દુબઈ ગયેલ હાર્દિકને યાદ કરી રહી છે નતાશા, સોશિયલ મીડિયા કહી આવી વાત..
નતાશાને સતાવી રહી છે હાર્દિક પાંડયાની યાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટોની સાથે જણાવ્યા દિલના હાલ.
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઓલરાઉન્ડર ખિલાડી હાર્દિક પાંડયા (Hardik Pandya) અને મોડલ, અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ (Natasa Stankovic)થોડાક સમય પહેલા એક દીકરાના માતા- પિતા બન્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના શાનદાર ખિલાડી હાર્દિક પાંડયા (Hardik Pandya) અને મોડલ, અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ (Natasa Stankovic) થોડાક સમય પહેલા જ એક દીકરાના માતા- પિતા બન્યા છે. ત્યાં જ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, હાર્દિક પાંડયા હાલના દિવસોમાં આઈપીએલ ૨૦૨૦ (IPL 2020) રમવા માટે યુએઈ પહોચી ગયા છે. હવે આવામાં નતાશાને હાર્દિકની યાદ આવી રહી છે, હાર્દિકની યાદમાં નતાશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરતા પોતાના દિલનો હાલ વ્યક્ત કર્યો છે.
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ અને ક્રિકેટર હાર્દિક પાંડયા એકબીજા માટે જ બન્યા છે આ વાત તેમની ફોટોસ પૂરી રીતે સાબિત કરી દે છે. હાર્દિક પાંડયા પણ દુબઈમાં આઇપીએલની પ્રેક્ટિસ દરમિયાન પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ જ યાદ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક થ્રો બેક ફોટો શેર કરી છે જેમાં હાર્દિક પાંડયા સ્વિમિંગ પુલમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરતા નતાશા સ્ટેનકોવિચએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘લવ યુ @hardikpandya93 #us #tb #missinghim.
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ કરતા પહેલા જ એટલે કે તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ હાર્દિક પાંડયાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નતાશા સ્ટેનકોવિચની ફોટો શેર કરી હતી જેમાં હાર્દિક પાંડ્યાને મોટા ભાઈ કૃણાલ પાંડયા અને ભાભી પંખુડી શર્મા પણ જોવા મળી રહી હતી. હાર્દિક પાંડયાએ ફોટોને શેર કરતા લખ્યું હતું કે, ‘થ્રી મસ્કિટીયર્સ, અમે આપને યાદ કરી રહ્યા છીએ, નતાશા સ્ટેનકોવિચ.’ ભારતીય ક્રિકેટ ફેંસ આઈપીએલ- 2020 માટે ખુબ જ ઉત્સાહિત છે.
આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે આ વર્ષે આઈપીએલ લીગ ભારતમાં આયોજિત નહી કરીને યુએઈમાં આયોજન થવા જઈ રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ શરુ થવાની છે અને આઈપીએલની ફાઈનલ મેચ તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ આયોજિત કરવામાં આવી શકે છે.
આ વર્ષે આઈપીએલ મેચ માટે ઘણી બધી સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. તેમજ દુનિયામાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે પણ આ વર્ષે દર્શકો વિના જ આઈપીએલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દુબઈ ગયેલ હાર્દિકને યાદ કરી રહી છે નતાશા, સોશિયલ મીડિયા કહી આવી વાત.."
ટિપ્પણી પોસ્ટ કરો