સાથી એક્ટ્રેર્સના પ્રેમમાં પડીને પસ્તાયા આ 5 કલાકારો, પછી બધાએ એક જેવું વિચારીને કર્યું ના કરવાનું ‘આવું’ કામ
આ 5 પરણિત ટેલિવિઝન કલાકારોનું સાથી કલાકાર પર આવી ગયું દિલ,પછી શું થયું એ જાણી લો.
બૉલીવુડ અનવ ટેલિવિઝન જગતમાં એવા ઘણા કલાકારો છે જેમને પોતાની સાથે કામ કરી રહેલા અભિનેતા કે અભિનેત્રીઓ સાથે પ્રેમ થઈ ગયો અને એમની જ સાથે એમને ઘર વસાવી લીધું. તો આજે અમે તમને ટીવીના એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જે પહેલેથી જ પરણિત હતા પણ શૂટિંગ દરમિયાન એમને એમના સાથી કલાકાર સાથે પ્રેમ થઈ ગયો અને પછી પોતાના પહેલા પ્રેમને છોડીને એમની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
1. દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ.

ટેલિવિઝન જગતના સૌથી જાણીતી અભિનેત્રીમાં ગણાતી દીપિકા કક્કડ પણ આ સૂચિમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે દીપિકાએ ટીવી શો સસુરાલ સીમર કામાં કર્યું હતું એ સિવાય એ બિગ બોસની વિજેતા પણ રહી ચુકી છે. વર્ષ 2018માં દીપિકાએ પોતાના બોયફ્રેન્ડ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા.બંનેની મુલાકાત ટીવીના સેટ પર જ થઈ હતી. એ પહેલાં દીપિકાએ વર્ષ 2011માં રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા. પણ એમના લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા અને વર્ષ 2015માં બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો.
2.હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ટીવી સ્ટાર હિતેન તેજવાનીએ બે લગ્ન કર્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હિતેન તેજવાનીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે એમના પહેલા લગ્ન અરેન્જ મેરેજ હતા પજ આ લગ્નથી એ ખુશ નહોતા અને લગભગ 11 મહિના પછી હિતેને છૂટાછેડાનું નિર્ણય લઈ લીધો હતો. પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા પછી હિતેનની જિંદગીમાં ગૌરી પ્રધાન આવી અને બંનેએ ટીવી શો કુટુંબ અને ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં એકબીજા સાથે કામ કર્યું હતું. અને ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા હતા અને થોડા સમય બાદ બંનેએ લગ્ન કરી લીધા.
3. કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ

ટીવી શોથી બૉલીવુડ સુધી પહોંચનાર કરણ સિંહ ગ્રોવર પણ આ સૂચિમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે કરણે કુલ 3 લગ્ન કર્યા છે. એમના પહેલા લગ્ન વર્ષ 2008માં ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે કર્યા હતા પણ થોડા જ મહિના પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા એ પછી કરણે વર્ષ 2012માં ટીવીની જાણીતી એક્ટ્રેસ જેનિફર વીંગેટ સાથે લગ્ન કર્યા હતા, કરણના આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી ન શક્યા અને વર્ષ 2014માં બંનેએ અલગ થઈ જવાનો નિર્ણય લીધો હતો. હવે કરણે વર્ષ 2016માં બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા છે.
4. રામ કપૂર અને ગૌતમી કપૂર

આ જોડી ટીવીની સૌથી ચર્ચિત જોડી માનવામાં આવે છે. રામ કપૂર અને ગૌતમીની મુલાકાત ટીવી શો ઘર એક મંદિરના સેટ પર થઈ હતી અને પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા. જો કે એ દરમિયાન ગૌતમીના લગ્ન થઈ ચૂક્યા હતા. એમને જાણીતા ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા પણ બંને વચ્ચે કઈ સારું નહોતું ચાલી રહ્યું અને એ જ કારણે બંનેએ અલગ થઈ જવાનો નિર્ણય લીધો હતો, એ પછી ગૌતમીએ વર્ષ 2003માં રામ કપૂર સાથે લગ્ન કર્યા હતા.
5. સમીર સોની અને નીલમ કોઠારી

ટીવી જગત અને બોલીવુડમાં પોતાની છાપ છોડનાર એકટર સમીર સોનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. એમને ટીવીની સાથે સાથે બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો એમની અંગત જિંદગીની વાત કરીએ એમને વર્ષ 1996માં રાજલક્ષ્મી ખાનવેલકર સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત મોડલિંગ શો દરમિયાન થઈ હતી પણ લગ્નના થોડા જ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા એ પછી સમીરે 14 વર્ષ સુધી લગ્ન નહોતા કર્યા પણ પછી એમની મુલાકાત નીલમ સાથે થઈ. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવ્યા અને પછી 24 જાન્યુઆરી 2011માં એમને લગ્ન કરવાનો નિર્ણય લીધો. નીલમ પણ પહેલા લગ્ન કરી ચુકી હતી. એને વર્ષ 2000માં ઋષિ શેઠિયા સાથે લગ્ન કર્યા હતા પણ આ બંનેના લગ્ન પણ ટકી ન શક્યા અને પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સાથી એક્ટ્રેર્સના પ્રેમમાં પડીને પસ્તાયા આ 5 કલાકારો, પછી બધાએ એક જેવું વિચારીને કર્યું ના કરવાનું ‘આવું’ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો