આશા ભોંસલેએ ભાગીને કર્યા હતા બહેનના સેક્રેટરી સાથે લગ્ન, પણ થોડા જ સમયમાં થયું કંઇક એવું કે છોડી દીધું સાસરું અને આવી ગયા પાછા ઘરે
આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં કર્યા હતા લગ્ન – જાણો તેમની લવ સ્ટોરી
જે સમયે લતા મંગેશ્કર પોતાના સુરિલા અવાજથી આખાએ દેશને ડોલાવતા હતા, તે જ દરમિયાન તેમના નાના બહેન આશા ભોસલેએ પોતાના ઘેરા, તેમજ નખરાળા અવાજથી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કર્યો હતો અને એક અલગ જ મુકામ મેળવ્યું હતું. તે સમયે દરેક લતા મંગેશકરના ચાહક હતા ત્યાં આશા ભોંસલે બોલીવૂડના કેબરે અને પાર્ટી સોન્ગ્સ ગાઈને લોકોને ગીતોની વેરાયટીનો અર્થ સમજાવતા હતા. તે જ કારણ છે કે આશા ભોસલેના વ્યક્તિત્ત્વ પર ક્યારેય કોઈ આરોપ ન લાગ્યો કે તેણીએ તેમની મોટી બહેનની કોપી કરી હોય. આજે અમે તમને આશા ભોંસલે સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો કરીશું.
આશા ભોંસલેનો જન્મ 8મી સપ્ટેમ્બર 1933માં થયો હતો. આશા ભોંસલેએ 1943માં એટલે કે માત્ર 10 જ વર્ષની ઉંમરમાં ગાવાનું શરુ કરી દીધું હતું. આશા ભોંસલેના મોટા બહેન લતા મંગેશકર પર આખાએ કુટુંબની જવાબદારી ખૂબ જ નાની ઉંમરે આવી ગઈ હતી અને તેમનો બોજો ઓછો કરવા જ આશા ભોંસલેએ 10 વર્ષની ઉંમરમા ગાવાનું શરૂ કરી દીધુ હતું.
આશા ભોંસલેએ પિતાના મૃત્યુ બાદ ગાવાનું શરૂ કર્યુ હતું અને તેમણે 16 વર્ષની ઉંમરમાં ભાગીને લગ્ન કર્યા હતા. આશા ભોંસલેને લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોસલે સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સમયે આશાજી 16 વર્ષના હતા અને ગણપતરાવ 31 વર્ષના હતા આમ બન્નેની ઉંમર વચ્ચે બેવડો તફાવત હતો. ઘરના કોઈ જ સભ્ય તેમના લગ્ન માટે તૈયાર નહોતું. ત્યાર બાદ આશાજી અને ગણપતરાવે ભાગીને લગ્ન કરી લીધા. પણ બન્નેના લગ્ન વધારે ન ચાલ્યા.
એક ઇન્ટર્વ્યૂમાં આશા ભોસલેએ જણાવ્યુ હતું કે ગણપતરાવના પરિવારે તેમના લગ્નનો ક્યારેય સ્વીકાર નહોતા કર્યો. તેમની સાથે મારપિટનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેઓ ગણપતરાવને છોડીને પાછા આવી ગયા અને પછી ક્યારેય પાછા ન ગયા. અને જે વખતે આશાજી પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ પ્રેગ્નન્ટ હતા.
ત્યાર બાદ આશા ભોસલેને એકવાર ફરી પ્રેમ થયો. તીસરી મંઝિલ દરમિયાન આશાજીની મુલાકાત દેશના દીગ્ગજ સંગિતકાર એસડી બર્મનના દીકરા આરડી બર્નન સાથે થઈ. બન્નેએ એક સાથે ઘણા ગીતો કર્યા. આરડી બર્મનને લોકો પંચમ દા તરીકે પણ ઓળખે છે. પંચમ દા અને આશાજીએ 1980માં લગ્ન કરી લીધા. પણ આ લગ્ન વધારે સમય ન ચાલી શક્યા. લગ્નના 14 વર્ષ બાદ પંચમ દા આ દુનિયામાંથી ચાલ્યા ગયા.
આશા ભોંસલે આજે 87 વર્ષના છે. તેમણે બોલીવૂડની 1000 કરતાં પણ વધારે ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેમણે ભારત તમજ વિદેશમાં અગણિત સોલો કોન્સર્ટ પણ કરી છે. આશા ભોંસલેએ 12000 કરતાં પણ વધારે ગીતો ગાયા છે. 2011માં તેમના આ રેકોર્ડની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા નોંધ લેવામા આવી હતી. અને ઇતિહાસમાં સૌથી વધારે ગીતો રેકોર્ડ કરનાર આર્ટીસ્ટ તરીકે તેમનુ નામ નોંધવામા આવ્યું. તેમને ભારતીય સરકાર તરફથી 2000ના વર્ષમાં દાદાસાહેબ ફાલકે અવોર્ડનું મોટું સમ્માન આપવામા આવ્યુ હતું. આ સિવાય તેમને 2008માં પદ્મ વિભુષણથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આશા ભોંસલેએ ભાગીને કર્યા હતા બહેનના સેક્રેટરી સાથે લગ્ન, પણ થોડા જ સમયમાં થયું કંઇક એવું કે છોડી દીધું સાસરું અને આવી ગયા પાછા ઘરે"
ટિપ્પણી પોસ્ટ કરો