલ પાસપોર્ટની યાદીમાં, સાઉથ કોરિયા, જર્મની, ફિનલેન્ડ, બીજા ક્રમે છે આ દેશના પાસપોર્ટ ધારકો 187 દેશોની મુલાકાત વગર વિઝાએ લઈ શકે છે. ત્યાર બાદ ત્રીજા ક્રમે આવે છે ડેનમાર્ક, ઇટાલી અને લક્ઝેમ્બર્ગ. આ દેશના પાસપોર્ટ ધારકો 186 દેશોની મુલાકાત વગર વિઝાએ લઈ શકે છે. ચોથા ક્રમે ફ્રાન્સ, સ્પેઇન અને સ્વિડનનો સમાવેશ થાય છે. આ દેશના પોસપોર્ટ ધારકો વિઝા વગર 185 દેશોની મુલાકાત લઈ શકે છે.
પાંચમાં સ્થાને આવે છે ઓસ્ટ્રિયા, નેધલેન્ડ્સ, પોર્ટુગલ અને સ્વિત્ઝરલેન્ડ, આ દેશના પાસપોર્ટ ધારકો 184 દેશોની મુલાકાત વિઝા વગર કરી શકે છે. છઠ્ઠા ક્રમે નંબર આવે છે, બેલ્જિયમ, યુકે, ગ્રીસ, નોર્વે, યુએસએ, આયરલેન્ડ અને કેનેડા. આ દેશનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ 183 દેશોની મુલાકાત વગર વિઝાએ લઈ શકે છે. સાતમા ક્રમે આવે છે માલ્ટા અને ઝેક રીપબ્લીક આ દેશનો પાસપોર્ટ ધરાવનાર લોકો 182 દેશોની મુલાકાત વિઝા વગર કરી શકે છે. 9મા સ્થાન પર છે ઓસ્ટ્રેલિયા, આઇસલેન્ડ, ન્યુ ઝીલેન્ડ અને લિથુઆનિયા છે. આ દેશનો પાસપોર્ટ ધરાવનાર લોકો 180 દેશની મુલાકાત પાસપોર્ટ વગર લઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ન કરશો હવે વિઝા મેળવવાની ચિંતા – આ 16 દેશોમાં તમે ફરી શકશો વગર વિઝાએ"
ટિપ્પણી પોસ્ટ કરો