લો બોલો, સાસુ મોમ ડિંપલ કાપડિયા અક્ષય કુમારને સમલૈંગિકની સાથે-સાથે માની બેઠા હતા સાવ આવો, પણ પછી…

અક્ષય કુમારના સાસુ ડીમ્પલ કાપડિયાને અક્ષયને લઈને હતી આ મોટી ગેરસમજ – દીકરી ટ્વિંકલ ખન્નાનો હાથ માંગવા પર આપ્યું હતું આવું રિએક્શન

બેલીવૂડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર 9મી સપ્ટેમ્બરે પોતાનો જન્મ દિવસ ઉજવે છે. હાલ તેઓ પોતાની આવનારી ફિલ્મનુ શૂટિંગ વિદેશમાં કરી રહ્યા છે. અને તેઓ અહીં પોતાના આખા પરિવાર સાથે છે. આ વખતે બોલીવૂડના ખિલાડી કુમાર પોતાનો જન્મ દિવસ ભારત બહાર મનાવવાના છે. અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને પણ વારંવાર ચર્ચામા રહેતા હોય છે. એ વાત તેમના ઘણા ઓછા ફેન્સ જાણે છે કે અક્ષય કુમારના સાસુ અભિનેત્રી ડિંપલ કાપડિયા તેમને સમલૈંગિક સમજતા હતા.

image source

હા, આ વાતનો ખુલાસો અક્ષય કુમારની પત્ની ટ્વિંક ખન્નાએ કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં કર્યો હતો. નિર્માતા-નિર્દેશક કરણ જોહરના જાણીતા શો કોફી વિથ કરણ પર આવનારા બોલીવૂડ સ્ટાર્સની વાત હંમેશા ચર્ચા બની જાય છે. 2016ના વર્ષમાં અભિનેતા અક્ષય કુમાર અને તેમના પત્ની ટ્વિંકલ ખન્ના પણ શોમાં હાજર રહ્યા હતા. શોમાં અક્ષય અને પોતાના હાજરજવાબીપણા માટે જાણીતી તેની પત્ની ટ્વિકલ ખન્નાએ પોતાની અંગત જિંદગી વિષે કેટલીક વાતો શેર કરી હતી.

image source

અક્ષયે જણાવ્યું કે જ્યારે તે ટ્વિંકલનો હાથ માંગવા માટે તેમની માતા ડિંપલ કાપડિયાને મળ્યા હતા તો તે સમય સુધી ડિંપલ એવું સમજતા હતા કે અક્ષય સમલૈંગિક છે અને તે તેની દીકરીનું જીવન ખરાબ કરી મુકશે. જોકે ત્યાર બાદ સર્વસમ્મતિથી ટ્વિંકલે ફિલ્મી દુનિયા છોડીને અક્ષય સાથે લગ્ન કરી લીધા.

બોલીવૂડની જાણીતી ખાન ત્રીપૂટી – સલમાન, શાહરુખ અને આમિર ખાનના સ્ટારડમ સાથે અક્ષય કુમારની તુલના કરતો એક પ્રશ્ન કરણે અક્ષયને પૂછ્યો હતો ત્યારે અક્ષયે ખૂબ જ બોલ્ડ જવાબ આપ્યો હતો.

image source

કરણે અક્ષયને પૂછ્યુ હતું કે આ બધામાંથી કોનુ સ્ટારડમ વધારે ચાલશે, તેના જવાબમાં અક્ષયે કહ્યું હતું, ‘આ ત્રણે ખાન સ્મોકિંગ છોડી દે, તો કદાચ તેઓ વધારે દિવસ સ્ટાર બનેલા રહેશે, નહીંતર હું.’ શોમાં ઘણીવાર એવા અવસર આવ્યા જ્યારે હાજરજવાબી ટ્વિંકલે કરણની બોલતી બંધ કરી દીધી હતી. ટ્વિકલને એવું પૂછવામા આવ્યું કે ત્રણે ખાનમાં તે કોને સારો માને છે, ત્યારે ટ્વિંકલે સામો સવાલ કર્યો હતો, ‘આ લિસ્ટમાં એક બીજા ખાન ‘ફવાદ’ જોડી લે અને પછી બતાવ કે તને કોણ પસંદ છે ?’

ટ્વિંકલ અને કરણ એક જ શાળામાં સાથે ભણતા હતા અને શો દરમિયાન કરણે એ વાત સ્વિકારી હતી કે કોઈ સમયમાં તે ટ્વિંકલ ખન્ના પર ફિદા હતા. કરણની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીના પાત્ર માટે ટ્વિંકલની જ પસંદગી કરવામા આવી હતી. અને કરણે ટ્વિંકલને ફિલ્મની આખી સ્ટોરી પણ સંભળાવી હતી. પણ ટ્વિંકલે તેમાં જરા પણ રસ ન બતાવ્યો. અને તેણીએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી અને રોલ રાણીને મળ્યો.

કરણે કુછ કુછ હોતા હૈમાં રાનીના પાત્રનું નામ ટીના રાખ્યું હતું, જે વાસ્તવમાં ટ્વિંકલનું ઘરનું નામ છે. શોમાં અક્ષયે 2004ના વર્ષમાં આવેલી મેરી બીવી કા જવાબ નહીંના ક્લાઇમેક્સ વિષે જણાવ્યું હતું કે નિર્માતાએ શૂટિંગ પહેલાં ફિલ્મ છોડી દીધી. અક્ષયે જણાવ્યું કે ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં તે અને શ્રીદેવી હાથ પકડીને કહે છે. હવે અમે બદલો લઈશું અને પછી સ્ક્રીન પર લખેલું આવે છે, તેમણે બદલો લઈ લીધો. આ ફિલ્મ આજે પણ આવી જ છે કારણ કે બદલાવાળો ભાગ પછી ક્યારેય શૂટ જ ન થયો.

અક્ષય કુમારનું મૂળ નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. તેમણે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 1991માં આવેલી ફિલ્મ સુહાગથી કરી હતી. આજે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 29 વર્ષ થઈ ગયા છે. અક્ષય કુમારે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધારે ફિલ્મો કરી છે અને અગણિત અવોર્ડ્સ મેળવી ચુક્યા છે. તેમને બેસ્ટ એક્ટર માટે બે નેશનલ અવોર્ડ્સ પણ મળી ચુક્યા છે એક નેશનલ અવોર્ડ 2016માં આવેલી ફિલ્મ રુસ્તમ માટે અને બીજો નેશનલ અવોર્ડ 2018માં આવેલી ફિલ્મ પેડ મેન માટે. અક્ષય કુમારે દેશના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે 2001માં લગ્ન કર્યા હતા. આજે તેમને એક દીકરો અને એક દીકરી છે.

image source

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર હવે બેર ગ્રીલના શોમાં તેની સાથે જંગલમાં સાહસ કરતા જોવા મળશે. આજકાલ આ શોના પ્રોમોઝ ખૂબ જોવા મળી રહ્યા છે. ડિસ્કવરી ચેનલના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર, અક્ષય કુમારના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેમજ બેર ગ્રીલના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ તેનો ખૂબ પ્રચાર કરવામા આવી રહ્યો છે અને અક્ષયના ફેન્સ શોના પ્રસારણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "લો બોલો, સાસુ મોમ ડિંપલ કાપડિયા અક્ષય કુમારને સમલૈંગિકની સાથે-સાથે માની બેઠા હતા સાવ આવો, પણ પછી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel