કંગના રનૌત જ નહીં, ગેરકાયદેસર નિર્માણના કારણે આ સ્ટાર્સ પર ઓન તૂટી ચુક્યો છે બીએમસીનો પ્રકોપ.
ગયા બુધવારે બીએમસીએ અભિનેત્રી કંગના રનૌતના ઓફિસને ગેરકાયદેસર નિર્માણ જણાવીને ખૂબ જ ખરાબ રીતે તોડી નાખી છે. પણ આવું પહેલી વાર નથી થયું જ્યારે બીએમસીએ કોઈ બૉલીવુડ સેલિબ્રિટી સાથે આવું કર્યું હોય. આજે અમે તમને એવા બૉલીવુડ સ્ટાર વિશે જણાવીશું જેમના સપનાના ઘરને ગેરકાયદેસર જણાવી બીએમસીએ પળભરમાં જ ધરાશાયી કરી દીધું હોય.
કંગના રનૌત
સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના બિન્દાસ અભિપ્રાયોના કારણે એ સતત ચર્ચામાં હતી. પણ એની સાથે સાથે સોશિયલ મીડિયા પર કંગના રનૌત અને શિવસેનાની વોર શરૂ થઈ ગઈ, જેની ભરપાઈ એમને બીએમસી દ્વારા પોતાના પાલીમાં આવેલા મુંબઈ ઓફિસના એક ભાગમાં થયેલી તોડફોડના રૂપે કરવી પડી. બીએમસી દ્વારા આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે કંગના હિમાચલ પ્રદેશથી મુંબઈ આવવા માટે નીકળી હતી. બીએમસીની આ કાર્યવાહીથી રોષે ભરાયેલી કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાનો ઉભરો ઠાલવ્યો. સોશિયલ મીડિયા પર કંગનાની ઓફિસના ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બીએમસીના કર્મચારીઓ ઓફીસ તોડતા દેખાઈ રહ્યા છે. જો કે બીએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચારે બાજુ નિંદા થઈ રહી છે અને ઉદ્ધવ ઠાકરે સરકારનો ખૂબ વિરોધ પણ થઈ રહ્યો છે.
મનીષ મલ્હોત્રા
બીએમસના ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનના લિસ્ટમાં બીજું નામ છે મનીષ મલ્હોત્રાનું. બીએમસીની નજર હવે એમને બંગલા પર છે. મનીષ મલ્હોત્રા કંગનાના પડોશી છે. થોડા સમય પહેલા જ બીએમસીએ મનીષ મલ્હોત્રાને ગેરકાયદેસર નિર્માણ હટાવી લેવા માટે નોટિસ આપી છે. નોટીસનો જવાબ આપવા માટે એમને સાત દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. બીએમસીની નોટિસમાં આરોપ છે કે એમને પોતાના બંગલાના પહેલા માળે જે મેનેજમેન્ટ ઓફીસ બનાવી છે અનઓથોરાઈઝડ એડિશન છે. આ કન્સ્ટ્રક્શન અધિકારીઓની પરવાનગી વગર કરવામાં આવ્યું છે.
સોનુ સુદ.
સામાન્ય માણસને રોબિનહુડ બનેલા સોનુ સુદનું નામ બાળકોથી લઈને બુજુર્ગો સુધીના મોઢે ચડેલું છે. પણ સોનુ સુદ પણ બીએમસીની નજરોથી ન બચી શક્યા. વાત એ હતી કે લોકડાઉન દરમિયાન સોનુ સુદે ગરીબોની મદદ કરવા માટે પોતાના હોટેલને કોરોના હોસ્પિટલમાં ફેરવી દીધી હતી. પણ આ માટે એમને બીએમસીની પરવાનગી નહોતી લીધી. જેવી બીએમસીની આ વિશે ખબર પડી કે તરત બીએમસીના કર્મચારીઓએ સોનુ સુદના નામે નોટિસ આપી દીધી હતી.
કપિલ શર્મા.
મોસ્ટ પોપ્યુલર કોમેડિયન કપિલ શર્મા અને બીએમસી વચ્ચે થયેલો વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો. બીએમસીથી હેરાન થઈને કપિલે મહારાષ્ટ્ર સરકાર અને પીએમ મોદીને ટેગ કરીને એક ટ્વીટ લખી હતી કે ” હું છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્ર સરકારને 15 કરોડ રૂપિયા ટેક્સ આપી રહ્યો છું. તેમ છતાં મારી ઓફીસ બનાવવા માટે મારે બીએમસીની પાંચ લાખ રૂપિયા આપવા પડી રહ્યા છે. આ ટ્વીટ પછી બીએમસીએ કપિલની ગેરકાયદેસર નિર્માણની નોટિસ ફટકારી દીધી. આ ટ્વીટ પછી તો હંગામો મચી ગયો હતો. એટલે સુધી ક3 આ બાબત કોર્ટ સુધી પહોંચી ગઈ હતી.
શાહરુખ ખાન.
વર્ષ 2015માં બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનનો બંગલો મન્નત પણ બીએમસીની નજરોથી બચી ન શક્યો. હકીકત જાણે એમ છે કે શાહરુખ ખાને બીએમસીની પરવાનગી વગર પોતાના બંગલાની બહાર સ્ટીલ રેમ્પ બનાવડાવ્યા હતા. જ્યારે એના પર બીએમસી અધિકારીઓની નજર પડી તો એમને એને ગેરકાયદેસર જણાવીને તોડી નાખ્યા. એટલું જ નહીં વર્ષ 2017માં એકવાર ફરી શાહરુખ ખાન બીએમસીની નજરમાં આવ્યા. આ વખતે બીએમસીએ એમની પ્રોડક્શન કંપની રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટની ઓફિસની કેન્ટીનને ગેરકાયદેસર બતાવીને એને તોડી નાખી હતી.
પ્રિયંકા ચોપરા.
બીએમસીએ મુંબઈના ઓશિવારા એરિયામાં આવેલા પ્રિયંકા ચોપરાની ઓફિસમાં પણ તોડફોડ કરી છે. બીએમસીએ પ્રિયંકાને ગેરકાયદેસર કન્સ્ટ્રકશનના કારણે નોટિસ આપી હતી અને એક મહિનાનો સમય પણ આપ્યો હતો પણ પ્રિયંકા દ્વારા નોટીસનો જવાબ ન આપવાના કારણે બીએમસીએ ગેરકાયદેસર ભાગને તોડી નાખ્યો હતો. બીએમસીએ જ્યારે નોટિસ આપી હતી ત્યારે કંગનાની જેમ પ્રિયંકા પણ ન્યુયોર્કમાં હતી.
અરશદ વારસી
વર્ષ 2017માં બીએમસીના કર્મચારીઓએ અરશદ વારસીના બંગલાના એક ભાગને ગેરકાયદેસર જણાવ્યો હતો. બીએમસીએ એમને નોટિસ આપી 24 કલાકનો સમય પણ આપ્યો હતો. પણ અરશદે કઈ જવાબ ન આપ્યો એટલે બીએમસીએ એ જગ્યા તોડી નાખી હતી.
શત્રુઘ્ન સિન્હા.
શત્રુઘ્ન સિન્હા હવે ફિલ્મોમાં નથી દેખાતા પણ બીએમસીની નજર તો એમના પર પડી જ ગઈ. વર્ષ 2018માં બીએમસીએ શત્રુઘ્ન સિન્હાના 8માં માળે બનેલા ઘરના અમુક ભાગના નિર્માણને ગેરકાયદેસર જણાવીને તોડી નાખ્યું હતું.
મિકા સિંહ
વર્ષ 2017માં બીએમસીની નજર સિંગર મિકા સિંહ પર પણ પડી. બીએમસીએ એમને નોટિસ આપી હતી કે એમને એમના ફ્લેટમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રકશન કરાવ્યું છે જેના માટે એમને બીએમસીની પરવાનગી નથી લીધી. એમને પણ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો પછી બીએમસીએ એને તોડી નાખ્યું.
આરજે મલિશકા.
મોસ્ટ પોપ્યુલર આરજે મલિશકાએ વર્ષ 2017માં મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડા પર એક ગીત બનાવ્યું હતું. આ ગીતમાં મલિશકાએ વરસાદના પાણી ભરાવાના કારણે મુંબઈના રસ્તાનો હાલ વર્ણવ્યો હતો જેના કારણે બીએમસી નારાજ થઈ ગઈ હતી અને એમને મલિશકાના ઘરે હલ્લાબોલ કરી દીધું હતું. પણ કોઈ ગેરકાયદેસર નિર્માણ ન મળ્યા પછી બીએમસીએ દાવો કર્યો હતો કે ઘરમાં ડેંગ્યુના લાર્વા મળ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કંગના રનૌત જ નહીં, ગેરકાયદેસર નિર્માણના કારણે આ સ્ટાર્સ પર ઓન તૂટી ચુક્યો છે બીએમસીનો પ્રકોપ."
ટિપ્પણી પોસ્ટ કરો