કોરોનાની વચ્ચે અમેરિકામાં આવી બીજી ભયાનક આફત, એક સાથે 8 શહેરોમાં એલર્ટ, જાણો જલદી શું થયું
કોરોનાની મહામારી વચ્ચે અમેરિકામાં ઉભી થઈ આ મોટી આફત – 8 શહેરોને રાખવામા આવ્યા એલર્ટ પર
કોરોનાની મહામારીના કારણે આખુંએ વિશ્વ ત્રસ્ત થઈ ઉઠ્યું છે અને વિશ્વની મહાસત્તા એવા અમેરિકાની હાલત તો સદંતર કફોડી થઈ ઉઠી છે. અહીં તો જાણે આ મહામારીએ તાંડવ જ ફેલાવી મુક્યું છે. અને એટલું ઓછું હોય તો એક નવી જ આફત આવીને ઉભી થઈ ગઈ છે.
અમેરિકાના 8 જેટલા શહેરોમાં પીવાના પાણીમાં એક જીવલેણ બેક્ટેરિયાએ દેખા દીધી છે અને તેની અસર લોકોમાં વર્તાઈ રહી છે. આ એક પ્રકારનો જીવલેણ અમીબા છે જેના કારણે અમેરિકાના 8 શહેરોને એલર્ટ પર મુકવામા આવ્યા છે. આ આફત અમેરિકાના ટેક્સસના દક્ષિણ પૂર્વમાં જોવા મળી છે. અહીંના પીવાના પાણીમાં એક પ્રકારના જીવલેણ અમીબા દેખાયા હતા, ત્યાર બાદ તેની સઘન તપાસ કરવામાં આવી હતી અને આઠ શહેરોના લોકોને તે પાણી ઢોળી નાખવાના સૂચન આપવામા આવ્યા છે. અને લોકોને બહારથી પાણી મંગાવીને તેનો ઉપયોગ કરવાની અરજ કરવામાં આવી છે.
એનવાયરનમેન્ટ ડીપાર્ટમેન્ટના સંશોધકોના જણાવ્યા પ્રમણે આ અમિબાનું નામ નેગ્લેરિયા ફોલેરી છે. જે મગજના કોષોનું ભક્ષણ કરે છે અને તેના કારણે માણસનું મૃત્યુ નીપજે છે. મળેલા અહેવાલ પ્રમાણે ગત શુક્રવારની સાંજે આ વિસ્તારોના પાણીના પુરવઠામાં અમીબાની હાજરી જોવા મળી હતી. અને ત્યાર બાદ ઇમર્જન્સી જાહેર કરવામા આવી હતી. જો કે તરત જ સ્થાનિક તંત્ર કાર્યરત થઈ ગયું હતું અને બને તેટલી ઝડપે આ સમસ્યાને ઉકેલવાની તેમણે બાહેંધરી આપી હતી.
એક જાણકારી પ્રમાણે આ પ્રકારના પરજીવીઓ હુંફાળા પાણી, ગરમ પાણી ધરાવતા સરોવરો, નદીઓ, ઝરણાઓમાં કે પછી માટીમાં જોવા મળે છે. પણ હાલ પીવાના પાણીમાં તેમની હાજરી મળવાથી તંત્ર ચકીત રહી ગયું છે.
બાળકમાં જોવા મળી અમીબાની હાજરી
આ બાબતે અમેરિકન સરકારનું કેહવું છે કે જો સ્વિમિંગ પૂલ તેમજ ફેક્ટરીઓમાંના પાણીની સાંચવણી યોગ્ય રીતે કરવામા ન આવે અને તે પાણીમાં છોડવામાં આવે ત્યારે આવા જીવ પાણીમાં જોવા મળતા હોય છે. ફ્રીપોર્ટ, લેક જેક્શન, એંગલેટોન, ક્લૂટ, રોજેનબર્ગ, ઓઇસ્ટર ક્રીક, રિચવુડ, બ્રાઝોરિયાના લોકોને તે પાણી ન વાપરવાની સૂચના તાજેતરમાં આપવામા આવી છે. અને સાથે સાથે જ લેક જેક્શન વિસ્તારમાં તો ઇમર્જન્સી પણ જાહેર કરવામાં આવી ચુકી છે.
એક અહેવાલ પ્રમાણે આ ઘટનાની શરૂઆત 8મી સપ્ટેમ્બરથી થઈ હતી. તે સમયે માત્ર છ વર્ષના એક બાળકની તબિયત અચાનક ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, તે વખતે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે તેના શરીરમાં આ પ્રકારના અમીબાની હાજરી જોવા મળી છે જેના કારણે તંત્રમાં દોડાદોડી થઈ ગઈ હતી. અને ત્યાર બાદ તે વિસ્તારના લોકોને પીવાનું પાણી ઉપયોગમાં નહીં લેવાની સૂચના આપવામા આવી હતી.
આ પરજીવીઓ મગજના કોષોને સંક્રમિત કરે છે
જે પ્રકારનો નેગ્લેરિયા ફોલેરી અમીબા આ પાણીમાં મળી આવ્યો છે તે સીડીસીના અહેવાલ પ્રમાણે ઘાતક છે. 2009થી 2018માં આ અમીબાના કારણે જીવ ગુમાવનારની સંખ્યા 34ની છે. આ સિવાય 1962થી 2018 દરમિયાન આ પ્રકારના 145 કેસ બની ગયા છે જેમાંથી માત્ર 4 લોકો જ સલામત રહી શક્યા હતા. આ પ્રકારનું અમીબા મગજના કોષોમાં જીવલેણ સંક્રમણ ફેલાવી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ અમીબાનો ચેપ જે લોકોને લાગે છે તેમનો જીવ બચાવવો 97 ટકા મુશ્કેલ હોય છે. એવી પણ જાણકારી મળી છે કે સ્વીમીંગ પૂલ જેવી જગ્યાઓમાં આ પ્રકારના અમીબાના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ વધારે રહેલી છે. આ અમીબા વ્યક્તિના નાક દ્વારા તેના શરીરમાં ઘૂસે છે અને તે મગજના કોષોને સંક્રમિત કરે છે જેનાથી જીવ જઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાની વચ્ચે અમેરિકામાં આવી બીજી ભયાનક આફત, એક સાથે 8 શહેરોમાં એલર્ટ, જાણો જલદી શું થયું"
ટિપ્પણી પોસ્ટ કરો